રાત્રે જમ્યા પછી રસોડામાં ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો ઘરમાં આવી શકે છે આ તકલીફ

Image Source

પહેલાના જમાનામાં લોકો સંયુક્ત પરિવારમાં રહેતા હતા અને ત્યાં રાત્રે ભોજન કર્યા બાદ બાળકો દાદા દાદી પાસે જાય છે અને ત્યાં તેમની પાસેથી નૈતિક શિક્ષાથી જોડાયેલ રામાયણ અને મહાભારતની કહાની સાંભળીને તેમને શિક્ષિત અને સંસ્કારી બનાવવાનું કામ કરતા હતા. હવે અત્યારે વ્યસ્તતા ભરેલ તથા એકાકી પરિવાર માં આ બધું જ ક્યાંક ગાયબ થઈ ગયું છે અને તેના સ્થાન ઉપર લેટેસ્ટ મોડ્યુલર લાઈફ સ્ટાઈલ જીવવા લાગ્યા છે તેમાં પણ યુવાન દંપતિઓએ પોતાના રીતે જ જુના વૈજ્ઞાનિક નિયમોને પોતાની સુવિધા અનુસાર બદલી પણ કાઢ્યા છે અને તેના જ કારણે ઘરમાં લોકોને સ્વાસ્થ્યની સમસ્યા ઊભી થવા લાગી છે અને ઘરમાં ઝઘડા વગેરે પણ શરૂ થઈ જાય છે.

રાત્રે ભોજન કર્યા બાદ રસોડાને સાફ કરો

આજકાલની વ્યસ્ત જીવનશૈલી અને આધુનિક લાઈફ સ્ટાઈલ ના કારણે આપણે જોઈએ છીએ કે યુવાન દંપતીઓ ખૂબ જ રાત્રે ભોજન કરતા હોય છે અને ભોજન કર્યા બાદ વધુ રાત થઈ ગઈ હોવાના કારણે તેઓ જલ્દી સુવા જતા રહે છે. કારણ કે સવારે ઊઠીને તેમને બાળકોને સ્કૂલ માટે તૈયાર કરવાના હોય છે અને પોતે પણ ઓફિસ જવાની ચિંતા રહે છે બસ માત્ર તેના જ કારણે તેઓ રસોડાને ગંદુ મૂકીને જ સુઈ જતા હોય છે. પરંતુ તેવું બિલકુલ કરવું જોઈએ નહીં રાત્રે ગમે તેટલું મોડું થઈ જાય પરંતુ રસોડાને સાફ કર્યા બાદ જ સુઈ જવું જોઈએ.

રસોડામાં ક્યારેય એંઠા વાસણ મુકવા જોઈએ નહીં

ભોજન કર્યા બાદ લગભગ લોકો રાત્રે રસોડાના સીંકમાં હેઠા વાસણ મૂકી દેતા હોય છે પરંતુ તેવું ક્યારેય કરવું જોઈએ નહીં. જો તમારી કામવાળી સવારે વાસણ ધોવા આવે છે તો જે સ્થાન ઉપર વાસણ ધોવામાં આવે છે ત્યાં તેને મુકવા જોઈએ અને તેમાં પાણી નાખવું જોઈએ વાસણ દૂર કર્યા બાદ જે રસોડા માં તમે જમવાનું બનાવ્યું છે તેને બરાબર સાફ કરીને જ ત્યાંથી દૂર જાવ જે લોકો પણ આ પ્રકારનું કરે છે તેમના ઘરમાં ક્યારેય પણ આર્થિક સંકટ રહેતું નથી અને માતા લક્ષ્મીની કૃપા બની રહે છે.

માતા અન્નપૂર્ણા ને પ્રણામ કરીને જ ગેસને પ્રગટાવો

દિવસમાં પહેલી વખત જ્યારે પણ તમે નાસ્તો અથવા ભોજન બનાવવા માટે ગેસ પ્રગટાવો છો ત્યારે મનમાં હાથ જોડીને માતા અન્નપૂર્ણા ને પ્રણામ કરો અને તેમના આશીર્વાદની કામના કરો આમ કરવાથી માતા અન્નપૂર્ણા નો આશીર્વાદ મળે છે અને રસોડાનો ભંડાર ક્યારેય પણ ખાલી થતો નથી આમ કરવાથી તમારું બનાવેલું ભોજન સ્વાદિષ્ટ તથા સુપાંચ્ય બને છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “રાત્રે જમ્યા પછી રસોડામાં ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો ઘરમાં આવી શકે છે આ તકલીફ”

Leave a Comment