એક વોટ્સએપ મેસેજ થી એક એવા અભિયાનની શરૂઆત થઇ જેમાં કોવિડ -19 દર્દીઓ માટે 300 કિલો દવા ભેગી કરવામાં આવી 

Image Source

મુંબઈમાં રહેતા માર્કસ રાણે અને તેમના પત્ની ડો. રાયના રાણે દ્વારા ‘Meds for More’ ની પહેલ અંતર્ગત, ઘણા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે તેમના ઘરે રહેલી દવા દાનમાં આપી રહ્યા છે.  આ દવા તમામ દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવી રહી છે.

કોવિડ -19 માં લડતા દર્દીઓ માટે દવાઓ, ઓક્સિજન અને પથારી નો અભાવ કોઈથી છુપાયેલ નથી. એક તરફ આરોગ્ય સંસાધનોના અભાવે લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, બીજી તરફ ઘણા લોકો દવા અને ઓક્સિજન સિલિન્ડર નુ બ્લેક માર્કેટિંગ, જેવી ખોટી બાબતો પણ કરી રહ્યા છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે જે લોકોની મદદ માટે તેની મર્યાદા થી આગળ વધી જાય છે. આપણી એક નાની ઉમદા પહેલ પણ હજારો લોકોને મદદ કરી શકે છે. આ લેખ માં અમે તમને આવી જ એક પહેલ વિશે જણાવી રહ્યા છીએ, જે હવે એક સમૂહ અભિયાનનું રૂપ લઈ ચૂકી છે.

અમે ‘Meds for More’ વિશે વાત કરી રહ્યા છીએ, મુંબઈમાં રહેતા ડોક્ટર દંપતી દ્વારા શરૂ કરાયેલ એક આગવી પહેલ. આ લોકો ઘણા જરૂરિયાતમંદોને મદદ કરવા માટે તેમના ઘરે રહેલી દવા દાનમાં આપી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં સેંકડો લોકોને આ રીતે કોવિડ -19 સામે લડતા ઘણા દર્દીઓને મદદ કરી છે. ખાસ કરીને એવા લોકો માટે, જે આ મોંઘી દવા પરવડી શકે તેમ નથી.આ દવા તમામ દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવી રહી છે.

માર્કસ રાણે અને તેની પત્ની, ડોક્ટર રાયના રાણે દ્વારા આ પહેલ શરૂ કરવામાં આવી છે. તે કહે છે કે “અમારા મકાનમાં કામ કરતા કર્મચારી ના પુત્ર એ કોવિડ -19 થયો હતો. તે અમને રિપોર્ટ્સ બતાવવા આવ્યા અને પૂછ્યું કે શું કરવું. અમને લાગ્યું કે આપણે તેમને કોઈપણ રીતે મદદ કરીશું, કારણ કે આ સમયે દવા, અને ઇન્જેક્શન ખૂબ જ ખર્ચાળ છે. “

Image Source

વોટ્સએપ સંદેશથી જન અભિયાનની શરૂઆત થઈ

બજારમાંથી દવા ખરીદવાને બદલે રાણે દંપતી એક અલગ અભિગમ લઈને આવ્યા. ડો માર્કસ ક્લિનિકલ ડોક્ટર છે અને ડો રાયના ફિઝિયોથેરાપિસ્ટ છે. ડો માર્કસ પહેલેથી જ તેના સમાજમાં ત્રણ-ચાર કોવિડ દર્દીઓની સારવાર કરી રહ્યા હતા અને આ દર્દીઓ એકલતામાંથી બહાર આવી ગયા હતા.તેથી ,ડો માર્કસે તેમના સોસાયટી ના વોટ્સએપ ગ્રુપ પર એક સંદેશ મોકલ્યો કે જો કોઈ પોતાના ઘરે કોરોનાની દવા બાકી રહી હોય અને હવે તેનો તેમને કોઈ ઉપયોગ થવાનો નથી, તો તે આ દવાઓ તે લોકો ને આપી શકે છે. પરંતુ દવા તેવી હોવી જોઈએ કે તેના ઉપયોગ ની છેલ્લી તારીખ પસાર થઈ નથી.

રાણે દંપતીએ વિચાર્યું પણ ન હતું કે તેમના તેમના આ એક સંદેશ પર તે લોકો ને આટલો સારો પ્રતિસાદ મળશે. ટૂંક સમયમાં ફક્ત દસ દિવસમાં વિવિધ સોસાયટી માંથી આશરે 20 કિલો દવા એકત્રિત કરી. શ્રેષ્ઠ વાત એ છે કે કોઈએ સમાપ્તી તારીખ અથવા બીજી દવાઓ આપી ન હતી. ડો માર્કસ કહે છે, “કોવિડ -19 ના પ્રથમ વેવ દરમિયાન, મેં ઝૂંપડપટ્ટીમાં લોકોને તપાસવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સ્વયં સેવા આપી હતી આ સમય દરમિયાન મેં જોયું કે, નિચલા વિસ્તાર ના સ્તરે લોકોને કેટલી મદદની જરૂર છે. આ રોગચાળાને કારણે માત્ર જાનહાની થઈ નથી, પરંતુ ઘણા લોકોને રોજગાર પણ છીનવાઈ ગયો છે. મને પણ ઓગસ્ટ 2020 માં કોરોના થઈ ગયો અને મને સાજા થવા માટે ચાર-પાંચ મહિનાનો સમય લાગ્યો.

તેથી જલદી તેને તક મળી, તેમણે લોકોને મદદ કરવાનું નક્કી કર્યું. તે સમજાવે છે કે “અમારા મકાનના ઘણા લોકોએ મદદ કરી અને આ લોકો એ અન્ય સમાજમાં રહેતા લોકો સાથે આ અભિયાન શેર કર્યું. તેથી ઘણા લોકો એ અમારો સંપર્ક શરૂ કર્યો.  અમે દરેકને તેમના મકાનના સામાન્ય વિસ્તારમાં એક બોક્સમાં દવા મૂકવાનું કહ્યું અને અમે આ બોક્સ એકત્રિત કરવાનું શરૂ કર્યું. “

ખૂબ જલ્દી જ તેમને મુંબઈની સેંકડો બિલ્ડિંગમાંથી દવાઓ લેવાનું શરૂ કર્યું. ઘણા લોકોએ તેમને દાન આપ્યું હતું, જ્યારે ઘણા લોકો તેમની સાથે સ્વયંસેવક તરીકે કાર્ય કર્યું.  દીપિકા ગોધા, જે શરૂઆતથી made for more સાથે કામ કરી રહી છે તે કહે છે, “જ્યારે આ અભિયાન શરૂ થયું ત્યારે અમે લોકો ખૂબ નાના પાયે કામ કરી રહ્યા હતા.પહેલા,અમારામાંથી  કેટલાક દરેક બિલ્ડિંગમાં જતા હતા અને દવાઓના બોક્સ એકત્રિત કરતા. પરંતુ હવે મુંબઈમાં અમારા ઘણા કેન્દ્ર છે. અમારી ટીમ દિલ્હી, અમદાવાદ, ગાઝિયાબાદ, વડોદરા, બેંગ્લોર જેવા અન્ય શહેરોમાં પણ કામ કરી રહી છે. ”

Image Source

વિવિધ સંસ્થાઓ સાથે મળીને કામ કરે છે

આ દવા લોકોને લઈ જવા માટે તેમણે વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાણ કર્યું છે.  તે ‘ગુંજ’, ‘ડોક્ટર ફોર યુ’, ‘રોટરી મુંબઈ ક્વીન્સ નેકલેસ’, ‘ઓસ્કાર ફાઉન્ડેશન’, ‘રત્ન નિધિ ચેરીટેબલ ટ્રસ્ટ’, ‘કર્ણાટક આરોગ્ય પ્રમોશન ટ્રસ્ટ’ જેવી સંસ્થાઓ સાથે મળીને કામ કરી રહ્યા છે.  તેમણે કહ્યું, “સૌ પ્રથમ દવા મકાનોમાંથી એકત્રિત કરવામાં આવે છે. ત્યારબાદ, આ સામાજિક સંસ્થાઓ સુધી પહોંચાડવામાં આવે છે. આ સંસ્થાઓ દવાઓને અલગ પાડે છે અને જરૂરિયાત મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચાડે છે. આ સંસ્થા સિવાય, અમે આ સ્વયંસેવકો નો આભાર માનીએ છીએ કે જેઓ આ દવા વિવિધ સ્થળોએ એકત્રિત કરે છે અને પહોંચાડે છે. આ દવા દર્દીઓને એકદમ વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. ”

સૌથી સારી વાત એ છે કે આ અભિયાન અન્ય શહેરોમાં પહોંચી ગયું છે. પરંતુ હજી પણ કોઈ પણ પ્રકારના ભંડોળની જરૂર નથી. કારણ કે તમામ કાર્ય, લોકો સાથે મળીને કરી રહ્યા છે અને તેમની જવાબદારી સાથે. અત્યાર સુધીમાં, તેમની ટીમ લગભગ દસ શહેરોમાં બનાવવામાં આવી છે અને હજારો લોકોની મદદ કરવામાં આવી છે.

એકલા મુંબઈથી જ તેમણે અત્યાર સુધીમાં આશરે 300 કિલો દવા એકત્રિત કરી છે. તેની સાથે કાર્યરત ઓસ્કર ફાઉન્ડેશનના સ્થાપક, અશોક રાઠોડ કહે છે, “અમે આપણા ફાઉન્ડેશન હેઠળના લોકો માટે સમુદાય આરોગ્ય કેન્દ્ર ચલાવીએ છીએ. આ કેન્દ્રમાં, ડો રાણેના સ્વયંસેવકો છે અને દવાઓ માટે પણ અમને મદદ કરી રહ્યા છે. તેની સહાયથી, અમને લોકો ને આશરે આઠ કિલો દવા મળી છે. છેલ્લા એક મહિનામાં 100 થી વધુ દર્દીઓને દવા ની સહાય મળી છે. આ એક ખૂબ જ સારું અભિયાન છે કારણ કે તે બાયોમેડિકલ કચરાને પર્યાવરણ માં જતા અટકાવે છે અને જરૂરિયાતમંદોને મદદ કરે છે. “

દીપિકા બહેન કહે છે કે કોવિડ -19 ના દર્દીઓ માટે વપરાયેલી દવા સિવાય હવે લોકો ડાયાબિટીસ, હાયપરટેન્શન વગેરે સંબંધિત દવા નું દાન પણ આપી રહ્યાં છે. તેઓ તેમની પોતાની વેબસાઇટ પણ શરૂ કરી છે, જેના પર દાતાઓ નોંધણી કરાવી શકે છે અને તેની પાસેની દવાઓની સૂચિ બનાવી શકે છે.  Meds for more ટીમે તે જે વસ્તુ લઈ રહ્યા છે તેની સૂચિ પણ બનાવે છે, જેમ કે પલ્સ ઓક્સિમીટર, ઓક્સિજન માસ્ક, થર્મોમીટર વગેરે. જો કે, તે હાલમાં રીમડેસિવીર અથવા તોસિલીઝુમેબ લઈ રહ્યા નથી કારણ કે તે ફક્ત વિશેષ સૂચના પર આપવામાં આવે છે.

આ સમૂહ અભિયાન પ્રશંસનીય છે. ડો માર્કસ કહે છે કે આ અભિયાન એ એક મહાન ઉદાહરણ છે કે કેવી રીતે આ ઉદારતા ના નાના પગલાથી પણ મોટો ફરક પડી શકે છે.

મિત્રો ઉપરોક્ત આપેલ દરેક માહિતી ઇન્ટરનેટ ઉપેરથી એકત્રિત કરલે છે અને આમાં faktfood.com અને faktgujarati.com કોઈ પુષ્ટી કરી રહ્યું નથી જેની ખાસ નોંધ લેજો. 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *