સાચો મિત્ર તે હોય છે જે ખરાબ સમયમાં પણ તમારો સાથ આપે

Image Source

એક શિક્ષકે તેના એક વિદ્યાર્થીને ત્રણ રમકડા બતાવ્યા અને તેનો તફાવત જણાવવા કહ્યું. ત્રણેય રમકડા એક જ આકાર-પ્રકાર અને એક જ પદાર્થમાંથી બનાવેલા લાગતા હતા. યોગ્ય નિરીક્ષણ પછી વિદ્યાર્થીએ રમકડાંમાં કેટલાક છિદ્રો જોયા. પહેલા રમકડાના બંને કાનમાં છિદ્રો હતા. બીજા રમકડાના કાન અને મોઢામાં છિદ્રો હતા, જ્યારે ત્રીજા રમકડાના એક કાનમાં જ એક છિદ્ર હતું.

ત્યારબાદ શિક્ષકે તે વિદ્યાર્થીને સોય આપી અને તેને એક પછી એક ત્રણેય રમકડામાં બનેલા છિદ્રોમા નાખવાનું કહ્યું.

ત્યારે વિદ્યાર્થીએ પહેલાં રમકડાના કાનના છિદ્રમાં સોય નાખી. સોય બીજા કાનમાંથી બહાર નીકળી ગઈ. જ્યારે બીજા રમકડાના કાનના છિદ્રમા સોય નાખી, તો તે મોઢા માંથી બહાર નીકળી ગઈ અને જ્યારે ત્રીજા રમકડાંના કાનમાં સોય નાખવામાં આવી ત્યારે તે બહાર ન નીકળી.

પછી શિક્ષકે વિદ્યાર્થીને ફરીથી પૂછ્યું કે શું હવે તેને ત્રણેય રમકડા નો તફાવત સમજાયો? તે શાંત રહ્યો કારણ કે તેની પાસે હજુ પણ કોઈ જવાબ ન હતો. ત્યારે શિક્ષકે તેને સમજાવ્યું.

પહેલું રમકડું તમારી આજુબાજુ રહેલા તેવા વ્યક્તિઓ નું પ્રતિનિધિત્વ કરે છે, તમે જે સાંભળ્યું છે તેના પર તેમના મંતવ્યો વ્યક્ત કરે છે, તમારી ચિંતા કરે છે પરંતુ એવું કરવાનો તેઓ ઢોંગ કરે છે. જેવી રીતે સોય બીજા કાનમાંથી બહાર આવી જાય છે, તેવી જ રીતે તમારી વાતો સાંભળ્યા પછી તમારા દ્વારા કહેવાયેલી બધી જ વાતોની અસર પણ તેના પર પૂર્ણ થઈ જાય છે. તેથી હંમેશા તેવા લોકો સાથે વાત કરતી વખતે સાવધાન રહો, જેને તમારી ચિંતા ન હોય.

બીજું રમકડું તેવા લોકોનું પ્રતિનિધિત્વ કરાવે છે, જે તમારી બધી વાત સાંભળે છે અને તેવું દર્શાવે છે કે તેઓ તમારી ચિંતા કરે છે. પરંતુ જેવી રીતે બીજા રમકડાના મોઢામાંથી સોય બહાર નીકળી જાય છે તેવા લોકો પોતાના ફાયદા માટે તમારા દ્વારા તેમને જણાવેલી બધી વાતો, શબ્દો અને ગુપ્ત વિષયો બીજા વ્યક્તિઓ સાથે શેર કરી તેનો ઉપયોગ તમારી વિરુદ્ધ કરે છે. તેવા લોકોથી તમારે દૂર રહેવું જોઈએ.

અને ત્રીજું રમકડું, જેના કાન માં સોય નાખવાથી સોય બહાર નીકળતી નથી, તે તેવા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે જે તમારા સાચા હિતેચ્છુ હોય છે અને જે હંમેશા તમારી ભલાઈ વિશે વિચારે છે. તેઓ એવા લોકો છે જેના પર તમે આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકો છો. તે લોકો તમારી ગુપ્ત વાતો ને સાંભળે-સમજે છે અને પોતાના સુધી જ સીમિત રાખે છે, બરાબર કાનની અંદર ગયેલી સોયની જેમ, પછી તે બહાર નીકળતી નથી. તેવા લોકો ક્યારેય પણ અને કોઈ પણ સ્થિતિમાં તમારો વિશ્વાસ તોડતા નથી અને તમને છેતરશે નહીં. તેથી તેવા લોકો સાથે હંમેશા મજબૂત સંબંધ બનાવી રાખવા જોઈએ, કારણકે તેજ તમારા સાચા મિત્ર, સાચા શુભચિંતક હોય છે.

વાર્તા નો બોધ:

હંમેશા એવા લોકોનો સંગ કરવો, જે ઈમાનદાર, વફાદાર અને વિશ્વાસપાત્ર હોય. જરૂરી નથી કે તમારી વાત સાંભળનાર હંમેશા વિશ્વાસને પાત્ર હોય. ખાસ કરીને ત્યારે, જ્યારે તેમની તમારે ખાસ જરૂર છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “સાચો મિત્ર તે હોય છે જે ખરાબ સમયમાં પણ તમારો સાથ આપે”

Leave a Comment