એક એવા વ્યક્તિ જેને જીવનને સુખી અને સફળ બનાવવા માટે પરિસ્થિતિ કે સંજોગો નહી પરંતુ હિંમતની જરૂર હોય છે,આ વાક્ય ને સાર્થક બનાવ્યું અને આજે દોડે છે મેરેથોન દોડ

Image Source

મુંબઇના પ્રદીપ કુંભારને છેલ્લા 10 વર્ષથી દોડવાનો એવો જુસ્સો છે કે એક અકસ્માતમાં પગ ગુમાવવાના એક વર્ષ બાદ જ 2018 માં તેમને ફરીથી મેરેથોન દોડવાનું શરૂ કર્યું હતું.

મુંબઇ (મહારાષ્ટ્ર) ના 51 વર્ષીય પ્રદીપ કુંભારે જણાવ્યું છે કે, જો તમે સ્વપ્ન જોવી શકો તો તમે નિશ્ચિતરૂપે તેને પૂર્ણ પણ કરી શકો છો. Ageas Federal Life Insurance ના એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં કાર્યરત પ્રદીપ અલ્ટ્રા મેરેથોનર છે. તેમણે દેશભરમાં આયોજિત અનેક મોટી મેરેથોનમાં ભાગ લીધો છે. આ સિવાય તે સ્વિમિંગ અને સાયકલિંગમાં પણ ચેમ્પિયન છે. તેમના માટે દોડવું એ એક રમત નથી, પરંતુ જીવનશૈલી છે. પરંતુ તેઓ કહે છે કે ભગવાન દરેકની કસોટી કરે છે. પ્રદીપને પણ જીવનની મોટી કસોટીનો સામનો કરવો પડ્યો હતો. દોડવીર માટે શારીરિક તંદુરસ્તી ખૂબ જ મહત્વપૂર્ણ છે.  પરંતુ જો તમારા શરીરનો કોઈ ભાગ અકસ્માતમાં રહેજ નહી તો?  ખાસ કરીને જ્યારે તમે દોડવીર હોવ અને તમારી પાસે દોડવા માટે પગ જ ન હોય.  તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

આવી વિપરીત પરિસ્થિતિનો સામનો કરતાં પ્રદીપે હાર માની નહીં, પણ પરિસ્થિતિને નમાવવા મજબૂર કરી.  આજે તે પોતાની શરતો પર પોતાનું જીવન જીવે છે અને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે.  ચાલો જાણીએ તેમના જીવનની કહાની.

Image Source

કેવી રીતે બન્યા રનર

પ્રદીપે 2011 સુધી મેરેથોન માં નહોતા કે ન તો તે કોઈ અન્ય રમત સાથે સંકળાયેલા હતા.તેમને ઓફિસના મિત્રોને ટેકો આપવા માટે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ મુંબઇ મેરેથોનનાં 6 કિલોમીટરના ‘ડ્રીમ રન’માં ખાલી ભાગ લીધો હતો. પરંતુ તે વખતે તેમને ખબર ન હતી કે એક દિવસ દોડવું એ તેમના જીવનનો એક અવિભાજ્ય ભાગ બની જશે.

પ્રદીપ કહે છે કે , “તે સમયે હું 40 વર્ષનો પણ નહોતો, મારા કરતા ઘણા વૃદ્ધ લોકો 10, 21 અને 42 કિ.મી. દોડી રહ્યા હતા.જેનાથી મને પ્રેરણા મળી અને મેં મારા રૂટીનમાં સમાવેશ કર્યો.  તે એક સારો દોડવીર બનવાનું એક જુનૂન હતુ કે તેમને નિયમિત દોડવાની સાથે સાથે દરરોજ તેના ખાવા-પીવાની સંભાળ રાખવાની સાથે વિવિધ કસરતો કરીને પોતાને ફીટ રાખવા માંડ્યું.

તેમને કહ્યું કે એક વર્ષ પછી તેમને 21 કિમી હાફ મેરેથોન ત્રણ કલાકમાં પૂર્ણ કરી. તેમને મેરેથોન દોડાવવાનો એવો નશો હતો કે તેમને મુંબઈની આસપાસ યોજાયેલી દરેક મેરેથોનમાં ભાગ લેવાનું શરૂ કર્યું.  પ્રદીપ કહે છે, “મેં આ પછી ક્યારેય પાછું ફરીને જોયું નહીં.  મેં ઘણા શહેરોમાં 21 થી વધુ હાફ મેરેથોન અને 15 પૂર્ણ મેરેથોનનું આયોજન કર્યું છે. જેના બાદ મેં અલ્ટ્રા મેરેથોનમાં પણ બે વાર ભાગ લીધો હતો.  તેમણે વર્ષ 2017 માં દેશના પ્રખ્યાત દોડવીર ‘મિલિંદ સોમન’ સાથે 160 કિલોમીટરની મુંબઈ-પુણે ઇન્ટરસિટી રનમાં પણ ભાગ લીધો હતો.

Image Source

સ્પીડ બ્રેકર

તેની ક્ષમતા ચકાસવા માટે, તેમને 2018 માં મલેશિયા આયર્નમેન સ્પર્ધા માટે નોંધણી કરી. તમને જણાવી દઈએ કે, આયર્નમેન ચેમ્પિયનશિપમાં સ્પર્ધકે માત્ર 17 કલાકમાં 3.9 કિ.મી. સી સ્વિમિંગ, 180 કિ.મી. સાયકલિંગ અને 42 કિ.મી. દોડ પૂર્ણ કરવાની રહેશે. પ્રદીપને મુંબઈ-પુણેથી 200 કિલોમીટર દૂર સાયકલ ચલાવવાનો અનુભવ હોવાથી તે નિયમિતપણે તરવાની પ્રેક્ટિસ પણ કરતો હતો. તેથી તે આ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સારું પ્રદર્શન કરે તેવી અપેક્ષા રાખવામાં આવી હતી. નવેમ્બરમાં પ્રદીપ આયર્નમેનમાં ભાગ લેવા મલેશિયા જવા રવાના થવાનો હતો.  પરંતુ કમનસીબે ઓગસ્ટ 2018 માં તેમને એક અકસ્માત નડ્યો. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર સાયકલ ચલાવતા તેમનો અકસ્માત થયો હતો, જેમાં તેમને બંને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.  આ અકસ્માત પછી, તે 22 દિવસ પથારીમાં અને આશરે આઠ મહિના સુધી હોસ્પિટલમાં હતા.  તેમ છતાં તે ચાલી શક્યો ન હતા, પરંતુ તેમને આહારથી લઈને કેટલીક કસરત કરવાનું ચાલુ રાખ્યું. તે જણાવે છે, “હું પથારી પર બેસતી કે સૂતી વખતે જેટલી થાય તેટલી કસરત કરતો હતો.  તે દરમિયાન મારા બાળકો અને પત્નીએ મને ખૂબ સપોર્ટ કર્યો.. ઘરના લોકોએ ઘરનું વાતાવરણ પહેલા જેવું જ રાખ્યું હતું.  આ ઉપરાંત ઓફિસમાંના બધા સાથીઓ પણ દરેક સારા અને ખરાબ સમયમાં મારી બાજુ ઊભા રહ્યા.

કંઇપણ ફરિયાદ કર્યા વિના પ્રદીપ ભગવાનનો આભાર માને છે કે આટલા મોટા અકસ્માત બાદ પણ આજે તે તેના પરિવાર સાથે છે.

Image Source

મારે રોકાવું નહોતું

પ્રદીપે અકસ્માત થયાના એક વર્ષ બાદ કૃત્રિમ પગથી 5 કિ.મી.ની મેરેથોન પૂર્ણ કરી અને ફરી એક વાર તેમની યાત્રા શરૂ થઈ.  પ્રદીપ જણાવે છે, “મારામાં સામાન્ય કૃત્રિમ પગ હોવાથી, દોડવું મુશ્કેલ હતું. પછી પ્રોસ્થેટિક લેગ બનાવતી કંપનીએ મને બ્લેડ પ્રોસ્થેટિક લેગ ઉપયોગ માટે આપ્યો.  જેનો ઉપયોગ મેં આઠ મહિના સુધી કર્યો અને આની મદદથી હું 10 કિલોમીટરની મેરેથોન પણ દોડી શક્યો. “

પ્રદીપ કારગિલ યુદ્ધના યોદ્ધા મેજર ડી.પી.સિંઘને તેમનો પ્રેરણા સ્ત્રોત માને છે. વર્ષ 2015 માં, પ્રદીપે તેની સાથે કોચીન મેરેથોનમાં પણ ભાગ લીધો હતો.હકીકતમાં, મેજર ડી.પી.સિંહે પણ યુદ્ધમાં તેનો જમણો પગ ગુમાવ્યા પછી કૃત્રિમ પગથી દોડવાનું શરૂ કર્યું હતું.  પ્રદીપ જણાવે છે, “પ્રોસ્થેટિક પગ લગાવતી વખતે ડૉક્ટર મને સમજાવી રહ્યા હતા કે હવે આની મદદથી તમે સામાન્ય જીવન જીવી શકશો પરંતુ ભાગવું મુશ્કેલ છે. તે વખતે જ મેજર ડી.પી.સિંઘની તસવીર મારા મગજમાં આવી અને મેં વિચાર્યું કે હવે હું કેવું જીવન જીવવા માંગુ છું. તે સામાન્ય પ્રોસ્થેટિક પગની મદદથી, બાળકોની સાથે સાયકલિંગ પર જય છે અને આરામથી સ્કૂટર અને કાર ફેરવે છે. આ સિવાય તે કૃત્રિમ પગ વગર તરી પણ શકે છે. આગામી સમયમાં, તે 10 કિ.મી.ની સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લેવા માંગે છે.  અંતે, તે કહે છે, “જોકે હું પહેલાંની જેમ 50 કિમી દોડ અથવા સાયકલ 200 કિ.મી. માટે સમર્થ નહિં હોઉં, પણ હું ક્યાંય અટક્યો પણ નથી.”

Image Source

આપણને પ્રદીપ કુંભારની વાર્તામાંથી પ્રેરણા મળી છે કે જીવનને સુખી અને સફળ બનાવવા માટે પરિસ્થિતિ કે સંજોગો નહી પરંતુ હિંમતની જરૂર છે. ઉપરોક્ત દરેક માહિતી અમે ઇન્ટરનેટના માધ્યમ થી લીધેલ છે તો અમે આની પુષ્ટિ નથી કરી રહ્યા.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “એક એવા વ્યક્તિ જેને જીવનને સુખી અને સફળ બનાવવા માટે પરિસ્થિતિ કે સંજોગો નહી પરંતુ હિંમતની જરૂર હોય છે,આ વાક્ય ને સાર્થક બનાવ્યું અને આજે દોડે છે મેરેથોન દોડ”

Leave a Comment