IAS, IPS બનવાનું સપનું દરેક યુવાન અને યુવતી જોતા જ હોય છે પરંતુ ઘણા બધા ઓછા લોકો આ સપનાને પૂરું કરી શકે છે ત્યાં જ અમે તમને એવા પરિવાર વિશે જણાવીશું જ્યાં ચાર ભાઈ બહેનો યુપીએસસીની પરીક્ષામાં પાસ થઈ ગયા અને આજે IAS, IPS ના પદ ઉપર તેમની નિમણૂક થઈ છે આ સફળતાની કહાની માં બે ભાઈ અને બે બહેન છે જે ઉત્તર પ્રદેશના લાલગંજમાં રહે છે, અને આ ભાઈ બહેન મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે.
એમના પિતા અનિલ પ્રકાશ મિશ્રા જે ગ્રામીણ બેંકમાં પ્રબંધક હતા, અને તેમને જણાવ્યું કે “હું એક ગ્રામીણ બેંકમાં પ્રબંધક હતો અને મેં મારા બાળકોને શિક્ષાની બાબતમાં ક્યારેય સમાધાન કર્યું નથી અને હું હંમેશા ઇચ્છતો હતો કે તેમને સારી નોકરી મળે અને મારા બાળકોએ પણ પોતાના ભણતર ઉપર ખૂબ જ ધ્યાન આપ્યું.”
ચાર ભાઈ બહેનમાં સૌથી મોટા યોગેશ મિશ્રા આઇએએસ અધિકારી છે, અને તેમને પોતાની પ્રારંભિક શિક્ષા લાલગંજમાં જ પૂરી કરી. ત્યારબાદ મોતીલાલ નહેરુ રાષ્ટ્રીય પ્રદ્યોગિકી સંસ્થામાં એન્જિનિયરિંગ કર્યું. ત્યારબાદ ભણતર દરમિયાન તેમને નોઈડામાં નોકરી કરી પરંતુ તેમને સિવિલ સેવાની પરીક્ષાની તૈયારી પણ ચાલુ રાખી હતી આમ 2013 માં તેમને યુપીએસસી ની પરીક્ષા પાસ કરી અને તેઓ આઈએએસ અધિકારી બની ગયા.
તેમની બહેન ક્ષમા મિશ્રા જે સિવિલ સેવાની તૈયારી કરી રહી હતી અને પહેલા ત્રણ પ્રયાસ દરમિયાન તે પાસ થઈ શક્યા નહીં પરંતુ તેમને ચોથા પ્રયાસ દરમિયાન જ પરીક્ષા પાસ કરી અને તેઓ આઈપીએસ અધિકારી બન્યા.
ત્રીજી બહેન માધુરી મિશ્રા લાલગંજની એક કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઈ ગયા બાદ માસ્ટર કરવા માટે અલ્હાબાદ ગઈ હતી અને ત્યારબાદ તેમને 2014માં યુપીએસસીની પરીક્ષા ખૂબ જ સફળતાપૂર્વક પાસ કરી અને ઝારખંડ કેડરની આઈએએસ અધિકારી બની ગઈ.
લોકેશ મિશ્રા જે હવે બિહાર કેડરમાં છે, અને તે સૌથી નાના ભાઈ છે અને 2015માં યુપીએસસી પરીક્ષા માટે એમને 44 માં નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને હવે તે આઈએએસ અધિકારી છે.
જાણો પિતાએ શું કહ્યું
ચારેય ભાઈ બહેન ના પિતાએ જણાવ્યું કે આજે મારા બાળક આઈએએસ અને આઇપીએસ અધિકારી બની ગયા છે, અને હું ભગવાનથી બીજું શું માંગુ મને દરેક વસ્તુ મળી ગઈ છે બાળકોની આવી તરક્કી જોઈને હું ખૂબ જ કરવાનો અનુભવ કરું છું.
1 thought on “એક પિતાના ચાર બાળકો બન્યા IAS, IPS ઓફિસર, પિતાનું માથું થયું ગર્વથી ઊંચું…”