સોશીયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં એક બાળક ચહેરા પર હાસ્ય સાથે કરી રહ્યો છે અદભુત ડાન્સ, જે યુઝર્સને આપે છે દયાબેનની યાદ

Image Source

સોશિયલ મીડિયા પર અવારનવાર આવા વીડિયો સામે આવે છે, જે અચંબો પમાડે તેવા હોય છે, જ્યારે કેટલાક વીડિયો ચહેરા પર હાસ્ય લાવે છે. ઇન્ટરનેટ પર હાલના દિવસોમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક માસૂમ બાળક ચહેરા પર સ્મિત સાથે અદ્ભુત ડાન્સ કરતો જોવા મળે છે. એવો ડાન્સ જે તમારો દિવસ સુધારી દેશે, મસ્તીમાં નાચતું આ બાળક તમને તમારા બાળપણની યાદ તો અપાવશે જ, સાથે મનને પણ આનંદથી ભરી દેશે.

 

View this post on Instagram

 

A post shared by RVCJ Media (@rvcjinsta)

બાળકે કર્યો અદ્ભુત ડાન્સ

ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા આ વીડિયોમાં ત્રણ – સાડા ત્રણ વર્ષનો આ બાળક શાનદાર ડાન્સ કરી રહ્યો છે. તેના સ્ટેપ્સ તમને એક પોપ્યુલર ટીવી શોની મુખ્ય અભિનેત્રીની યાદ અપાવશે. ગરબા સ્ટાઈલમાં ડાન્સ કરતા આ બાળકના એક્સપ્રેશન્સ પણ કમાલ છે. ડાન્સ કરતી વખતે તે હસતો રહે છે અને ડાન્સ કરીને તેને જોનારા લોકોને પણ ડાન્સ કરવા મજબૂર કરે છે. વીડિયોમાં પાછળ લોકસંગીત વાગી રહ્યું છે અને બાળક ગરબા સ્ટાઈલમાં અદભૂત ડાન્સ કરી રહ્યો છે.

યુઝર્સને યાદ આવ્યાં ‘દયાબેન’ – આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે, તેના પર દોઢ લાખથી પણ વધુ લાઈક્સ આવી છે. યુઝર્સ આ બાળકનો ડાન્સ જોઈને ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની દયાબેનને યાદ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું, ‘દયાનો બીજો પુત્ર.’ તેમજ એક બીજા યુઝરે લખ્યું, ‘બાળપણ આવું જ હોય ​​છે, બેપરવાહ.’ બાળકનો ડાન્સ જોઈને તમે પણ કહેશો કે બાળપણના દિવસો કેટલા સુંદર હોય છે, જ્યારે ન તો કોઈ ચિંતા હોય અને ન કોઈ જવાબદારી.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “સોશીયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં એક બાળક ચહેરા પર હાસ્ય સાથે કરી રહ્યો છે અદભુત ડાન્સ, જે યુઝર્સને આપે છે દયાબેનની યાદ”

Leave a Comment