આ 5 ભૂલોથી સંબંધો થઈ જાય છે ખરાબ! લગ્ન જીવનમાં પણ આવી શકે છે મુશ્કેલીઓ!

Image Source

નમસ્કાર મિત્રો આપ સૌનું આજના રસપ્રદ આર્ટીકલમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એવી બાબતો ઉપર જેનાથી સંબંધ ખરાબ થઈ જાય છે અને લગ્ન જીવનમાં પણ મુશ્કેલી હોવા આવી શકે છે સામાન્ય રીતે બે વ્યક્તિઓ જ્યારે રિલેશનમાં આવે છે તેનો સીધેસીધો મતલબ છે કે તે વ્યક્તિઓ માત્ર જોડાયા નથી પણ સાથે સાથે બે હૃદય પણ જોડાયા છે પણ આપણને સૌને ખબર છે કે દરેક વિચારો દરેક મગજના વિચારો સરખા નથી હોતા અને જ્યારે વિચારો અલગ પડતા હોય ત્યારે બે વ્યક્તિઓ વચ્ચે મત મતાંતર થતો હોય છે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે સંબંધોની અંદર નાના નાના ઝઘડાઓ ચાલતા હોય છે અથવા તો બોલા ચાલી ચાલતી હોય છે પણ એ બધું થવું તો સામાન્ય છે પણ ઘણી બધી વખત આ ઝઘડાઓ એટલા મોટા થઈ જતા હોય છે કે સંબંધ તૂટવા ઉપર વાત આવી જતી હોય છે તો આજના આર્ટીકલ માં અમે આપને કહેવાના છીએ કેવી તો કઈ બાબતો છે જેના કારણે લગ્નજીવનમાં પણ મુશ્કેલી આવી શકે છે અને સંબંધો પણ બગાડવાની નોબત જાય છે તો ચાલો આજે આપણે આજના રસપ્રદ આર્ટીકલ માં તેની વિશે વાત કરીએ.

Image Source

૧. પાર્ટનર સાથે ચીટિંગ કરવી :

જ્યારે બે વ્યક્તિઓ રિલેશનમાં આવતા હોય છે ત્યારે તેઓ એકબીજાથી વફાદારીની આશા રાખતા હોય છે પણ ઘણી બધી વખત થતું એવું હોય છે કે કોઈ એક પાર્ટનર વફાદાર રહેતું નથી અને તે રિલેશન ની અંદર પણ તેના પાર્ટનરને ચિટ કરે છે. આવા સમયની અંદર સામેવાળા પાર્ટનરને જો આ વાતની ખબર પડે તો ભરોસો તૂટવાની સંભાવનાઓ રહેતી હોય છે અને જ્યારે કોઈ એક વ્યક્તિનો ભરોસો આપણી ઉપર તૂટી જાય છે તો તે ભરોસો બીજીવાર બાંધી શકાતો નથી જેથી કોઈ પણ દિવસ પાર્ટનર સાથે દગો ન કરવો જોઈએ.

Image Source

૨. ખોટું બોલવું અથવા વાતો છુપાવવી :

ઘણી બધી વખત કોઈ એક વ્યક્તિ એવું વિચારતો હોય છે કે મારા પાર્ટનરને હું ખોટું બોલીશ અને વાતો છુપાવીશ કારણ કે તે નથી ચાહતો હતો કે તેના સામે વાળો જે પાર્ટનર છે તેને ખબર પડે કે સાચી વાત શું છે અથવા તે વાત તેને ખબર પડવાથી તેની પર ખરાબ અસર પડી શકતી હોય છે જેથી તે વ્યક્તિ વાતો છુપાવતો હોય છે પણ ઘણી બધી વખત આવી વાતો જ્યારે સામે આવે છે ત્યારે સામેવાળા પાટણને ખૂબ જ ખોટું લાગી જાય છે અને આપણે એવું વિચારેલું હોય છે કે સામે આવે ત્યારે જોયું જ હશે પણ હકીકતમાં એવું કંઈ થતું નથી અને સંબંધ સીધો તૂટવા ઉપર આવી જતો હોય છે તો આ બધી બાબતો લગ્નજીવનમાં પણ મુશ્કેલી લાવી શકે છે.

૩. મુદાઓને ટાળવાની આદત :

ઘણી બધી વખત પાર્ટનરને ઘરની અંદર પણ ખૂબ જ સમસ્યાઓ નડતી હોય છે ત્યારે તેવા સમયની અંદર પાર્ટનર તમને એ વાત કહેવાનું વિચારે છે પણ જ્યારે તમને વાત કરે છે ત્યારે તમે જો મુદ્દાઓને ટાળી નાખો છો અને કહો છો કે હું તો કામમાં વ્યસ્ત છું મને આ બધી બાબતો માટે સમય જ નથી તો આવા સમયની અંદર એ પાર્ટનરનો તમારા પરનો ભરોસો ઉઠતો જશે અથવા તો એવું માનશે કે આને કહીને તો કોઈ ફાયદો જ નથી અને તે મને મનની અંદર ઘૂંટીને જીવ્યા કરશે તો આવા સમયની અંદર તમારો સંબંધ બગાડવાના સો ટકા ચાન્સીસ છે એટલે તમારો પાર્ટનર જ્યારે તમને કોઈ પણ વાત કહે છે તો તેને ધ્યાનથી સાંભળો અને તે સમસ્યાને દૂર કરવાના તમારા તરફથી ચોક્કસ પ્રયાસો કરવો જેનાથી તમારા પાર્ટનરનો ભરોસો પણ તમારી ઉપર ટકી રહે.
મિત્રો આશા છે તમને અમારો આ રસપ્રદ આર્ટીકલ પસંદ આવ્યો હશે અને જો તમને અમારો આ રસપ્રદ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો તમારો કીમતી પ્રતિભાવ આપવાનું બિલકુલ પણ ન ચૂકતા અને હા તમે અહીંયા સુધી અમારો આર્ટીકલ વાંચી ચૂક્યા છો તો તમારો ખુબ ખુબ દિલથી આભાર.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “આ 5 ભૂલોથી સંબંધો થઈ જાય છે ખરાબ! લગ્ન જીવનમાં પણ આવી શકે છે મુશ્કેલીઓ!”

Leave a Comment