આ યુટ્યુબરે આશરે 2.4 કરોડ ની લક્ઝરી કારને સળગાવી નાખી, જાણો શું કામ અને જુવો વિડિયો

આવું કોણ કરે છે ભાઈ?

એક રશિયન યુટ્યુબરે પોતાની એક કરોડની મર્સિડીઝ કાર ને સળગાવી દીધી. તેના આ વીડિયો ઇન્ટરનેટ પર ફરતો થયો છે. લોકોને આ જોઈ આશ્ચર્ય થાય છે કે કોઈપણ વ્યક્તિ આવું કેમ કરી શકે? યુટ્યુબર ને મીશા અથવા મિખાઇલ લિટ્વિન તરીકે ઓળખવામા આવે છે, જે યુટ્યુબ પર લગભગ પાંચ મિલિયન સબ્સ્ક્રાઇબર્સ ધરાવે છે. જ્યારે ઇન્સ્ટાગ્રામ પર ૧૧.૩ મિલિયન ફોલોઅર્સ છે. આ વ્યક્તિ તેની આશરે 2.4 કરોડ  ની મર્સિડીઝ જીટી ૬૩ એસ કારને બાળીને ટ્રેન્ડિંગ વિષય બન્યો છે. એક યુઝરએ આ પર લખ્યું છે કે અમેરિકન બ્લોગરો આઇફોન તોડે છે, રશિયન બ્લોગર્સ મર્સિડીઝને બાળી રહ્યા છે. વાહ રે દુનિયા!

જ્યારે નવી મર્સિડીઝ બળીને રાખ થઇ ગઈ

ImageSource

આ વિડિઓ ૨૪મીઓક્ટોબરે યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો હતો જેન લખો વ્યૂસ અને લાઈક મળી છે અને હજી મળી રહી છે અને હા સાથે સાથે હજારો લોકોએ તેને નાપસંદ પણ કર્યું છે. વિડિઓ શેર કરતી વખતે, યુટ્યુબરે લખ્યું કે “મેં ઘણું વિચાર્યું કે મારે આ શાર્ક સાથે શું કરવું…અને બાળી દેવી એ મારા માટે એક સારો વિચાર હતો. હું ખુશ નથી! ‘

આટલી મોંઘી કાર કેમ બાળી?

Image Source

ઘણા લોકોએ કહ્યું કે આ યુટ્યુબરે પોતાના ફોલોવર વધારવા માટે આ કર્યું છે. જ્યારે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મર્સિડીઝના આ મોંઘા મોડેલને લઈને યુટ્યુબરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કારને ઘણી વખત સ્થાનિક મર્સિડીઝ ડીલરશીપ પાસે મોકલવામાં આવી હતી. પરંતુ તેણે કથિત રીતે કાર ઠીક કરવાની ના પાડી દીધી!

આ વિડિઓમાશું છે?

Image Source

આ વીડિયોમાં જોઈ શકાય છે કે યુટ્યુબર આ નવી દેખાતી મર્સિડીઝ કારને ખાલી મેદાનની વચ્ચે લાવીને ઉભી રાખે છે. તે ગાડી ની ડેકી માંથી તેલના ઘણા ડબ્બાઓ બહાર કાઢી એક પછી એક કાર પર નાખવા લાગે છે. થોડે દૂર ગયા જઈનેતે આગ પર ફુલમો બનાવે છે અને તે દરમિયાન ઘાસ પર સળગતું લાઈટર ફેંકી દે છે. આ આગ ઘાસ માંથી પસાર થઈને મર્સિડીઝ કારને પોતાના મા સમાવી લે છે અને મિનિટોમા જ લક્ઝરી કાર બળીને ખાખ થઈ જાય છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment