શું શિયાળામાં મોઈશ્ચરાઇઝરનો ઉપયોગ કર્યા પછી પણ તમારી ત્વચા ડ્રાય રહે છે??તો તેને લગાવવાની આ પદ્ધતિ અજમાવો

Image Source

જો મોઈશ્ચરાઇઝર લગાવ્યા પછી પણ શિયાળામાં ત્વચા સૂકી થઈ રહી હોય તો તે જરૂરી છે કે તમે યોગ્ય મોઈશ્ચરાઇઝર પસંદ કરો અને તેને લગાવવાની પદ્ધતિ પર ધ્યાન આપો.

શિયાળાની ઋતુ હોય અને ત્વચામાં શુષ્કતાની સમસ્યા ન થાય એવું બની શકતું નથી. જેની ત્વચા ઑયલી હોય છે તેને પણ શિયાળામાં મોઈશ્ચરાઇઝરની જરૂર પડવા લાગે છે. આ તે સમય છે જ્યારે યોગ્ય મોઈશ્ચરાઇઝરના અભાવે તમારી ત્વચા ફ્લેકી થઈ જાય છે. શિયાળાની ઋતુ જ એવી છે જેમાં તમારે તમારા નિયમિત મોઈશ્ચરાઇઝરને બદલે કોઈ અન્ય મોઈશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો પડી શકે છે.

એક જ મોઈશ્ચરાઇઝર બધાને અનુકુળ આવે તે જરૂરી નથી. મોઈશ્ચરાઇઝરનો ઉપયોગ પણ તમારે તમારી ત્વચા પ્રમાણે કરવો જોઈએ. જો જોવામાં આવે તો તમારે યોગ્ય મોઈશ્ચરાઇઝરની પસંદગીથી લઈને તેને સરખી રીતે ઉપયોગ કરવા સુધી ઘણું બધું કરવું જોઈએ. તો ચાલો આજે તેના વિશે વાત કરીએ અને તમને થોડા હેક્સ જણાવીએ જે શુષ્ક ત્વચાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરશે.

કેવી રીતે મોઈશ્ચરાઇઝર પસંદ કરવુ

શિયાળામાં મોઈશ્ચરાઇઝર પસંદ કરતી વખતે તમારે તે વાત સમજવી જરૂરી છે કે તે ફક્ત ડ્રાય ત્વચા માટે નહિ પરંતુ આ બધી સમસ્યાઓ માટે કામ કરે –

  • તેમાં SPF પણ હોવું જોઈએ જેથી સનસ્ક્રીનનું કામ પણ કરી શકે.
  • તેને લગાવવા પર ત્વચા ચીકણી થાય નહિ એટલે તે સરખી રીતે ત્વચામાં શોષાય.
  • ત્વચાની ચમક પણ મોઈશ્ચરાઇઝર વધારી શકે છે.

ત્વચાના પ્રમાણે મોઈશ્ચરાઇજર

તૈલીય ત્વચા

તૈલીય ત્વચા વાળા લોકોને વોટર બેઝ્ડ મોઈશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ. તે વધારે હેવી બિલ્ડ અપ ત્વચામાં થવા દેતી નથી અને તેનાથી ખીલવાળી ત્વચા પર પણ અસર થતી નથી. એવું મોઈશ્ચરાઇઝર લેવાનો પ્રયત્ન કરો જેમા બેઝ વોટર હોય.

શુષ્ક ત્વચા

તમારે જાડુ મોઈશ્ચરાઇઝર લેવાનું છે જે ત્વચામાં શોષાય પણ થઈ શકે અને સાથેજ એવા પ્રોડક્ટનો ઉપયોગ કરો જેમાં પેટ્રોલિયમ વાળા પ્રોડક્ટ જેમકે વેસેલીન, ગ્લિસરીન હોવું જોઈએ, વિટામિન-ઈ જેવા તત્વો હોવા જોઈએ જે પાણીને તમારી ત્વચા પરથી ઉડવા ન દે . મોટાભાગે રાત્રીના સમયે ઉપયોગ થનારા પ્રોડક્ટ વધારે સારા હોય છે.

Image Source

નોર્મલ ત્વચા

નોર્મલ ત્વચા જે ના તો વધારે ઑયલી હોય છે ના ડ્રાય તેમાં પણ વોટર બેઝડ મોઈશ્ચરાઇઝર વધારે સારું હોય શકે છે. આલ્કોહોલ ફ્રી ઓર્ગેનિક તત્વ વાળા પ્રોડક્ટ નોર્મલ ત્વચા વાળા લોકો માટે સારી સાબિત થઈ શકે છે.

સંવેદનશીલ ત્વચા

શિયાળો સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકો માટે વધારે ખરાબ સાબિત થઈ શકે છે જેનાથી તેની ત્વચા લાલ થઈ જાય છે અથવા તો ત્વચા પરથી ચામડી નીકળવા લાગે છે. આવી ત્વચા વાળા લોકોને જેટલું ઓછું બની શકે તેટલા ઓછા કેમિકલનો ઉપયોગ કરવો જોઈએ. આવી સ્થિતિમાં તમારે વધારે સુંગધ વાળા ઘટકો, સલ્ફેટ અને પૈરાબેન વાળા ઘટકો વગેરેથી બચવું જોઈએ. આ ઉપરાંત, એલોવેરા અને કેમોલી જેવા ઘટકો જે તમારી ત્વચાને સુખદાયક અસર આપે તે વધારે જરૂરી છે.

એજિંગ ત્વચા

જેમ-જેમ આપણી ઉંમર વધતી જાય છે તેમ-તેમ આપણી ત્વચા પણ શુષ્ક થવા લાગે છે. આવી સ્થિતિમાં ઓઇલ આધારિત મોઈશ્ચરાઇઝરનો ઉપયોગ વધારે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે પેટ્રોલિયમ આધારિત પ્રોડક્ટ જેમકે પેટ્રોલિયમ જેલી વગેરેનો ઉપયોગ કરી શકો છો.

હવે તમને જાણ થઈ ગઈ હશે કે મોઈશ્ચરાઇજર કઈ રીતે પસંદ કરવુ જોઈએ તો ચાલો તમને તે જણાવીએ કે તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો.

Image Source

શિયાળામાં મોઈશ્ચરાઇઝરનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો?

શિયાળામાં આપણી ત્વચા પેહલેથી જ શુષ્ક હોય છે અને ગરમ પાણીથી સ્નાન કરવાના કારણે ત્વચા વધારે શુષ્ક થઈ જાય છે અને ત્વચા નું કુદરતી તેલ પૂરું થઈ જાય છે. આવી સ્થિતિમાં તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

હંમેશા ત્વચા જ્યારે થોડી ભેજવાળી હોય ત્યારે જ મોઈશ્ચરાઇજર લગાવો. જો તમે તેને એકદમ શુષ્ક ત્વચા પર લગાવશો તો ભારે મોઈશ્ચરાઇઝર સરખી રીતે ફેલાશે નહી અને તેથી ત્વચામાં શુષ્ક પેચ રહી જશે.

જો વધારે શુષ્ક ત્વચા છે તો મોઈશ્ચરાઇઝરની સાથે બે ત્રણ ટીપા ગ્લિસરીન ને ઉમેરીને પછી તેને ત્વચા પર લગાવો.

મોઈશ્ચરાઇઝરની સાથે વિટામિન ઈ કેપ્સ્યુલ ઓઈલ પણ નાખી શકાય છે જેનાથી ત્વચાને પોષણ મળે અને ફોલ્લીઓ થાય નહિ.

ધ્યાન રાખો કે મોઈશ્ચરાઇજરની જરૂર થોડા કલાક પછી પડી શકે છે અને તેને ફરીથી લગાવવાની જરૂર પડે છે.

મોઈશ્ચરાઇજર લગાવીને પાણીથી ચેહરો અથવા શરીરના અન્ય ભાગ વારંવાર ધોવા નહિ.

શિયાળામાં કેવા પ્રકારના મોઈશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ અને કેવું મોઈશ્ચરાઇઝર લેવું જોઈએ તે પણ તમને જણાવી દીધું છે. જો તમારી ત્વચામાં ખૂબ વધારે સમસ્યા થાય છે તો તમે પેહલા ડોકટર સાથે વાત કરો અને પછી તમારા માટે યોગ્ય મોઈશ્ચરાઇઝર પસંદ કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment