ફેવરીટ કલર પરથી જ કોઇપણ વ્યક્તિને જાણી લેવાય…તમે પણ ચેક કરી લો…

હર કોઈ માણસને પોતાની પસંદનો કલર અને એ કલરની વસ્તુઓ વધુ પસંદ આવે છે. બધા કલરના અમુક એવા ગુણ છે અને એ પસંદગીના કલર ઉપરથી વ્યક્તિના સ્વભાવ વિશેની જાણકારી મળી રહે છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ આ વાતને સ્વીકારવામાં આવે છે કે, વ્યક્તિના પસંદગીના કલરને આધારે વ્યક્તિના ગુણ જાણી શકાય છે, તેનું વ્યક્તિત્વ જાણી શકાય છે. 

ચાલો, તૈયાર થઇ જાઓ આજના લેખમાં તમે કોઈ અન્ય વ્યક્તિ વિશેની જાણકારી મેળવવા ઈચ્છો તો માત્ર જાણી લો તેની પસંદગીનો કલર કયો છે? પસંદગીના કલર ઉપરથી તેના નેચર એટલે કે સ્વભાવને જાણી લઈએ.

પર્પલ એટલે કે જાંબલી કલર :

Image Source

જે લોકોને આ કલર પસંદ હોય છે એ વ્યક્તિ ક્રિએટીવ હોય છે. કોઇપણ કામને વધુ સારી રીતે કરવામાં તેની માસ્ટરી હોય છે સાથે નવા વિચારો તેની પાસે ખુબ હોય છે. આ કલરના ચાહકો કોઈની કોપી કરવામાં માનતા નથી. તે ખુદ તેના દમ પર બધું ઉભું કરે છે. સ્વાભવથી પ્રેમાળ હોય છે અને સાથે લોકો સાથે બહુ સારી રીતે વર્તે છે.

બ્લેક એટલે કે કાળો કલર :

Image Source

જે લોકોને આ કલર પસંદ હોય છે તેને ગુસ્સો બહુ આવે છે. આવા લોકોને કોઇપણ કામમાં બદલાવ પસંદ નથી આવતો જેને લીધે આ કલરના ચાહકો અમુક વાતને જલ્દીથી સ્વીકારી શકતા નથી. આ કલર જેને પસંદ હોય છે એ અન્ય લોકો કોઈની સામે ક્યારેય ઝૂકતા નથી અને સાથે બુદ્ધિથી કામ કરીને બધાને હાર આપે છે. સંબંધોમાં એકદમ ‘પરફેક્ટ’ હોય છે અને સૌથી વધુ પ્રેમીની ખાતીરદારી કરતા હોય છે.

યલો એટલે કે પીળો કલર :

Image Source

પીળા કલરમાં એક પ્રકારની ઉર્જા છે, જે શરીરને ઉર્જાવાન રાખે છે. આ કલરના શોખીન લોકો ચંચળ મનના હોય છે. નાની-નાની વાતને ભૂલાવીને આગળ જવામાં માનતા હોય છે, પણ ક્યારેક તેનો સ્વભાવ સાવ બાળક જેવો થઇ જાય છે. બધાને મદદ કરે છે પણ તેના સમયમાં કોઈ બાજુમાં નથી આવતું આ પણ એક ખાસિયત બનતી હોય છે.

રેડ એટલે કે લાલ કલર :

Image Source

જે લોકોને લાલ કલર પસંદ હોય છે તેવા લોકો વધુથી વધુ અન્ય લોકોને આકર્ષી શકે તેવા હોય છે. હજારોની સંખ્યામાં બધા કરતા અલગ દેખાવું એ આ કલર ચાહકોની ખાસિયત હોય છે. જોશથી ભરપૂર હોવાને કારણે અન્ય વ્યક્તિ તેની સાથે બેસવાનું અને મનની વાત શેયર કરવાનું પસંદ કરે છે. બધા કામ જાતે જ પુરા કરવામાં માને છે અને સંબધમાં કોઈનો ઉપયોગ કરી લેવો એ કુટેવ રાખતા નથી.

પિંક એટલે કે ગુલાબી કલર :

ઈમોશનલ થઇ જવું કે વાતમાં કઈ ન હોય અને રડવું આવી જાય આવું બધું આ કલરના ચાહકોના ગુણ જોવા મળે છે. આવા વ્યક્તિઓ રોમેન્ટિક હોય છે પણ ક્યારેક રોમાન્સની લાગણીમાં વધુ સેન્સેટીવ થઇ જાય છે. અન્ય લોકો સાથેના સંબંધમાં સારું કે ખરાબ એ અવગણના કરતા હોય છે. સુંદર વ્યક્તિઓ તેને વધુ પસંદ આવે છે.

વ્હાઈટ એટલે કે સફેદ કલર :

Image Source

મનથી શાંત અને શાંતિપ્રિય માણસ હોય છે પણ પ્રેમના મામલે આ કલરના ચાહકો વધુ ઈમોશનલ હોય છે. બધા સાથે સંબંધ રાખવો હોય છે પણ નિભાવવા માટે બહુ આળસ કરતા હોય છે. આ લોકોને નવા અન્ય લોકો સાથે ભળી જવામાં વાર લાગે છે અને પ્રિય મિત્ર સાથે બધી વાત કરવામાં બહુ આનંદ લે છે.

બ્લ્યુ એટલે કે બ્લ્યુ કલર :

Image Source

જે લોકોને આ કલર પસંદ હોય છે એ લોકો આસપાસના વાતાવરણને બહુ એન્જોય કરતા હોય છે અને માહોલને જાણી લે છે. બધાની સાથે ચાલવામાં પ્રાથમિકતા આપે છે. આ કલરના ચાહકોમાં ખુબ સર્જનાત્મકતા હોય છે એટલે તેને બધુ સ્વીકાર્ય જ હોય છે. ભરોષો મૂકી શકાય એવા વ્યક્તિઓ હોય છે.

ગ્રીન એટલે કે લીલો કલર :

Image Source

આ કુદરતી કલર છે અને પ્રકૃતિની નિશાની છે. બધા લોકોને સ્વીકાર કરવામાં આ કલરના ચાહકો આગળ હોય છે. દરેક ભૂલની માફી આપીને તેને ભૂલી જવામાં માને છે. ઝઘડા કરવાથી દૂર રહે છે અને સાથે બધાને ખુશ રાખે છે. છોકરીઓ બોયફ્રેન્ડને પ્રેમ કરવામાં કોઈ હદ બાકી રાખતી નથી.

તમારા મિત્રો સાથે આ લેખને શેયર કરવાનું ભૂલતા નહીં. અહીં તમને એકદમ નવીન માહિતી જાણવા મળતી રહેશે..

Author : Fakt Gujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *