COVID-19: શું તમારા બાળકો ફેસ માસ્ક નથી પહેરતા??? તો આજે જ જાણો આ ટિપ્સ…

Image Source

Lockdown પૂરું થતાં જ લોકો હવે સાવધાનીપૂર્વક પોતાના કામ માટે બહાર નીકળી રહ્યા છે. પરંતુ હવે પહેલા જેવુ નથી રહ્યું, ખાસ કરી ને આવતા મહિનાઓ માં ખૂબ જ સાવચેતી રાખવી પડશે. કોરોના વાઇરસ થી બચવા માટે સામાજિક દૂરી અને વ્યક્તિગત સ્વચ્છતા પર ધ્યાન આપવું જરૂરી છે. એમજ માંની લો કે કોરોના કાળ માં પોતાને એક નવી દુનિયા માં રહેવા માટે તૈયાર કરવું.

Image Source

આની સાથે જ આપણે આપણાં બાળક ને નવી શીખ આપવી જોઈએ. પહેલા અને આજ ના માં ફરક સમજાવાની જરૂર છે. Social distancing, માસ્ક અને હાથ ધોવાનું શું મહત્વ છે. એ  આપણે બાળકો ને સમજાવા જરૂરી છે. સંક્રમણ થી દૂર રહેવા માટે કઈ કઈ વાતો નું ધ્યાન રાખવું એ સમજાવું માતા- પિતા ની જવાબદારી છે. બાળકો તેને સ્વીકારવા માટે ના પણ પાડી દે છે, તો આવા માં આપણે આ વાત નું ધ્યાન રાખવું જોઈએ.

Image Source

લાંબા સમય સુધી ફેસ માસ્ક નો ઉપયોગ કરવો એ બાળકો માટે થોડું કઠિન છે. હવે તમે  એ વિચારો છો કે આના માટે બાળકો ને કેવી રીતે સમજાવા તો અહી આપેલ કેટલીક ટિપ્સ તમને મદદ કરશે.

Image Source

બાળકો ને હકીકત થી સામનો કરાવામા  કઈ ખોટું નથી. ના, તમને એવું નથી કહેતા તમે બધી જ જાણકારી આપી દો  જેથી એમના માં ડર પેસી જાય, તમે  એવું કહી શકો કે આ સમયે ચહેરા ને ઢાંકી રાખવો અને હાથ ધોવા થી જીવાણુઓ થી બચી શકાય છે. અને તમે સુરક્ષિત રહી શકો છો. પોતાની વાત સરળ શબ્દો માં સમજાવી.

કહેવાય છે કે બાળકો ઘર ના મોટા નું જોઈ ને શીખે છે. જો તમે ઘર માં માસ્ક લગાઈ ફરતા દેખાશો તો એ તમને જોઈ ને શીખશે,પોતે પણ એ ટ્રાય કરશે. તમે તમારા બાળક ના મિત્રો ના માંતા પિતા ને પણ આ કહી શકો છો કે તમે તમારા બાળક નું ફેસ કવર કરી ને ફોટોસ કે  વિડિયો શેર કરો જેથી બાળક એક  બીજા નું જોઈ ને શીખે .

Image Source

બાળક પાસે થી તરત જ ફેસ mask રૂટીન માં પહેરવા માટે ની કોઈ આશા ન રાખશો અને તેમણે ઘર માં માસ્ક પહેરવા માટે ની પહેલા પ્રૅક્ટિકસ પડવા દો. બાળકો એમના દરરોજ ના કામ માં ફેસ માસ્ક  નો ઉપયોગ કરી શકે છે, જેમ કે ઘર માં રમતી વખતે, વિડિયો કોલ દરમિયાન , મૂવી જોતાં સમયે વગેરે..

જો તમારું બાળક હજી પણ ફેસ માસ્ક પહેરવા તૈયાર ના હોય તો તમે એમના માટે એમની પસંદ નું ફેસ માસ્ક તૈયાર કરવા કહી શકો છો જેમ કે એ ઘરે જાતે જ પોતાનું ફેસ માસ્ક બનાવે. જેના થી એમના માં રુચિ વધશે.

બાળક જ્યારે પણ ફેસ માસ્ક પહેરશે તો એ વાત નું ધ્યાન રાખવું કે બાળક ને બરાબર રીતે ફેસ માસ્ક ફિટ થયું છે કે  નહીં??? ક્યાંક એ વધારે  ઢીલું કે વધારે ફિટ તો નથી ને???

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *