તમારૂ બોડી પણ બની શકે છે આર્મી ઓફિસર જેવું – માત્ર બે વાતનું નિયમિત પાલન કરવું પડે…

આર્મીના જવાનોને જોઈએ તો આપણને ખૂદને એવું લાગે કે આપણી બોડી કાંઈ જ નથી. એકદમ મજબૂત બોડી અને ભરાવદાર બાંધાને કારણે તેનો લૂક પણ જબરદસ્ત આવે છે. સાથે દરેક કપડા પણ શોભે છે. તો ચાલો, આજના આર્ટીકલમાં એક એવી જ વાત જાણીએ કે આર્મી ઓફિસર જેવું દેખાવવું હોય તો શું કરવું પડે? શરીરને મજબૂત બાંધાનું કરવા માટે કઈ પદ્ધતિ કારગર રહેશે? તો એ વાતનો જવાબ તમને આર્ટીકલમાં આપોઆપ મળી જશે.

એમ, બોલીવૂડમાં પણ પોલીસના રોલમાં અથવા કમાન્ડોના રોલમાં જોવા મળતા એકટર સુપર લૂકિંગ દેખાતા હોય છે. પણ આ બધું થાય છે કઈ રીતે? તો એ પાછળ સૌથી મહત્વનું હોય છે એકસરસાઈઝ અને પ્રોપર ડાયેટ પ્લાન.

“વિક્કી કૌશલ” બોલીવૂડમાં ખૂબ જ જાણીતા હોય તેવા અભિનેતા છે. તેને મસાન, રાઝી, મનમર્જીયા જેવી ઘણી હીટ ફિલ્મો કરેલી છે. એ પછી તેની છેલ્લે ફિલ્મ “ઉરી – ધ સર્જીકલ સ્ટ્રાઈક” આવી. જેમાં વિક્કીને સારી લોકચાહના મળી હતી.

ઉરી ફિલ્મમાં વિક્કી કમાન્ડરનો રોલ નિભાવતા જોવા મળે છે. જેમાં તેને એકદમ પરફેક્ટ બાંધાના દેખાવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. જેમાં આર્મી ઓફિસર જેવા દેખાવવા માટે ૧૫ કિલો વજનને વધારવું પડ્યું હતું. એ માટે એકસરસાઈઝ અને ડાયેટ બંને સાથે ચાલી રહ્યું હતું. જેના પરિણામે શૂટિંગ વખતે તેની બોડી એકદમ આર્મી ઓફિસર જેવી દેખાતી હતી. સેલિબ્રિટી ટ્રેનર “રાકેશ ઉડીયાર” તેને ટ્રેન કરી રહ્યા હતા.

શરીરને મજબૂત બનાવવા માટે કસરતથી કસવું પડે. ખાસ તો કસરતને અતિ મહત્વ આપવું પડે. એવી રીતે શરૂઆતમાં વિક્કીના ડાયેટ પ્લાનમાં ૨૫૦૦ કેલેરીની માત્ર રાખવામાં આવી હતી. જેમાં મીડીયમ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ, ફેટ અને પ્રોટીનની વધુ માત્ર રાખવામાં આવી હતી. એ પછી કેલેરીની માત્ર ૨૫૦૦ થી વધારીને ૩૫૦૦ કરવામાં આવી હતી. ત્યારે તેના ડાયેટમાં ઓછું કાર્બોહાઈડ્રેટ, ઓછો ફેટ અને ઓછું પ્રોટીન સામેલ કરવામાં આવ્યું.

વધુ કાર્બોહાઈડ્રેટ લેવાથી ચહેરા પર આડઅસર થાય છે, જેથી તેની માત્રા ઓછી કરી દેવામાં આવી હતી. આવી ડાયેટ પ્લાનને ફોલો કરતા કરતા તેનો વજન ૭૬ કિલો થી વધીને ૯૬ કિલો થઇ ગયો હતો.

થોડો સમય આ રીતે વર્કઆઉટ કર્યું અને ખોરાક પર ધ્યાન રાખવામાં આવ્યું તો વિક્કીના શરીરમાં વધુ પડતી ચરબી જમા થઇ ગઈ. બાદ તેને ડાયટીંગનો સહારો લઈને શરીરને યોગ્ય કર્યું. તેના ટ્રેનરે તેને ૩૫૦૦ કેલેરીથી ચાર્ટ ઘટાડીને ૨૦૦૦ કેલેરી ડાયેટમાં ઉમેરીને શરીરના બાંધાને મજબૂત કરવામાં સપોર્ટ કર્યો. છેલ્લે વિક્કીનો વજન ઘટીને ૮૬ કિલો કરવામાં આવ્યો હતો.

આ રીતે મુખત્યત્વે બાબતમાં ડાયેટ પ્લાન ફોલો કરીને અને વર્કઆઉટ દ્વારા શરીરના વજનને મેન્ટેન કરી શકાય છે. જેમાં મુખ્ય બાબત બે છે, “ખોરાકની માત્રા” અને “શરીરને જરૂર પડતી કેલેરીની માત્રા…”

તમે પણ ડાયેટ પ્લાનને ફિક્સ કરીને શરીરને મજબૂત બાંધાનું બનાવી શકો છો. તેમજ વર્કઆઉટ દ્વારા વજનને વધારે અથવા ઓછું કરી શકો છો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *