જો તમારા બ્યુટી પ્રોડક્ટ્સ જલદી ખરાબ થઈ જાય છે, તો તેનો મતલબ એવો છે કે તમે તેની સરખી સાર સંભાળ કરતા નથી. તમારા કોસ્મેટીક પ્રોડક્ટ નો સરખી રીતે ઉપયોગ અને દેખરેખ કરીને તમે સરળતાથી તેની ઉંમર વધારી શકો છો. અમે તમને જણાવી રહ્યા છીએ બ્યુટી પ્રોડક્ટસ ને સુરક્ષિત અને ચોખ્ખા રાખવાના સરળ ઉપાય.
તમારા બ્યુટી પ્રોડક્ટ્સને આ રીતે સુરક્ષિત અને ચોખ્ખા રાખો:
૧. લિપસ્ટિક ને આ રીતે સુરક્ષિત અને ચોખ્ખી રાખો:
લિપસ્ટિકની શેલ્ફ લાઇફ વધારવા માટે તેને હોઠ પર લગાવ્યા પછી તેની ટીપને એક વાર આંગળી પર ફેરવો અને પછી તેને બંધ કરો. લિપસ્ટિકને ઠંડી જગ્યાએ રાખો અને લીપ બ્રશથી લગાવો. લીપ બ્રશને કોટન બોલથી સાફ કરો.
૨. આઈ અને લીપ પેન્સિલને આવી રીતે સુરક્ષિત અને ચોખ્ખી રાખો:
ક્યારેય પણ આઈ પેન્સિલને થુંક થી ભીની કરીને ન લગાવવી. આવું કરવાથી ચેપ લાગવાનો ભય રહે છે.
Image Source
૩.આઈશેડો અને આઈલાઈનર ને આવી રીતે સુરક્ષિત અને ચોખ્ખી રાખો:
ચેહરા નો સૌથી નાજુક ભાગ છે આંખ. તેને ચેપ લાગવાથી બચાવવા માટે તમારો વ્યક્તિગત આઈશેડો તેમજ લાઈનરનો જ ઉપયોગ કરો. આઈશેડો બ્રશથી લગાવવું. બ્રશને દર મહિને બદલી નાખો કે ડિસ્પોઝેબલ બ્રશનો ઉપયોગ કરો.જો લાંબા સમય સુધી બ્રશનો ઉપયોગ કરવાનો હોય તો બ્રશ કે સ્પંચ ને ક્યારેક-ક્યારેક ધોઈ લો. લાઇનર લગાવતી વખતે તેને વધારે સમય માટે ખુલ્લી ન રાખવી.
૪. મસ્કરા ને આ રીતે સુરક્ષિત અને ચોખ્ખી રાખો:
તેનો ઉપયોગ વધારે સમય સુધી ન કરવો જોઈએ. તમારી મસ્કરા બીજાને લગાવવા માટે ન આપવી. મસ્કરા બ્રશને જમીન ઉપર પડવા દેવું નહીં, કેમકે તેના પર કીટાણું લાગવાનો ભય રહે છે.
૫. આઈ જેલ અને ક્રિમને આ રીતે સુરક્ષિત અને ચોખ્ખી રાખો:
દરરોજ હવા તેમજ બેક્ટેરિયાના સંપર્કમાં આવવાથી આઈ જેલ અને ક્રીમ ખરાબ થઇ શકે છે તેથી ચોખ્ખા હાથથી જ તેનો ઉપયોગ કરવો.
૬. લિક્વિડ ફાઉન્ડેશનને આ રીતે સુરક્ષિત અને ચોખ્ખી રાખો:
ત્વચા પર લગાવતા પહેલા ફાઉન્ડેશનને સારી રીતે હલાવી લો. તેનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખવું કે ફાઉન્ડેશન હંમેશા તમારી હથેળીઓની વચ્ચે જ કાઢવું.
૭. કન્સીલર ને આ રીતે સુરક્ષિત અને ચોખ્ખી રાખો:
કન્સીલર ની સેલ્ફ લાઈન વધારવા માટે કન્સીલર બ્રશ નો દર વખતે ઉપયોગ કર્યા પછી ધોવાનું ન ભૂલો.
૮. ફેસ ક્રીમ અને લોશન ને આ રીતે સુરક્ષિત અને ચોખ્ખું રાખો:
ઘણા બધા લોશન અને ક્રીમ માં વિટામિન એ, સી અને ઈ હોય છે અને પ્રોડક્ટનો ઉપયોગ કર્યા પછી અને ખુલ્યા બાદ હવાના સંપર્કમાં આવવાથી તેની અસર ઓછી થઈ જાય છે, તેથી ઉપયોગ કર્યા પછી તરત જ તેનું ઢાંકણ બંધ કરો અને ચોખ્ખા હાથથી ક્રીમ કે લોશન કાઢો.
આ રીતે તમારા કોસ્મેટિક્સની શેલ્ફ લાઈન વધારો:
- બ્યુટી પ્રોડક્ટ ની સુરક્ષિત રાખવા માટે તેને સૂકી,ઠંડી અને અંધારી જગ્યાએ રાખો. તડકો, ભેજ અને ગરમીથી બ્યુટી પ્રોડક્ટ ને બચાવીને રાખો. કોઈપણ સ્કીન કેર પ્રોડક્ટ કે કોસ્મેટિકનો ઉપયોગ કર્યા પહેલા હાથને સાફ કરી લો. જ્યારે પણ હાથ પર ક્રીમ કે લોશન કાઢો છો ત્યારે હાનીકારક કિટાણુ ક્રીમ કે લોશનમાં ભળી જાય છે. જો હાથ ધોયેલા હોય તો ભય ઓછો રહે છે.
- મેકઅપ બ્રશ, સ્પંચ, પફ નો ઉપયોગ કર્યા પછી દર વખતે ધોઈને રાખો.
- પ્રોડક્ટ ને લગાવ્યા પછી બોટલ કે ડબ્બીનું ઢાંકણ ફિટ બંધ કરીને રાખો, ખાસ કરીને જો પ્રોડક્ટમાં સુગંધ અને આલ્કોહોલ હોય તો.
કોઈપણ પ્રોડક્ટમાં નિર્દેશ વગર પાણી ન ભેળવવું. પાણી ભેળવવાથી તેનું ડાયલ્યુશન થઈ જાય છે અને તેમનું પીએચ બેલેન્સ બદલી જાય છે. તેનાથી પ્રોડક્ટમાં રહેલું પ્રિઝર્વેટિવ અસર કરતું નથી, કેમ કે પાણી ઉત્પાદની સુગંધ તેમજ રંગ બંનેને પરિવર્તિત કરી દે છે. - જો તમે કોઇ ક્રીમ કે લોશનની મોટી બોટલ ખરીદી છે, તો તેને તમારી જરૂરિયાત મુજબ કોઈ નાની બોટલ માં કાઢી લો, પરંતુ ધ્યાન રાખવું કે ક્રીમ કાઢવા માટે સ્ટરલાઈઝર સ્ટેપુલા નો ઉપયોગ કરો.
- સીલ બંધ ક્રીમ, લોશન કે લિપસ્ટિક, જેનો હજુ ઉપયોગ નથી કર્યો તેને વધારે સમય સુરક્ષિત રાખવા માટે ફ્રિઝમાં રાખો.
- તમારા પર્સ અને હેન્ડબેગમાં વધારે બ્યુટી પ્રોડક્ટ ન રાખવી, કેમ કે શરીરના તાપમાન અને ગરમીને લીધે ઉત્પાદ ની અનુકૂળતા નાશા પામે છે અને ક્યારેક ક્યારેક તેનો કલર પણ બદલવા લાગે છે.
- જો તમે કોસ્મેટિક ને બાથરૂમ માં રાખો છો તો તેને બંધ કેબિનેટમાં રાખો.
- કોઈપણ કોસ્મેટિકનો ઉપયોગ કર્યા પછી જો ત્વચા પર ખંજવાળ, બળતરા કે લાલ ચકતા ઉભરાઈ આવે તો તેનો ઉપયોગ તરત જ બંધ કરીને ડોકટરને બતાવવું.
- તમારા બ્યુટી પ્રોડક્ટસ ક્યારેય પણ બીજા સાથે શેર કરવા નહીં. તેનાથી ચેપ લાગવાનો ભય રહે છે.
ઘરે પણ મેનિક્યોર તેમજ પેડિક્યોર કરતા પહેલા બધા સાધનો ને કોઈ એન્ટિસેપ્ટિક લોશનથી સાફ જરૂર કરવા.
હંમેશા બ્રાન્ડેડ કંપની ના કોસ્મેટીક ખરીદવા.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team