વિશ્વના આશ્ચર્યજનક તથા સુંદર મંદિરો, તેની સુંદરતા જોઈને તમારી આંખો પર તમને વિશ્વાસ નહીં થાય.

Image Source

મંદિર જો સુંદર હોય તો ભક્તિ પણ થોડી વધી જાય છે, દુનિયાભરમાં આવા જ અમુક સુંદર મંદિરો તમને આજે બતાવીશું અને તેના વિશે જણાવીશું.

મંદિર ભલે ગમે તેવું બન્યું હોય પરંતુ જો આપણા મનમાં ભક્તિ છે તો તૂટેલા મંદિરમાં પણ આપણને ભગવાન દેખાય છે. મંદિરની જર્જરિત હાલત હશે તો પણ તમને તેમાં આસ્થાનો રંગ જોવા મળશે, પરંતુ જો મંદિર ભવ્ય બનાવવામાં આવે તો તે પણ ખુબ સારુ છે. આવા મંદિર શહેર નું ગૌરવ હોય છે તથા તે આકર્ષણનું કેન્દ્ર પણ બને છે.

ઘણા મંદિરો વિશ્વભરમાં બનાવવામાં આવ્યા છે જે ફક્ત તેમની ભવ્યતા અને સુંદરતા માટે જાણીતા છે. ભારતમાં તેમજ વિશ્વનાં અન્ય અનેક દેશોમાં આવા ઘણા મંદિરો છે. ત્યાં ભલે હિન્દુ ધર્મમાં માનવામાં આવતા ભગવાન ન રહેતા હોય પરંતુ તે મંદિર ભક્તો માટે ખૂબ જ વિશેષ છે.

જાણો વિશ્વભરમાં બનેલા કેટલાક ભવ્ય અને સુંદર મંદિરો વિશે.

Image Source

પારો તત્કસંગ , ભૂટાન

સાઉથ એશિયા નો એક ભાગ જે ભૂટાન નું સૌથી ઓળખીતું નામ છે પારો તત્કસંગ. તેને તટો સંગ પાલફગ મઠ પણ કહેવામાં આવે છે. ૧૦,૦૦૦ ફૂટથી વધુ ની ઊંચાઈ પર બનેલા મંદિર પ્રકૃતિની વચ્ચે બનાવવામાં આવ્યું છે. અહીં આવતા લોકો પ્રકૃતિના સુંદર નજારો જોઈને આશ્ચર્ય ચકિત થઈ જાય છે. અહીં મંદિરની આસપાસ સુંદર પર્વતો છે અને ત્યાં લીલોતરીથી ભરેલી ખાડીઓ પણ છે.

Image Source

અંગકોર વટ, કંબોડિયા 

અંગકોર વટ એ વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે જેનું કદ સૌથી મોટું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર ૧૨મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. પહેલા તે એક હિંદુ મંદિર હતું પરંતુ પછીથી તે બૌદ્ધ ધર્મ માટે માનવામાં આવ્યું હવે તે એક બુદ્ધ મંદિર છે.

Image Source

બોરોબુદુર , ઈન્ડોનેશિયા

જાવા નું ઇન્ડોનેશિયન આઇસલેન્ડ હજી પણ ઘણા લોકોએ જોયું નથી. ઘણા લોકોને એ ખબર નથી કે અહીં બેસવાનું સૌથી મોટું બુદ્ધ મંદિર બનાવવામાં આવ્યું છે આ મંદિર આઠમી કે નવમી સદીમાં બનાવવામાં આવ્યો હતો તેમાં ૩ ટાયર્ડ સ્તૂપ છે તેની આસપાસ વધુ ૭૨ સ્તૂપ છે જેના પર બુદ્ધની પ્રતિમા બનાવવામાં આવી છે.

Image Source

સુવર્ણ મંદિર, અમૃતસર

માત્ર શીખ સમુદાય જ નહીં પરંતુ અન્ય સમુદાયના લોકો પણ આ અમૃતસરના સુવર્ણ મંદિર ની મુલાકાત લે છે. સુવર્ણ મંદિર ની પોતાની એક વિશિષ્ટ ખાસિયત તથા તેની પવિત્ર છબી છે. તેથી તે દરેક વ્યક્તિની સામે ભક્તિનું કેન્દ્ર બને છે, આ મંદિરને તેનું નામ એટલા માટે મળ્યુ કારણ કે તે ૪૦૦ કિલો સોનાથી બનાવવામાં આવ્યું હતું. અહીં દરરોજ ૨૦ હજાર લોકો લંગર ખાવા આવે છે. ખાસ પ્રસંગોએ આ સંખ્યા વધીને એક લાખ થઈ જાય છે.

Image Source

લોટસ ટેમ્પલ, નવી દિલ્હી

આ લોટસ ટેમ્પલ બહાની સમુદાય નું મંદિર છે.  આ સમુદાય વિશ્વના દરેક ધર્મમાં માને છે. આ મંદિરથી તેમનું તાત્પર્ય પવિત્રતાથી છે. તે માનવતા માં એકતાનું પ્રતીક પણ માનવામાં આવે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment