ખૂબ તાકાત મળશે જ્યારે ઘરે બનાવેલી હાઈ પ્રોટીનથી ભરપુર સત્તુ ની બરફી ખાશો – જાણો રેસીપી

Image Source

સત્તુ ની બરફી, એક ખૂબ જ સરળ સ્વાદિષ્ટ મીઠાઈ છે. કેટલાક ખાસ ઘટકો યોગ્ય માત્રામાં ભળી જવાથી તેનો સ્વાદ ખૂબ વધારે વધી જાય છે. સતુમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. સત્તુ ની બરફી ભારતીય રસોઈમાં ભારતીય પરંપરાથી તૈયાર કરેલી રેડી ટુ ઈટ નાસ્તા માંથી એક છે. બજારમાં ઉપલબ્ધ કોઈપણ પ્રોટીન બારથી વધારે સારી છે. સામાન્ય રીતે સત્તુ ઘરે જ તૈયાર કરવામાં આવે છે, પરંતુ ભારતમાં તે બજારમાં પણ મળી આવે છે. તમે ઈચ્છો તો બજારમાંથી સત્તુ નો લોટ ખરીદીને ઘરે તેનાથી સ્વાદિષ્ટ બરફી તૈયાર કરી શકો છો. જ્યારે તમારી પાસે સમય હોય ત્યારે તમે આ રેસિપી અજમાવી શકો છો. સતુની બરફીને પ્રોટીન બાર નામે પણ ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ આ રેસિપી ને ઘરે કેવી રીતે બનાવી શકાય છે.

મુખ્ય વાનગી માટે:

  • ૨૦૦ ગ્રામ ચણાની દાળ
  • ૧૨૦ ગ્રામ ઘી
  • ૧૨૦ ગ્રામ દળેલી ખાંડ
  • જરૂરિયાત મુજબ નટસ અને ઓઇલ સિડસ
  • જરૂરીયાત મુજબ બદામ
  • જરૂરિયાત મુજબ કેસર

બનાવવાની રીત:

સ્ટેપ 1.

એક વાસણમાં ચોખ્ખી ચણાની દાળ લો અને તેને ધીમા તાપે હળવી શેકી લો. જ્યાં સુધી તે ગોલ્ડન બ્રાઉન ન થાય, અને થોડી સુગંધ ન આવે ત્યાં સુધી તેને શેકો. હવે તેને ઠંડુ થવા દો.

Image Source

સ્ટેપ 2.

રોસ્ટેડ ચણા દાળ અને શેકેલી ચણા દાળ ઠંડી થયા પછી મિક્સર જારમાં લો, અને તેને પીસીને તેનો બારીક પાવડર બનાવી લો. તમારો સતુનો લોટ તૈયાર થઈ ગયો છે.

Image Source

સ્ટેપ 3.

બારીક પીસેલી ચણાદાળનો પાવડર અને સતુને એક વાસણમાં લો, તેમાં શુગર પાવડર નાખો અને તેને સરખી રીતે ભેળવી લો. હવે તેમાં ઉપરથી ઘી નાખો અને બધી સામગ્રીને સરખી રીતે ભેળવી લો.

Image Source

સ્ટેપ 4.

આ મિશ્રણને સરખી રીતે લોટની જેમ ગૂંથી લો, જ્યારે તમારો દોહ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય. તેને પ્લેટમાં ફેલાવો, પ્લેટમાં ફેલાવતા પહેલા નીચે ઘી લગાવી દો. હવે તેમાં ઉપરથી એલચી પાવડર નાખો અને કાપેલા બદામના ટુકડા, કેસર નાખીને શણગારો.

Image Source

સ્ટેપ 5.

બરફીને 30 મિનિટ માટે ઠંડુ થવા દો અને તેને ચોરસ ટુકડામાં કાપી લો. તમે ઈચ્છો તો તમારા મનપસંદ કોઇપણ આકારમાં કાપીને પીરસી શકો છો. તમારી સત્તુ ની બરફી તૈયાર છે. તેને ગરમ ગરમ કે ઠંડુ થયા પછી પીરસી શકાય છે. તમે ઈચ્છો તો સાંજના સમયે ચા કે કોફી સાથે તેને સાંજના નાસ્તા રૂપે લઈ શકો છો. કે પછી તમે ઈચ્છો તો તેને દિવસ દરમિયાન જ્યારે પણ નબળાઈ લાગે ત્યારે પ્રોટીન બારની જેમ ખાઈ શકો છો. સતુ ના ઉપયોગથી તરત એનર્જી મળે છે. તેમાં પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. સતુ ચરબીને ઘટાડવામાં, બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જેનો વજન ઝડપથી વધે છે તેમણે સતુનો ઉપયોગ નિયમિત કરવો જોઈએ. તમે સતુને નમકીન કે મીઠાઈ કોઈપણ રીતે ઉપયોગ કરી શકો છો. તાત્કાલિક ઉર્જા માટે આપવામાં આવતી પદ્ધતિ અનુસાર સતુની બરફીનો ઉપયોગ કરી શકાય છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment