કોરોનાકાળમાં મધનું સેવન કરવાથી તમને ઘણો ફાયદો મળી રહેશે… આયુર્વેદમાં પણ મધને અમૃત સમાન ગણવામાં આવે છે…

Image Source

કોરોનાને કારણે આપણે બધાજ હેરાન પરેશાન થઈ ગયા છે. ખાસ કરીને હાલ આપણે એવી વસ્તુઓ ખાવાનું વધારે પસંદ કરીએ છીએ કે જે આપણા શરીર માટે સારી હોય છે. તેમા પણ જે વસ્તુઓને કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ વધતી હોય તેવી વસ્તુઓ ખાવી વધારે સારી રહેતી હોય છે. કારણકે કોરોના સામે જો તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે હશે તોજ તે તમારા શરીર માટે ફાયદાકારક રહેશે,,.

આજે અમે વાત કરવા જઈ રહ્યા છે મધ વીશે…બાળકોથી માંડીને વૃદ્ધો સુધી બધાને મધ ગમતુંજ હોય છે. આયુર્વેદમાં પણ મધને અમૃત સમાન ઔષધી માનવામાં આવે છે. કારણકે મધનું સેવન કરવાથી ભલભલા રોગ દૂર થઈ જતા હોય છે. ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે મધ સૌથી બેસ્ટ ઔષધી માનવામાં આવે છે.

મધમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો રહેલા હોય છે. જેના કારણે ડૉક્ટરો પણ બીમારીમાં મધ ખાવાની સલાહ આપતા હોય છે. બીજી એક ખાસ વાત એ છે કે મધના સેવનથી શરીરને ઉર્જા મળી રહેતી હોય છે. સાથેજ આરોગ્યની દ્રષ્ટીએ મધને અત્યંત ગુણકારી માનવામાં આવે છે. કારણકે તેના કારણે આપણું શરીર સ્વસ્થ, સુંદર, ઉર્જાવાન અને નિરોગી રહેતું હોય છે…

ક્યારેય પણ ખરાબ નથી થતું

સાંભળીને આપને નાવઈ લાગશે કે મધ ગમે તેટલું જુનુ થાય પરંતુ તે ક્યારેય પણ ખરાબ નથી થતું. દરરોજ એક ચમચી મધનું સેવન કરવાથી આપણા શરીરને અઢળક ફાયદાઓ મળી રહેતા હોય છે. જેના કારણે કોઈ પણ બીમારી પણ આપણાને નથી થતી. આ સીવાય આપને જણાવી દઈએ કે મધ જેમ જેમ જુનુ થાય તેમ તેમ તે વધું ઉપયોગી થતું જાય છે.

ખાંસી માટે રામબાણ ઈલાજ

જો તમને લાંબા સમયથી ઉધરસની સમસ્યા છે. તો મધનું સેવન કરવાથી તમારી ઉધરસ દૂર થશે. કારણકે મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ રહેલા હોય છે. જે સંક્રમણને અટકાવવાનું કામ કરે છે. ઉપરાંત મધને કારણે સરળતાથી કફ જેવી ગંભીર સમસ્યાથી પણ આપણાને રાહત મળતી હોય છે. જેથી જો તમને ખાંસી આવતી હોય તો મધનું સેવન તમારા માટે સૌથી વધારે ફાયદાકારક છે.

વજન ઘટાડવા મદદરૂપ

મધનું સેવન કરવાથી આપણા શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઓછું થાય છે. જેમા તમારે હળવા ગરમ પાણીમાં મધ ભેળવીને સવારે ખાલી પેટ તેને પી શકો છો. ખાસ તમને જણાવી દઈએ કે આવું કરવાથી જો તમને ગળામાં દુખાવો હશે તો તે પણ દૂર થશે. સાથેજ તમારું વજન પણ ઘટશે. જેથી જે લોકો પોતાનું વજન ઘટાડવા માંગે છે. તેમણે ખાસ આ વસ્તુ કરવી જોઈએ…

કબજિયાતની સમસ્યા દૂર થશે

કબજિયાત અનેક રોગોનુ કારણ છે. કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે મધ ખૂબજ ફાયદાકારક છે. જેથી તેનું નિયમિત સેવન કરશો તો તમને ગેસ એસિડિટી જેવી સમસ્યાથી પણ રાહત મળી રહેશે. ઉપરાંત કબજિયાતથી રાહત મળેવવા માટે મધને ટામેટાના રસમાં મિકસ કરીને પી શકો છો. જેના કારણે તમને ઘણો લાભ થશે,

શરીરના ઘા પર પણ લગાવી શકશો

મધમાં એન્ટી બેક્ટેરિયલ તેમજ એન્ટીઈન્ફલામેટરી જેવા ગુણ રહેલા હોય છે. જેના કારણે જો કોઈ પણ જગ્યાએ તમને સોજા આવી ગયા છે. કે પછી કોઈ જગ્યાએ તમને ઘા થયો છે. તો ત્યા તમે મધનો સીધો ઉપયોગ કરી શકો છો. જેના કારણે તમને ઘણો આરામ મળી રહેશે.

સ્કીન માટે ફાયદાકારક

મોટા ભાગના લોકોની સ્કીન ઉનાળામાં ખરાબ થઈ જતી હોય છે. પરંતુ જો તમારી પણ સ્કીન શુષ્ક છે. તો ત્વાચા પર મોઈશ્ચર લાવવા માટે તમે મધનો ઉપયોગ કરી શકો છે. આ માટે તમે ખાસ ફેસપેક તરીકે મધનો ઉપયોગ કરી શકો છે. જેથી તમારી ત્વચા સારી રહેશે.

આ સીવાય પણ ઉલ્લેખનિય છે કે તુલસી આદુના રસને પણ મધ સાથે લેવાથી શરદી મટી જતી હોય છે. ઉપરાંત હળદર અને સૂંઠનુ ચૂર્ણ પણ મધ સાથે જો તમે લેશો તો તમારી શ્વાસની તકલીફ દૂર થશે. અને જો તમને શરીરમાં અશક્તિ રહેતી હોય છે. તો એક કપમાં દૂધમાં મધ ઉમેરીને પીશો તો પણ તમને કબજીયાતની સમસ્યાથી રાહત મળી રહેશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *