સીસમના પાનના આ ફાયદાઓ જાણીને તમે થશો આશ્ચર્ય ચકિત, કરે છે શરદી-ખાંસીથી લઈને હૃદયરોગની સારવાર 

Image Source

સીસમનું વૈજ્ઞાનિક નામ એનીબા રોઝાએંડોર છે. સીસમને તેના લાકડા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, તેનું લાકડું ખૂબ જ મોંઘું હોય છે તેથી તેને મોટી ઇમારતોમાં વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે સીસમ ના વૃક્ષના ઔષધીય ફાયદાઓ પણ ઘણા છે. સીસમ ના પાન ને આયુર્વેદિક માં જડીબુટ્ટીના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે . સીસમ ના પાન માંથી નીકળતું પ્રવાહી ઘણા રોગોના ઉપચાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેની સાથે જ વૃક્ષ માંથી નીકળતું તેલ દર્દનાશ, કામોત્તેજના, જીવાણુ રોધક કીટનાશક અને સ્ફુર્તિદાયક જેવા કામમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે બ્રાઝિલમાં સીસમના વિશાળકાય વૃક્ષ જોવા મળે છે. તેના ઔષધીય ફાયદાઓ જોતા લોકોમાં જાગૃતતા ફેલાવવા ની ખૂબ જરૂર છે, અને તેના વિશે માહિતી પણ લેવી એટલી જ આવશ્યક છે. જેનાથી દરેકને ખબર પડે કે સીસમનું વૃક્ષ આપણી માટે કેટલું ફાયદાકારક અને ઉપયોગી છે.

સીસમના પાન ના ફાયદા

ડિપ્રેશનને દૂર રાખવામાં મદદગાર

સીસમના તેલનું સેવન કરવાથી ડિપ્રેશનમાં રહેતા વ્યક્તિને થોડા સમયમાં રાહત મળે છે. તેનું સેવન તમને નિરાશા અને ઉદાસી થી દૂર રાખે છે. તેની સાથે જ આપણને જીવનમાં સકારાત્મક ઉર્જા સાથે આગળ વધવા માટે મદદ કરે છે. આ તેલનો ખાવામાં પ્રયોગ એવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે જે લોકો પોતાના લક્ષ્યને હાસિલ કરી શક્યા નથી.

દર્દમાં રાહત માટે

જો તમને દાંત માં,ઘૂંટણમાં તથા માથામાં દુખાવો છે તો તમને સીસમના તેલથી ખૂબ જ રાહત મળશે. જો તમને દાંતમાં દુખાવો છે તો સીસમના તેલમાં ડુબાડીને દાંતની વચ્ચે મૂકવાથી તમને દાંત નો દુખાવો શાંત થઈ જશે. તમને માથામાં દુખાવો છે તો સીસમના તેલની માલિશ કરવાથી માથાનો દુખાવો ઓછો થઈ જશે. અને તમને ઘૂંટણમાં દર્દ હોય તો તેલ ગરમ કરીને તેના પર માલિશ કરવાથી દુખાવો ઓછો થશે અને રાહત મળશે.

હૃદય રોગમાં ફાયદાકારક

જો તમારું કોલેસ્ટ્રોલ વધી ગયું છે અને તમે હૃદયની બીમારીથી ગ્રસ્ત છો તો સીસમના તેલનું સેવન તમારી માટે ખૂબ જ ફાયદાકારક અને રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. સીસમના તેલનું સેવન આપણા રક્ત પ્રવાહને યોગ્ય રાખે છે. આ તેલથી બનાવેલું જમવાનું જમવાથી પાચન શક્તિ મજબૂત બને છે, તેથી જો તમને આ પ્રકારની બીમારી હોય તો તમે સીસમના તેલનું સેવન કરી શકો છો.

ઉબકા ઉલટી ના ઉપચારમાં

ઉબકા આવવા અથવા જીવ ગભરાવો તે આપણી માટે ખૂબજ  ખરાબ સ્થિતિ હોય છે એવામાં આપણને કઈ જ સારું લાગતું નથી અને શરીરમાં બેચેની રહે છે. આ બધી તકલીફ માં સીસમના તેલનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય ઊલટી આવવી, કફ ,શરદી તણાવ તથા ત્વચા સંબંધિત રોગ, અને પિમ્પલ્સ માં પણ સીસમનું તેલ  અસરકારક છે.

ઈજા પર ફાયદાકારક

આપણા શરીરમાં ઘણા બધા ઘા અથવા તો ઈજા થઈ જાય છે તેને ભરવા માટે સીસમ નું તેલ ખૂબ ફાયદાકારક છે. જ્યાં ઇજા થઇ છે ત્યાં હળદરમાં સીસમનું તેલ મિક્સ કરીને તે જગ્યા ઉપર બાંધો, આમ કરવાથી તમારો ઘા ખૂબ જ જલદી સારું થઈ જશે. તે સિવાય એડી ફાટવાની સમસ્યામાં પણ સીસમનું તેલ લગાવવાથી એડી ની રંગત ફરી પાછી એવી જ થઈ જાય છે.

આંખોની લાલાસ દૂર કરવા

 આપણે જે આંખોની સહાયતાથી આખી સૃષ્ટિને જોઈ શકીએ છીએ તે આંખોને સુરક્ષિત રાખવા માટે સીસમના પાન ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે આપણી આંખમાં જીવ જંતુ કે કોઈ કીટાણું પડી જાય ત્યારે આપણી આંખ લાલ થઈ જાય છે તેનો ઉપચાર સીસમ ના પાન થી સંભવ છે. આંખ ના દર્દ માટે પણ સીસમ ખૂબ જ ફાયદાકારક છે .

સીસમના કુણા પાન ને મિક્સરમાં પીસીને  તેની લુગદી બનાવી ને રાત્રે આંખ ઉપર મૂકીને પાટો બાંધીને સૂઈ જવાથી આંખોની લાલાશ અને આંખોમાં દુખાવો દૂર થઈ જાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment