તમે ઘરે કુલચા બનાવવા ઇચ્છો છો!!! તો તેના માટે લોટ ગુંથવાના સરળ સ્ટેપ શીખો

Image Source

જો તમારે ઘરે જ બજાર જેવા કુલચા બનાવવા છે, તો તમારે પેહલા તેના માટે લોટ ગૂંથવાની સાચી રીત શીખવી જોઈએ.

મટર કુલચા અને છોલે કુલચા તમે ઘણી વાર ખાધા હશે. ઘરે પણ આ રેસીપીને તૈયાર કરવી ખુબજ સરળ છે. પરંતુ સામાન્ય રીતે છોલે અને મટર તો ઘરે તૈયાર કરી શકાય છે, પરંતુ કુલચા બજારમાંથી તૈયાર ખરીદીને લાવે છે. તેનું કારણ છે કે લોકોને ઘરે કુલચા બનાવતા આવડતું નથી અને જે આ બનાવવાની રીત વિશે જાણે છે, તેનાથી તે સરખી રીતે બની શકતા નથી.

બજાર જેવા પરફેક્ટ કુલચા ઘરે બનાવવી ખૂબ સરળ રેસિપી તમને ઇન્ટરનેટ પર મળી જશે. મેં પણ શરૂઆતમાં રેસિપી જોઈને જ ઘરે કુલચા બનાવવાની ટ્રાય કરી હતી. પરંતુ મારા કુલચા ખૂબજ કઠણ બન્યા હતા. મેં આ રેસીપીને ઘરે ઘણી વાર ટ્રાય કરી અને હવે મને સમજાયું કે જો કુલચા બનાવવા માટે તમે મેંદાને સરખી રીતે ગુથ્યો છે તો તમારા કુલચા બજાર જેવા જ નરમ બનશે.

ઘણી સ્ત્રીઓને કુલચા માટે લોટ તૈયાર કરવામાં ખૂબ સમસ્યા થાય છે. તેથી આજે અમે તમને જણાવીશું કે કુલચા માટે લોટ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે. તેના કેટલાક સરળ સ્ટેપ છે, જેને ફોલો કરી તમે ઘરે કુલચા બનાવી શકો છો.

Image Source

સ્ટેપ 1

સૌ પ્રથમ મેંદાને સારી રીતે ચાળી લો. મેંદો જેટલો વધારે સારો હશે કુલચા ( બટેકા કુલચા રેસિપી) માટે લોટ તેટલો જ સારો તૈયાર થશે. ઘણી સ્ત્રીઓ સ્વાસ્થ્ય માટે મેંદાની સાથે ઘઉંનો લોટ મિક્સ કરી દે છે. પરંતુ તેમ કરશો નહિ કેમકે કુલચા મેંદાથી જ સારી રીતે તૈયાર થઈ શકે છે.

 

સ્ટેપ 2

હવે મેંદામાં તમારે આથો લાવવા માટે ચપટી બેકિંગ સોડા મિક્સ કરવાનો છે. જો તમે 1 કપ મેંદો લીધો છે તો 1 ચપટી બેકિંગ સોડા નાખો અને 2 કપ મેંદો લીધો છે તો 2 ચપટી બેકિંગ સોડા નાખો. ત્યારબાદ તમારે બેકિંગ સોડાને એક્ટિવેટ કરવા માટે 1 વાટકીમાં દહીં નાખવાનું છે. તેની સાથેજ તમારે 1/2 નાની ચમચી મીઠું નાખવું જોઈએ. હવે તમે આ મિશ્રણને ગુંથવાનું શરૂ કરો. એ વાતનું ધ્યાન રાખો કે તમારે મેંદો ગુંથતી વખતે પાણીનો ઉપયોગ કરવાનો નથી, તેના બદલે તમે દહીંનો ઉપયોગ કરો અને શક્ય હોય તેટલો નરમ બાંધો.

Image Source

સ્ટેપ 3

કુલચા માટે મેંદાને ગૂંથવાની રીત ખૂબ અલગ હોય છે. તમારે તેને મસળી મસળીને બાંધવાનો છે. આ દરમિયાન તમારા હાથમાં મેંદો ચોટશે, પરંતુ ચિંતા કરશો નહિ. તમે જેંટલો મેંદો મસળશો, તેટલો જ તમારો લોટ ચીકણો તૈયાર થશે. લગભગ 10 મિનિટમાં તમારો લોટ તૈયાર થઈ જશે. ત્યારબાદ તમારે એક કોટનના એક પાતળા કપડાને ભીનું કરી આ લોટ ને 10 મિનિટ માટે એમ જ રાખો. તેનાથી લોટ આથાને કારણે ફૂલી જશે. 10 મિનિટ પછી તમારે ફરીવાર લોટને 5 મિનિટ ગૂંથવાનો છે.

સ્ટેપ 4

હવે તમારો લોટ કુલચા બનાવવા માટે તૈયાર છે. હવે તમે તેને 4 ભાગમાં વહેંચી લો અને પછી વણી લો. તમારે તેને થોડો વધારે વણવો પડશે કેમકે મેંદો સંકોચાય છે. હું તવા પર જ કુલચા બનાવી લઉં છું, મારે માઇક્રોવેવ અથવા ઓવનની જરૂર પડતી નથી. તેથી હું તમને તેની સરળ રીત જણાવું છું. કુલચાને જ્યારે વણી લો ત્યારે તેની બીજી બાજુમાં પાણી લગાવો અને પાણીવાળી બાજુ તવા પર રાખો. હવે તમે તવાને ઢાંકી દો અને થોડીક સેકન્ડ માટે કુલચાને પાકવા દો. પછી તેને બીજી બાજુ ફેરવો. આમ ધીમા તાપે ગરમ કરો. આ રીતે તમારા કુલચા તૈયાર થઈ જશે.

કુલચા માટે લોટ તૈયાર કરવાની આ રીત તમને પસંદ આવી હોય, તો આ લેખને શેર અને લાઈક જરૂર કરો. સાથેજ આ પ્રકારના અન્ય કુકિંગ હેક્સ જાણવા માટે ફક્ત ગુજરાતી વેબસાઈટ સાથે જોડાયેલ રહો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “તમે ઘરે કુલચા બનાવવા ઇચ્છો છો!!! તો તેના માટે લોટ ગુંથવાના સરળ સ્ટેપ શીખો”

Leave a Comment