આ એલ્યુમિનિયમ ફોઈલનો તમે ઉપયોગ કરો છો પણ તેની મજેદાર ટ્રીક્સ જાણો છો?

લે આ શું? તમને થતું હશે કે અહીં કઈ વાત  ચાલી રહી છે, તો તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે બજારથી કે રેસ્ટોરન્ટમાંથી જમવાનું ઓર્ડર કરો છો તો ત્યારે પાર્સલ ઘર કે ઓફીસ સુધી પહોંચે છે તેમાં એલ્યુમિનિયમ ફોઈલ હોય છે. પણ શા માટે આ રાખવામાં આવે છે એ જાણો છો? નહીં ને.. આ એલ્યુમિનિયમ ફોઈલ બહુ જ ઉપયોગી વસ્તુ છે અને ખરેખર તમારે તેના વિશે રસપ્રદ માહિતી જાણવી હોય તો આજનો આર્ટિકલ વાંચવાનું ભૂલતા નહીં.

Image Source

ચાલો, થઇ જાઓ તૈયાર કારણ કે એલ્યુમિનિયમ ફોઈલ એ કોઈ સામાન્ય વસ્તુ નથી અને તેના વિષે બધા જાણતા હોતા પણ નથી એટલે તો આપ સૌ ને માહિતી જણાવવા માટે અમે આવી ગયા છીએ. તો જાણીએ એલ્યુમિનિયમ ફોઈલથી જોડાયેલ અમેઝિંગ હૈકસ…

એલ્યુમીનીયમ ફોઈલ તમારી આસપાસ ઘણી જગ્યાએ વપરાય છે અને આપણે સૌ તેનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ પણ તેના વિષે વધારાની માહિતી આપણને ખબર હોતી નથી એટલા માટે તો આજનો આર્ટિકલ તમને ખુબ કામ લાગશે.

એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ જમવાનું ગરમ રાખવા માટે કરવામાં આવે છે, બેકિંગ માટે કરવામાં આવે છે અને એથી વિશેષ wifi માટે પણ ઉપયોગી થાય છે. એટલે તો એલ્યુમિનિયમ ફોઈલ બહુ કામની વસ્તુ માનવામાં આવે છે. તો આજે એ વિષેની માહિતી આગળ જાણીએ તો :

1. ઈસ્ત્રી માટે બેસ્ટ :

Image Source

કપડાને ઈસ્ત્રી કરવાનું કામ ઘણા લોકો માટે ઘરની સૌથી મોટી માથાના દુઃખાવા જેવું હોય છે. અને સૌ કોઈ જલ્દીથી આ કામ પૂરું કરવા માટેનું વિચારે છે. તો એવામાં તમે એલ્યુમિનિયમ ફોઈલને ઉપયોગમાં લઇ શકો છો.

વાસ્તવમાં એલ્યુમિનિયમ ફોઈલ ઉર્જાને સાચવી રાખે છે અને કપડાને ઈસ્ત્રી કરવા માટે બહુ જ કામ આવે છે. કપડાને બંને સાઈડથી ઈસ્ત્રી કરવા માટે એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરી શકો છો. એટલે કે કપડા એકસાથે બંને સાઈડ ઈસ્ત્રી થઇ શકે છે. અને કપડાને દાઝવાની સમસ્યા પણ રહેતી નથી.

તમે જો વધારે આ વિષેની માહિતી જાણવા ઈચ્છતા હોય તો યુટ્યુબ સર્ચ કરીને ઘણી ટેકનીક જાણી શકો છો સાથે સાથે ઈસ્ત્રી કરવાના સ્માર્ટ આઈડીયાઝ પણ મેળવી શકો છો.

2. સામાનને એકસાથે કરો સાફ :

તમે પહેલા તો અહીં લખેલ ટાઈટલ વાંચીને થોડું અજુગતું લાગતું હશે પણ આ સત્ય વાત છે કે એલ્યુમિનિયમ ફોઈલને વાસણ સાફ કરવા માટે પણ ઉપયોગમાં લઇ શકાય છે. સિલ્વરના વાસણો સાફ કરવા માટે બેસ્ટ રહે છે આ ફોઈલ.

તમારે બસ કરવાનું એ છે કે જે વાસણ ખરાબ છે એ સાફ કરવા માટે એક મોટું બાઉલ લો અને તેમાં પાણી ભરી દો પછી ખરાબ છે એ વાસણને એલ્યુમિનિયમ ફોઈલથી કવર કરી લો. જે બાઉલમાં પાણી ભર્યું છે તેમાં બે ચમચી નમક ઉમેરી દો અને થોડો બેકિંગ સોડા ઉમેરી દો.

ખરાબ વાસણને એમ જ પલાળી દો અને અમુક સમય માટે પલાળ્યા પછી આ વાસણ પરનો બધો જ કચરો કે ચોંટેલી વસ્તુ દૂર થઇ જશે. છે ને પણ અમેઈઝીંગ …

3. Wi-Fi સિગ્નલ્સ :

Image Source

જો તમે નેટ બ્રોન્ડબેન્ડ કનેક્શનથી યુઝ કરી રહ્યા હોય તો તમને ખાસ કામ આવી શકે છે એલ્યુમિનિયમ ફોઈલ. કારણ કે તમે જે રાઉટર યુઝ કરી રહ્યા છો તેના એન્ટેના પર એલ્યુમિનિયમ ફોઈલ લગાડી દેવાથી સિગ્નલની કનેકટીવીટીને સારી કરી શકાય છે. તો કરો આ ટ્રીક્સને ટ્રાય…

4. ક્ષારને કરો દૂર :

Image Source

આપ સૌ ને એલ્યુમિનિયમ ફોઈલ વિષેની આટલી ટ્રીક્સ જણાવી છે તો સાથે એક અન્ય ટ્રીક્સ પણ જણાવી દઈએ તો, એલ્યુમિનિયમ ફોઈલના ઉપયોગથી કોઇપણ જગ્યાએ લાગેલા ક્ષારને દૂર કરી શકાય છે. આ બહુ જ આસન ટ્રીક છે, જેનો ઉપયોગ આસાનીથી કરી શકાય છે.

એલ્યુમિનિયમ ફોઈલનો એક નાનો બોલ બનાવો અને તેને પાણીમાં ભીનો કરો ત્યાર પછી કોઈ થોડો કપડા ધોવાનો સાબુ ક્ષાર છે ત્યાં લગાવીને એ જગ્યા પર એલ્યુમિનિયમ ફોઈલને ઘસવાથી ઝડપથી ક્ષારને દૂર કરી શકાય છે.

સ્ટીલની જો સપાટી હોય તો એલ્યુમિનિયમ બહુ જ કામ આવી શકે છે, સાથે તમે પીતળ કે તાંબાની વસ્તુઓ કે વાસણો સાફ કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો.

તો હવે સમજ્યાને કે આપણે જેને એક સામાન્ય વસ્તુ માનતા હતા એ કેટલી મહત્વની છે! તો નેકસ્ટ ટાઈમ અહીં જણાવેલ કોઈ હૈકસને ફોલો કરો તો આ આર્ટિકલને યાદ કરજો. ચાલો મળીએ આપણે સૌ એક આ પછીના નવા આર્ટિકલમાં…

આવા જ મજેદાર અન્ય આર્ટિકલ્સ વાંચવા માટે ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો. અમે દરરોજ અહીં અવનવી માહિતી પોસ્ટ કરતા રહીએ છીએ.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *