તમને પણ આશ્ચર્ય થશે ભારતનાં આ 10 સ્થળો જોઈને, થશે તમને વિદેશ જેવો અનુભવ

Image Source

હનીમૂન હોય કે મિત્રો સાથે મજા કરવી હોય, દરેક વ્યક્તિ નિશ્ચિતપણે જીવનમાં એક વાર વિદેશ જવાનું તો વિચારે જ છે. પરંતુ પૈસા અને સમયના અભાવને કારણે, મોટાભાગના લોકોનું આ સ્વપ્ન અધૂરું રહે છે. શું તમે જાણો છો કે ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જે વિદેશી દેશો ની તુલના માં  છે. આ સ્થળો ની સફર થી ન તો ફક્ત વિદેશમાં રહેવાનું  સપનું પૂરું થશે સાથે જ જીવનની ખુશહાલ ક્ષણો જીવવાનો અવસર પણ આપશે.

Image Source

શ્રીનગર-એમ્સ્ટરડેમ

પોતાની સુંદરતા માટે પ્રખ્યાત શ્રીનગરમાં એવા ઘણા સ્થળો છે જે  નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટરડેમ સાથે મેળ ખાય છે. અહીંના સુંદર બગીચા, શાંત વાતાવરણનો આકર્ષક દૃશ્ય તમને એમ્સ્ટરડેમની યાદ અપાવે છે.

Image Source

ગુલમર્ગ-સ્વિટ્ઝર્લન્ડ

કાશ્મીરના ગુલમર્ગને ભારતનું સ્વિટ્ઝરલેન્ડ કહેવામાં આવે છે. હનીમૂન માંટે  મુલાકાત લેતા યુગલોમાં આ સ્થાન ખૂબ જ પ્રખ્યાત છે. બરફ ની ચાદર થી ઢકાયેલા ગુલમર્ગના સફેદ પર્વતો એક દમ સ્વિટ્ઝર્લન્ડ જેવા લાગે છે.

Image Source

અંદમાન નિકોબાર – થાઇલેન્ડ

ભારત માં ટુરિસ્ટ પ્લેસ ને એક્સપ્લોર કરનાર માટે અંદમાન નિકોબાર પણ એક સુંદર સ્થળ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આંદામાન અને નિકોબારનો નજારો  થાઇલેન્ડના ફાઇ-ફાઇ આઇલેન્ડની કાર્બન કોપી છે. અહીં તમે સ્કુબા ડાઇવિંગ, સર્ફિંગ, યાચિનગ અને સ્નાર્કલિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓનો આનંદ માણી શકશો.

Image Source

કેરળ-ઇટાલી

કેરળનું અલાપ્પુઝા શહેર ઇટાલીના વેનિસની યાદ અપાવે છે.પાણી પર તરતા શિકારો ભરેલા કિનારા નો નજારો અને બતકનાં ટોળાંનું દ્રશ્ય તમને વેનિસ લઈ જશે. તમે આ સ્થાનની સુંદરતા વચ્ચે અહીં વિતાવેલી ક્ષણો ભૂલી શકશો નહીં.

Image Source

છત્તીસગઢ -કેનેડા

ભારતના છત્તીસગઢ માં ચિત્રકૂટ ધોધ જોવા માટે દુનિયાભરના લોકો આવે છે. શું તમે જાણો છો કે આ ધોધનું દૃશ્ય કેનેડાના નાયગ્રા ધોધ જેવું છે. આ ધોધની ઉંચાઈ લગભગ 95 ફૂટ છે અને તે ભારતનો સૌથી મોટો ધોધ છે. જુલાઈથી ઓક્ટોબર એ અહીંની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય છે.

Image Source

કર્ણાટક-સ્કોટલેન્ડ

ભારતના પશ્ચિમી ઘાટમાં આવેલા પહાડો સ્કોટલેન્ડના પર્વતોની યાદ અપાવે છે. એવું કહેવામાં આવે છે કે કર્ણાટકમાં કુર્ગનો નજારો સ્કોટલેન્ડ જેવો જ છે. જો તમને વરસાદ ગમે છે, તો પછી તમને જણાવી દઈએ કે સૌથી વધુ વરસાદ આ સ્થળે થાય છે. ઓક્ટોબરથી મે દરમિયાન અહીં સૌથી વધુ પ્રવાસીઓ આવે છે.

Image Source

પુડ્ડુચેરી-ફ્રેન્ચ ટાઉન

પુડુચેરીનું સૌંદર્ય અને શાંત વાતાવરણ સંપૂર્ણ ફ્રેન્ચ નગર જેવું અનુભૂતિ આપે છે. પોર્ટુગલ, ફ્રેન્ચ અને ડચની સ્ટાઇલ માં બનાવેલી વસાહતો હજી પણ અહીં જોવા મળશે.

Image Source

કસોલ-ઇઝરાઇલ

કસોલને મિની ઇઝરાઇલ કહેવામાં આવે છે. અહીં તમને મોટી સંખ્યામાં ઇઝરાઇલી વસ્તી મળશે. આ સિવાય, તમે હીબ્રુની નિશાની અને હેમ્સ નામની વાનગીનો સ્વાદ પણ લઈ શકશો. અહીં આવ્યા પછી, ઇઝરાઇલ અને કસોલ વચ્ચેનો તફાવત જણાવવાનું ખૂબ મુશ્કેલ બને છે.

Image Source

સિક્કિમ-આઇસલેન્ડ

સિક્કિમનું ગુરુડોંગમાર તળાવ એ વિશ્વના 15 સૌથી મોટા તળાવોમાંનું એક છે. આ સરોવરનો નજારો આઇસલેન્ડના જોકુસારલોનઝિલ જેવો જ છે. સિક્કિમના આ સરોવરનું દ્રશ્ય માત્ર સુંદર જ નથી, પરંતુ તેના પાણી ના ઔષધીય ગુણ પણ છે.

Image Source

થાર રણ – સહારા રણ

આફ્રિકાનો વિશાળ સહારા રણ, રાજસ્થાનના થાર રણની જેમ અનુભવ કરાવે  છે. ઉંટ સવારીથી લઈને નાઇટ કેમ્પિંગ સુધી પ્રવાસીઓને એક વિશેષ અનુભવ મળે છે. તે ભારતના પ્રખ્યાત સ્થળોમાંનું એક છે જ્યાં વિદેશીઓ સૌથી વધુ આવવાનું પસંદ કરે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *