ચંદનને તમારા બ્યૂટી રૂટિનમાં સામેલ કરવાના અત્યંત શ્રેષ્ઠ ફાયદા સાંભળીને તમે પણ તેનો ઉપયોગ શરૂ કરી દેશો

આયુર્વેદમાં ચંદનનો ઉપયોગ જડીબુટ્ટીના રૂપમાં કરવામાં આવે છે. ખીલથી છુટકારો મેળવવા માટે તમે ચંદનનો ઉપયોગ કરી શકો છો. તે તમારી ત્વચાની સમસ્યાને દૂર કરવા માટે ખૂબ જ સારો અને ઘરેલુ ઉપચાર છે.

તેની સુગંધ ખુબ જ આકર્ષક હોય છે. તેનો ઉપયોગ પાવડર પેસ્ટ અથવા તેલના રૂપમાં કરી શકાય છે. વર્ષો જૂની આ સામગ્રીમાં એન્ટિસેપ્ટિક અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે  જે ત્વચા માટે ખૂબ જ સારા હોય છે તમે તેને પોતાના સ્કિન કેર રૂટીન માં સામેલ કરી શકો છો.

ચંદનને બ્યૂટી રૂટિન માં સામેલ કરવાના ફાયદા

ખીલથી છૂટકારો મેળવવામાં મદદ કરે છે. ચંદન તમારી ત્વચાને ટાઇટ કરે છે. તે તમારી ત્વચાને એલર્જીથી બચાવે છે. એક ચમચી ચંદનનું તેલ અને ૧ ચપટી હળદર તથા કપૂરને મિક્સ કરો. ત્યારબાદ આ પેકને ચહેરા ઉપર લગાવો. તેની આખી રાત રહેવા દો અને ખીલ તથા બ્લેકહેડ્સ થી છુટકારો મેળવવા માટે સામાન્ય ગરમ પાણીથી ચહેરાને  ધુઓ.

ત્વચાનો નિખાર લાવવામાં મદદ કરે છે

ચંદન પોતાના સામાન્ય એક્સફોલીયેટિંગ ગુણને કારણે ત્વચાને ગ્લોઇંગ બનાવે છે. અને તે તમારી ત્વચા પરના કાળા ડાઘ માંથી છુટકારો મેળવવા માટે પણ મદદ કરે છે. તે ચહેરા પરની કાળાશ દૂર કરવા માટે પણ કારગર ઉપાય છે. એક વાટકીમાં એક મોટી ચમચી ચંદન પાઉડર અને નારિયેળ તેલ ઉમેરો ત્યારબાદ તેને ચહેરા ઉપર મસાજ કરો. અને આખી રાત ચહેરા ઉપર રહેવા દો. કાળા ડાઘથી છુટકારો મેળવવા માટે અને એક સમાન રંગ મેળવવા માટે નિયમિત રૂપથી તેનો ઉપયોગ કરો.

ઉંમર વધવાના સંકેતો ને ધીમા કરે

ચંદન એક એન્ટીઓક્સીડન્ટ થી સમૃદ્ધ છે જે ફ્રી રેડિકલ્સથી થતા નુકશાન સામે લડવામાં મદદ કરે છે. તે કરચલી થવાથી પણ રોકે છે. તેનાથી તમારી ત્વચા ગ્લોઈંગ અને જવાન દેખાય છે. તેની માટે 2 મોટી ચમચી મુલતાની માટી અને 2 મોટી ચમચી ચંદન ઉમેરો ત્યાર બાદ તેમાં એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી ગુલાબજળ ઉમેરો.તે બધું જ એક રસ ન થઈ જાય ત્યાં સુધી યોગ્ય રીતે મિક્સ કરો. તેને ચહેરા ઉપર અને ગરદન ઉપર લગાવો ત્યારબાદ પંદરથી વીસ મિનિટ માટે રહેવા દો અને સામાન્ય પાણીથી ધુઓ.

રૂક્ષ ત્વચા માટે

રૂક્ષ અને બેજાન ત્વચા માટે ઘણા લોકો ખૂબ જ પરેશાન રહે છે. ચંદનનો ફેસપેક લગાવવાથી તમારી રૂક્ષ ત્વચા નો ઈલાજ કરવામાં મદદ મળશે. એક વાટકી માં એક મોટી ચમચી દૂધનો પાવડર અને અમુક ટીપા ચંદનના તેલ ને મિક્સ કરો. પેસ્ટ બનાવવા માટે તેમાં થોડું ગુલાબજળ ઉમેરો ત્યારબાદ તેને ચહેરા ઉપર લગાવો અને લગભગ પંદર મિનિટ માટે રહેવા દો. પછી તેને ઠંડા પાણીથી ધુઓ ત્યારબાદ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરો.

ઓઈલી ત્વચા માટે ફાયદાકારક

ઓઈલી ત્વચા પર લગભગ ધૂળ અને માટી જમા થઈ જાય છે એવામાં ચંદન ત્વચાના છિદ્રો અને ગંદકીને સાફ કરે છે જેનાથી આપણી ત્વચા રહે છે તેની માટે એક વાટકીમાં અડધી ચમચી ચંદન પાઉડર અને ટામેટાનો રસ ઉમેરો. તેમાં ગાંઠ ન રહે તેની માટે તેને યોગ્ય રીતે મિક્સ કરો. હવે તેમાં અડધી ચમચી મુલતાની માટી નાખીને યોગ્ય રીતે મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા અને ગરદન ઉપર લગાવો ત્યારબાદ 15 મિનિટ પછી ઠંડા પાણીમાં પલાળેલા રુ થી પોતાનો ચહેરો સાફ કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment