તમારી રાશી અનુસાર તમારે આ ધાતુની વીંટી પહેરવી જોઈએ…તમારી કિસ્મત બદલી જશે

Image Source        

આપણા જ્યોતિષ શાસ્ત્રમાં દરેક રાશીના સંબંધ કોઈના કોઈ ધાતું સાથે રહેલા હોય છે. જેમા અમુક રાશીઓનો સંબંધ અગ્નિ તત્વ સાથે જોડાયેલો હોય છે. સાથેજ અમુક રાશીઓનો સ્વભાવ તો જળ તત્વ સાથે જોડાયેલો હોય છે. મનુષ્યમાં ઘણા પ્રકારના તત્વો રહેલા હોય છે. જે તત્વો વધી જાય કે પછી ઘટી જાય તો પછી શરીરમાં બિમારીઓ ફેલાતી હોય છે.

પરંતુ રાશીને અનુકુળ ધાતુને જો તમે ધારણ કરશો તો તમને ઘણા આર્થિક લાભ મળી રહેશે. તો આજે અમે તમને જણાવીશું તે તમારી રાશીને અનુકુળ તમારે કઈ ધાતું ધારણ કરવી જોઈએ કે જેથી કરીને તમને બધીજ સમસ્યાઓમાંથી રાહત મળી રહે.

Image Source

મેષ રાશિ

મેષ રાશીના લોકો માટે સોનું સૌથી શ્રેષ્ઠ ધાતું માનવામાં આવે છે. આ રાશીના લોકો જો સોનું પહેરે તે તેમના માટે ઘણું સારુ રહેશે. સાથેજ તેઓ તાંબાની ધાતું વાળી કોઈ પણ વસ્તું પણ પહેરી શકે છે. કારણકે તાંબુ પણ તેમના માટે ઘણું સારુ માનવામાં આવે છે. જોકે મહત્વનું છે કે મેષ રાશીના લોકોએ મંગળવારે સોના કે તાબાંની ધાતુ પહેરવી જોઈએ.

Image Source

વૃષભ રાશિ

વૃષ રાશિના લોકો માટે ચાંદીની ધાતું સૌથી સારી માનવામાં આવે છે. જેથી તેમણે ચાંદી પહેરવી જોઈએ જેથી કરીને તેમને બધીજ સમસ્યાઓમાંથી રાહત મળી રહેશે. જોકે તેઓ શુક્રવારે ચાંદીની ધાતું પહેરશે તો તે તેમના માટે તે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

Image Source

મિથુન રાશિ

મિથુંન રાશિના લોકો માટે કાંસાની ધાતું પહેરવી ઘણી શુભ માનવામાં આવે છે. જો તેઓ કાંસામાંથી બનાવેલી કોઈ પણ ધાતુ પહેરશે તો તે તેંમના માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. જોકે મિથુન રાશિના જાતકોએ બુધવારના દિવસે કાંસાની ધાતુ પહેરવી જોઈએ. કારણકે તેમના માટે તે ઘણી શુંભ માનવામાં આવે છે.

Image Source

કર્ક રાશિ

કર્ક રાશિના લોકોને ચંદ્ર ગ્રહના સ્વામિત્વ વાળા માનવામાં આવે છે. જેથી આ રાશિના લોકોએ ચાંદિની વીટી કે કોઈ પણ પ્રકારની ચાંદીની ધાતુ પહેરવી જોઈએ. ચંદ્ર ગ્રહ માટે સોમવાર સૌથી સારો માનવામાં આવે છે. જેથી તેમણે સોમવારના દિવસે ચંદ્ર ગ્રહ વાળી વીંટી ધારણ કરવી જોઈએ.

Image Source

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે તાંબાની ધાતું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. સાથેજ તેઓ સોનાની ધાતુ પણ ધારણ કરી શકે છે. કારણકે તે પણ તેમના માટે ઘણી સારી માનવામાં આવે છે. જોકે તેઓ રવિવારના દિવસે બે માંથી કોઈ પણ એક ધાતું ધારણ કરે તો તે તેમના માટે ઘણું શુભ માનવામાં આવે છે.

Image Source

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે ચાંદિ ઘણી શુભ મનાવમાં આવે છે. સાથેજ તેમના માટે સોનાની ધાતુ પણ ઘણી ફાયદાકારક હોય છે. તેઓ આ બંને ધાતુંઓને સમાન માત્રામાં રાખીને તેને પહેરે તો તેમને ઘણા ફાયદાઓ મળી રહેતા હોય છે. પરંતુ બંને ધાતું જોડે પહેરે તે જરૂરી છે.

Image Source

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે ચાંદીની ધાતુ ઘણી શુભ માનવામાં આવે છે. તેમણે ખાસ કરીને શુક્રવારના દિવસે ચાંદીની ધાતું પહેરવી જોઈએ. કારણકે જો તેઓ શુક્રવારે ચાંદીની ધાતું પહરેશે તો તેમને ઘણો ફાયદો મળી રહેશે સાથેજ તેમનું મગજ પણ ઘણું શાંત રહેશે. ઉપરાંત તેમને માનસીક શાંતિ પણ રહેશે.e

Image Source

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકોએ ખાસ કરીને ચાંદી અને તાંબાની ધાતું પહેરવી જોઈએ. કારણકે આ બંને ધાતું તેમના માટે ઘણી ફાયદાકારક સાબિત થતી હોય છે. તેઓ મંગળવારના દિવસે આ બંને ધાતુંમાંથી એક ધાતુ પહેરે તો તેમના માટે ઘણું સારુ રહેતું હોય છે. સાથેજ તેઓ સાચા મોતીની વિટી બનાવીને પણ પહેરી શકે છે. તેનાથી પણ તેમને ઘણો લાભ થતો હોય છે.

Image Source

ધનુ રાશિ

ધનુ રાશિના લોકો માટે પિત્તળ અને સોનાની ધાતું ઘણી શુભ માનવામાં આવે છે. તેઓ જો આ ધાતું પહેરે તો તેમના જીવન પર તેની ઘણી સકારાત્મક અસર પડતી હોય છે. એવું માનવામાં આવે છે કે ધનું રાશિના લોકો વેપાર ક્ષેત્રે ઘણા સફળ રહેતા હોય છે. જેથી તેઓ ગુરુવારના દિવસે બે માથી કોઈ પણ એક ધાતું પહેરશે તો તે તેમના માટે ઘણી ફાયદાકારક રહેતી હોય છે.

Image Source

મકર રાશિ

મકર રાશિના લોકો માટે અષ્ટધાતું ઘણી સારી રહેતી હોય છે. જેથી તેઓ શનિવારના દિવસે તેને ધારણ કરે તે ઘણું શુભ માનવામાં આવે છે. સાથેજ આ રાશિનો સ્વામી શનિ હોવાને કારણે લોખંડ તેમના માટે ગણો શુભ માનવામાં આવે છે. મકર રાશિના લોકોએ ખાસ કરીને વચ્ચે વાળી આંગળીમાં લોખંડની વીટી પહેરવી જોઈએ જેથી તમને ઘણી સમસ્યામાંથી રાહત મળી રહેશે

Image Source

કુંભ રાશિ

મકર રાશિની જેમ કુંભ રાશિ પણ શનિની રાશિ છે, જેથી આ રાશિના લોકોએ પણ અષ્ટધાતુ ધારણ કરવી જોઈએ. કુંભ રાશીના લોકોએ શનિવારના દિવસે સરસીયાના તેલમાં લોખંડની કોઈ વસ્તુ નાખીને તેને દાન કરવી જોઈએ. કારણકે આવું કરવાથી પણ તેમને ઘણો લાભ મળી રહેતો હોય છે.

Image Source

મીન રાશિ

મીન રાશિના લોકો માટે સોનું સૌથી સારી ધાતુ માનવામાં આવે છે. બૃહસ્પતિવારના દિવસે તેમણે સોનાની ધાતું પહેરવી જોઈએ. સાથેજ ગુરુજનો તેમજ માતા પિતાને સ્વર્ણ દાન કરીને તેમના આશિર્વાદ  લેવા જોઈએ જેથી તેમને ઘણો ફાયદો મળી રહેતો હોય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment