ગેરેંટી!! તમે આ ફોટોને એક નજરે ન જોઈ શકો. હિંમત હોય તો એકવાર જોઇને દેખાડો…

ક્યારેક-ક્યારેક દિમાગને થોડી કસરત કરાવવી પડે. આવું અમે એટલા માટે કહીએ છીએ કે, જેમ શરીરને કસરતની જરૂર પડે છે એવી રીતે અમુક વાર દિમાગને પણ આ કાર્યની જરૂર હોય છે. અલબત, આજ તમને આવું કરવાની સલાહ એટલા માટે આપીએ છીએ કે તમે નહીં ઈચ્છો તો પણ આંખ અને દિમાગને કસરત થઇ જશે. બસ, તમારે એટલું જ કરવાનું છે કે, નીચે આપેલ તસવીરને ધ્યાનથી જોવાની છે પછી કહેજો કેવું મહેસૂસ થાય છે?

તમારી દ્રષ્ટિ ભલે ગમે તેટલી સચોટ અને તેજ હોય પણ અહીં આપેલ તસ્વીરો જુઓ તો તમારી નજર ચૂક થઇ જશે. વધુ સમય સુધી આ તસ્વીરને જોતા રહેશો તો એવું લાગશે કે આ કોઈ વિડીયો હશે અથવા GIF હશે? પણ એવું જરાય નથી. અસલમાં આ દ્રષ્ટિભ્રમનું ઉદારહણ છે. આ બધી તસવીરોને ઈન્ટરનેટ ઉપર બહુ લાઈક મળી હતી સાથે ઘણા લોકોએ શેયર પણ કરી હતી. લાખો લોકોએ પોતાની ટાઈમલાઈન પર આ ઈમેજોને શેયર કરી હતી.

અહીં આપેલ બધી તસવીરો એકદમ સ્થિર છે પરંતુ એવું રીતે તૈયાર કરી છે કે બધા માણસોને આવું લાગે કે આ તસ્વીર મુવમેન્ટ કરે છે. દિમાગોને ચકમા આપે એવી આ અદ્દભુત તસવીરોને ઉચ્ચ ક્વોલીટીનું કામ કરતા હોય તેવા ડીઝાઇનરોએ બનાવી છે. તમે જરા એક નજરે આંખોને થોડી કસરત તો આપો.

મનુષ્યનું દિમાગ અલગ-અલગ બધી જ પ્રકારની આકૃતિઓને સમજે છે પણ જો એક નજરે આવી કોઈ ઈમેજને જોવામાં આવે તો દ્રષ્ટિથી ભેદ પારખી શકાતો નથી. જેના કારણે દ્રષ્ટિભ્રમ થાય છે અને દિમાગમાં આંખોથી પહોંચતા સિગ્નલને અને દિમાગમાં આંખોથી પહોંચતા સિગ્નલને અલગ કરી શકાતો નથી. પરિણામે તસવીર હલન-ચલન કરતી દેખાય છે.

જો આવી તસવીરની સુપર્બ ઈફેક્ટ માણવી હોય તો મોટી સ્ક્રીન પર જુઓ તો ખબર પડે. ઉપરાંત અમુક લોકો એવું પણ કહે છે કે, તસવીરને હલનચલન કરતી હોય તેવી મહેસૂસ કરવા એ પણ જરૂરી છે કે તસવીરનને કેટલા અંતરેથી જોવામાં આવે છે.

સત્ય હકીકત જણાવીએ તો આ આ કોઈ જાદુ મંતર નથી પરંતુ દિમાગની કસોટી છે. સાથે આંખો વડે થતા દ્રષ્ટિભ્રમનું એક સામાન્ય ઉદારહણ છે. આમ જોઈએ તો બધી ઈમેજ આ પ્રકારની હોતી નથી પરંતુ અમુક ઈમેજને સ્પેશીયલ બનાવવામાં આવે છે કે તેનાથી દ્રષ્ટિભ્રમની ઈફેક્ટ ખબર પડે. સાથે આંખની તપાસ માટે પણ આવી ઈમેજને યુઝ કરવામાં આવે છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment