ઘરમાં પડેલી જૂની વસ્તુઓ થી તમે તમારું ઘર આસાની થી સજાવી શકો છો, તેનો આવી રીતે કરો ઉપયોગ 

Image Source

ઘર સજાવવાનો શોખ રાખવો એક સારી બાબત છે પરંતુ તેના માટે હંમેશા ખર્ચ કરવો તે સારી વાત નથી.  તમને શું લાગે છે? પરંતુ પછી ઘરને કેવી રીતે સજાવી શકાય.

ઘર સુશોભિત કરવા તમારા ઘરના સ્ટોર રૂમમાં જાઓ અને જે વસ્તુ બેકાર પડી છે તેને શોધો. આશ્ચર્ય વ્યક્ત ન કરશો ઘણી જૂની અને ન વપરાયેલી વસ્તુઓ ઘર ને સુશોભિત કરવામાં મોટો ફાળો આપી શકે છે.

પરંતુ ઘર સજાવવા માટે સૌથી પહેલા આવશ્યક છે કે એક સારું ઘર હોવું.

આજે આપણે જાણીશું કે નવીનતા સાથે ઘરની સજાવટમાં જૂની અને નકામી વસ્તુ નો ઉપયોગ કેવી રીતે થઈ શકે.

Image Source

1. જો તમારા ઘરમાં હોળી ની જૂની પિચકારી પડી છે તો તેને ફેંકી ન દેતા તેનો ઉપયોગ કરવો જોઈએ. આપણા ઘરની ગ્રોસરી ને સંભાળવા માટે. તમે ચાના કપ ના અડધા ભાગ પર કાગળ ચોંટાડો ત્યારબાદ સ્પ્રે          ની  મદદ થી રંગ કરો. પછી કાગળ કાઢી નાખો. આમ કરવાથી અડધો કપ બીજા રંગનો દેખાય અને અડધો અલગ રંગના દેખાય આમ તે ખૂબ સુંદર લાગશે.

Image Source

2. જો તમે તમારી જૂની ચમચીથી કંટાળી ગયા છો તો તેને અને તેને ફેંકી દેવા માંગતા હોવ તો રોકાઈ જાઓ. તમે જૂની ચમચીને વાળીને એક આકાર આપી શકો છો અને ત્યારબાદ તેને ઘરના બગીચામાં તેને હુક        તરીકે ઉપયોગ કરી શકો છો, આ હૂક પર તમે સુંદર ફૂલો લગાવી શકો છો પરંતુ ધ્યાન રાખો કે છોડ એકદમ હલકા હોય. જો છોડ ખૂબ ભારે હશે તો તે નીચે આવી જશે.

Image Source

3. આ સિવાય તમે રંગીન કાગળ જેમ કે બાળકોના સ્કૂલ પ્રોજેક્ટ માટે બનાવવામાં આવતા ચાર્ટ પેપર નો પણ તમે ઘર સજાવવા માટે ઉપયોગ કરી શકો છો. તેને કાપીને અમુક ફૂલ નો આકાર આપો અને ઘણા             બધા આકારના ફૂલો ના ટુકડા જોઈન્ટ કરી ને દિવાલ પર સજાવો તથા તમે તેનાથી તમારા ઘરની દિવાલ ઘડિયાળ પણ બનાવી શકો છો.

Image Source

4. તમે કોઈ જુનો ડબ્બો અથવા તો ક્રીમના મોટા ડબ્બાને એક પોટ ની જેમ પણ ઉપયોગ કરી શકો છો. તેની સજાવટ કરવા માટે કપડા માં લાગતી ક્લિપ નો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં તમે કોઈ પણ સુંદર           છોડ લગાવી તેને ફ્રિજ પર અથવા તો સાઈડ ટેબલ પર રાખીને તેની શોભા વધારી શકો છો.

Image Source

5. પગરખાં ના ખાલી ખોખા પણ ખુબ ઉપયોગી છે. તેમાં તમે એક્સ્ટેંશન બોક્સ રાખીને ચાર્જર, ટીવી નો પ્લગ લગાવી શકો છો તેના વાયરને નાના નાના કારણે કરીને બહાર કાઢી શકો છો તેનાથી ફેલાયેલા અને         લાંબા વાયર તે ડબ્બામાં જતા રહેશે. તે બોક્સ ને તમે કોઈ સુંદર કાગળ થી કવર કરી શકો છો.

આમ તમે ઘણી રીતોથી પોતાના ઘરની બેકાર વસ્તુ નો એક સારો ઉપયોગ કરી શકો છો. જેનાથી તમારા ઘરની સુંદરતામાં વધારો થશે.  જો તમને વિશ્વાસ ન આવે તો ખાતરી કરીને જુઓ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *