જિમ ગયા વગરજ તમારી બોડીને શેપમાં લાવવા માટે ઘરે જ કરી શકો છો આ 5 એક્સરસાઇઝ 

Image Source

કોણ કહે છે કે ફિટ રહેવા માટે જિમમાં જવું જરૂરી છે, એક્સપર્ટની જણાવેલી અમુક એવી એક્સરસાઇઝ છે જેને તમે ક્યારેય કોઈપણ જગ્યાએ કરી શકો છો.

બિપાશા, મલાઈકા અને કરીના કપૂર ખાન જેવી એક્ટ્રેસિસના ફિટનેસ અને ફિગર ને જોઈને આપણને પણ જિમમાં જવાનું મન થાય છે. પરંતુ આજકાલની પરિસ્થિતિને જોઇને એવું શક્ય નથી. પરંતુ એવું તમને કોણે કહ્યું કે જિમ જઈને જ તમે ફિટનેસ મેળવી શકો છો અને તમારી બોડી શેપ માં આવે છે?તમે અમુક એક્સરસાઇઝ ઘરે જાતે કરીને પણ ફિટ રહી શકો છો.

કોરોનાવાયરસના કારણે એક્ટ્રેસિસ પણ પોતાને ફિટ રાખવા માટે ઘરે જ એક્સરસાઇઝ કરતી હતી. આજે આ આર્ટીકલ ના માધ્યમથી ફિટનેશ ફર્સ્ટ ના ફિટનેસ એક્સપર્ટ અને જિમ ઇન્સ્ટ્રક્ટર પીયુષ અગ્રવાલ તમને એવી જ એક્સરસાઈઝ વિશે જણાવી રહ્યા છે. જેને કરવા માટે તમારે જિમ જવાની જરૂર નથી. અને સૌથી સારી વાત એ છે કે તમે તેને ક્યાંય પણ કોઈપણ ઉપકરણ વગર કરી શકો છો.

પ્લેન્ક એક્સરસાઇઝ

પ્લેન્ક એક્સરસાઇઝ કરવાથી તમારા પેટના મસલ્સને મજબૂતી મળે છે. આ એક્સરસાઇઝને જો તમે દરરોજ 45 સેકન્ડ કરો છો તો થોડા જ અઠવાડિયામાં તમને તેની અસર જોવા મળશે. સારી વાત એ છે કે આ એક્સરસાઇઝ તમે ક્યાંય પણ આસાનીથી કરી શકો છો. તેમાં તમારે અમુક સમય સુધી તમારા પગને પંજા અને કોણીના ઉપર શરીરનો ભાગ રાખવાનો હોય છે. ત્યાર બાદ તમારે નોર્મલ સ્થિતિમાં આવી જવાનુ હોય છે.

Image Source

સ્કવૉટ્સ એક્સરસાઇઝ

પગના મસલ્સ ને મજબૂત બનાવવા માટે આ એક ખૂબ જ શ્રેષ્ઠ વર્કઆઉટ છે. તેને દરરોજ કરવાથી તમારા પગના મસલ્સ મજબૂત થાય છે. આ એક્સરસાઇઝ ન માત્ર તમારી જાંઘના મસલ્સને મજબૂત બનાવે છે પરંતુ તમારું વજન પણ ઓછું કરે છે.

તેને કરવા માટે સીધા ઉભા રહો, ત્યારબાદ તમારા બંને હાથને સામેની તરફ કરો, પછી નીચેની તરફ નમો, નીચે નમતી વખતે તમારા હાથ ઉપરની તરફ જવા જોઈએ. આ ક્રિયાને વારંવાર કરો. સ્કવૉટ્સ એક એવી કસરત છે જેના આધારે તમે ટ્રેનિંગ પણ કરી શકો છો એટલે કે તમે તેનાથી તમારા શરીરના મસલ્સને પણ મજબૂત કરી શકો છો.

Image Source

પુશ અપ્સ એક્સરસાઇઝ

છાતી, ખભા અને કરોડરજ્જુને મજબૂત બનાવવા માટે આ એક્સરસાઇઝ દરરોજ કરો. તે ખુબજ નોર્મલ એક્સરસાઇઝ છે.જેને તમે ક્યારેય કોઈપણ જગ્યાએ આસાનીથી કરી શકો છો. આ કસરત શ્વાસની બીમારીને પણ દૂર કરે છે. હા, એક્સરસાઇઝથી થતા કંટાળાને ટાળવા માટે મહિલાઓ અલગ-અલગ પ્રકારના પુશ અપ્સ કરી શકે છે. તેનાથી શરીરના દરેક અંગને મજબૂત બનાવી શકાય છે. પરંતુ પુશ અપ્સ કરતા પહેલા વૉર્મ અપ કરવું જરૂરી છે.

Image Source

ક્રનચીશ એક્સરસાઇઝ

આ એક્સરસાઈઝ કરવા માટે તમારું મોં ઉપરની તરફ રાખીને જમીન ઉપર સુઈ જાવ. હવે તમારા માથાનો ભાર બંને હાથ ઉપર રાખીને થોડો ઉપરની તરફ ઉઠાવો. પગને થોડાક ઉપર કરીને કમરથી ઉપરના ભાગથી હાથના સહારે આગળની તરફ લઈ જાવ. તેનાથી પેટ,કરોડરજ્જુ અને પગના મસલ્સ મજબૂત બને છે અને તેની સાથે જ તમે ફિટ પણ રહો છો.

ટ્રાયશેપ્સ ડિપ્સ એક્સરસાઇઝ

ટ્રાયશેપ્સ ડિપ્સ કરવાથી તમારા તમારા ખભા અને પીઠ મજબૂત થાય છે. તથા તે તમને ફિટ રાખવામાં પણ મદદ કરે છે. આ એક્સરસાઈઝ કરવા માટે ખુરશી અથવા તો ઓછી ઊંચાઈવાળા ટેબલનો ઉપયોગ કરો. ટેબલની ઊંચાઈ એક ફૂટથી વધુ હોવી જોઈએ નહીં. તેને કરવા માટે તમારા ટેબલ ઉપર બંને હાથને પાછળ કરીને સંપૂર્ણ બોડી નો ભાર હાથ ઉપર રાખીને ઉપરથી નીચે તરફ જાવ.

તે સિવાય બીજી ઘણી એક્સરસાઈઝ અને યોગાસન છે જેમકે બર્પી,ઇગલ પોઝ,બાલાસન વગેરે. જેને તમે કોઈપણ જગ્યાએ ક્યારેય પણ કરી શકો છો. પિયુષ અગ્રવાલનું એ પણ કહેવું છે કે,

‘તમારે ફિટ રહેવા માટે એક્સરસાઇઝની સાથે સાથે ડાયટનું પણ ધ્યાન રાખવું પડશે ‘

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment