તમારી અસફળતાનું કારણ તમે પોતેજ છો….બીજા કોઈને ક્યારેય પણ દોષ ન આપો..

આપણા જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવતા હોય છે. તેમા પણ ખાસ કરીને ઘણી વખત આપણાને સફળતા નથી મળતી જેના કારણે આપણે અફસોસ કરતા હોઈએ છે. ઘણા લોકો પોતાની અસફળતા પાછળ બીજા લોકોને દોષી માનતા હોય છે. પરંતુ તેવું નથી હોતું તમારી અસફળતા પાછળ તમેજ જવાબદાર છો. આ બાબતે આજે અમે તેમને એક કિસ્સો જણાવીશું.

એક માખણનો વેપારી બેકરી વાળાના ત્યા જઈને રોજ તેને માખણ વેચતો હતો. માખણ આપનાર વેપારી બેકરી વાળાને રોજ એક કિલો માખણ આપતો હતો. બેકરીના માલિકે  વિચાર્યું કે મારે એ બાબતે તપાસ કરવી જોઈએ કે મને માખણ માપોમાપ મળે છે કે પછી તેમા ઓછું માખણ આપીને મને વેચવામાં આવી રહ્યું છે. જેથી તેણે માખણનું વજન તપાસવાનું નક્કી કર્યું.

બેકરીના માલિકે જ્યારે જ્યારે માખણનું વજન માપ્યું ત્યારે તેણે જોયું કે માખણ એક કીલો ન હતું. તેનું વજન ઓછુ હતું. આ મામલે તે માખણ વેચનાર વેપારી સાથે ઝઘડ્યો હતો અને તેની સામે કોર્ટમાં પણ કેસ દાખલ કર્યો

જ્યારે આ કેસ કોર્ટમાં ગયો ત્યારે જજ પણ બે ઘડી માટે વીચારમાં મુકાઈ ગયો હતો. કે આ કેસનું સમાધાન કેવી રીતે લાવવું. ત્યારે જજે માખણના વેપારીને પુછ્યું કે તમે બેકરીના માલિકને રોજ કેટલું માખણ આપતા હતા ? ત્યારે તેણે એવો જવાબ આપ્યો કે હું મારા અંદાજ પ્રમાણે તેને માખણ આપતો હતો. મારી પાસે માખણ માપવા માપવા માટે કોઈ સાધન ન હતું.

તેનો આવો જવાબ સાંભળીને જજે તેને ફરી વખત પુછ્યું કે તો પછી તમે માખણ નો અંદાજ પણ કેવી રીતે લગાવતા હતા. સાથેજ તમને ખબર કેવી રીતે પડી જતી હતી કે એક કીલો માખણ તમે અલગ કર્યું છે. તો માખણના વેપારીએ એવો જવાબ આપ્યો કે છેલ્લા કેટલાય સમયથી આ બેકરીના માલિક મારી પાસેથી એક કીલો માખણ ખરીદતા આવ્યા છે.

તેની સામે હું પણ તેની પાસેથી એક કિલો બ્રેડ ખરીદતો હતો. જ્યારે પહેલી વખત તેમણે મને બ્રેડ આપી ત્યારે તે બ્રેડનું વજન મે માપી લીધું. મે એક એવોજ પથ્થર શોધ્યો જેનું વજન બ્રેડ જેટલું હતું. બાદમાં તે પથ્થર વડે હું માખણના વજનનો અંદાજ લગાવતો હતો. ત્યારથી હું એક કિલો માખણ આ બેકરીના માલિકને રોજ માપીને આપતો હતો.

વેપારી ખૂબજ ભોળા સ્વભાવનો હતો તેણે જજનો એવું કીધું કે જો મારા લીધે બેકરીના માલિકને માખણ ઓછું મળી રહ્યું છે. તો એ પથ્થરને કારણે તેને ઓછું માખણ મળી રહ્યું છે કારણકે હું અત્યાર સુધી તે પથ્થર દ્વારાજ માખણનો અંદાજો લગાવી રહ્યો છું. પરંતુ તેણે એવું પણ કીધું કે જો તે પથ્થરનું વજન એક કીલો કરતા ઓછું છે તો તેમા મારો પણ કશો વાંક નથી કારણકે તે પથ્થરનું વજન પણ મે બેકરીના માલીકે આપેલી એક બ્રેડની સરખામણીએ રાખ્યું હતું.

આ કિસ્સા પરથી તમને એટલું જાણવા મળ્યું કે બેકરીના માલિકને માખણ તેનાજ કારણે ઓછું મળતું હતું. વેપારીતો મનનો ભોળો હતો તેને ખ્યાલ પણ ન હતો કે તે માખણ વધારે આપી રહ્યો છે કે ઓછું આપી રહ્યો છે. ઠીક એજ રીતે જો તમને જીવનમાં કશું મળતું નથી તો તેનું કારણ તમે પોતેજ છો કારણકે તમારી ભૂલોને કારણેજ તમને સફળતા નથી મળતી હોતી.

જ્યારે કોઈ માણસ જીવનમાં કઈક સારી વસ્તુ કરવાની ઈચ્છા રાખે છે. ત્યારે તેણે તેની પાછળ નીતીથી કામ કરવું જોઈએ, બેકરીના માલીકે બ્રેડમા ઓછું વજન રાખ્યું હતું જેથી તેને એમ હતું કે તેનો ફાયદો થશે પરંતુ તેને તેની હરકતને કારણે નુકશાનજ થયું. જોકે તેણે તે નુકશાનનો દોષ માખણના વેપારી પણ ઢોળી દીધો. પરંતુ મનના ભોળા માખણના વેપારીએ જ્યારે હકીકત કીધી ત્યારે બેકરીના માલીકને પણ તેની ભૂલ સમજાઈ ગઈ હતી.

બીજી એક ઉલ્લેખનીય વાત એ પણ છે કે જીવનમાં તમે ક્યાય પણ જશો તમારા કર્મો તમને નહી છોડે. જો જીવનમાં તમે કર્મો સારા કર્યા હશે. તો તેનું પરિણામ પણ તમને સારુજ મળશે. પરંતુ જો તમારા કર્મો તમે ખરાબ કર્યા હશે તો તમને પરિણામ પણ તેનું ખરાબ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *