માનસિક રીતે મજૂબુત થવાનો રામબાણ ઈલાજ, કરો આ બે ઉપાય

Image Source

કહેવાય છે કે, શરીર મજબૂત તો મન ને મસ્તિષ્ક પણ મજબૂત, પણ આ ધારણા ખોટી છે. મજબૂત શરીરવાળા માનસિકરુપે રોગી હોઈ શકે છે . અખાડા અને જિમ માં કરેલી કસરતો થી શરીર મજબૂત થઈ શકે પણ મન તેવું જ રહે છે. યોગ થી મન અને મસ્તિષ્ક મજબૂત થવાની સાથે જ માનસિકરૂપ થી પણ મજબૂત થવાય છે.

યોગાસન નું શરીર

Image Source

બાળપણ માં આપણું શરીર લચીલું હતું. ઉમર વધવાની સાથે જ હાડકાં મજબૂત થઈ ગયા. સખત થઈ ગયેલા હાડકાં તૂટવાનો ભય પણ રહે છે. એક બાળક જ્યારે નાની -મોટી જગ્યા પર થી પડે છે. ત્યારે ફ્રેક્ચર થવાનો ભય વધારે નથી રેહતો. પરંતુ જ્યારે કોઈ જવાન વ્યક્તિ પડે છે ત્યારે ફ્રેક્ચર થવાનો ભય વધી જાય છે. યોગ થી આપણાં હાડકાં લચકદાર થાય છે સાથે જ યોગ થી શરીર માં રહેલ કેલ્સિયમ નું ક્ષરણ પણ થતું અટકે છે.

Image Source

યોગાસનવાળું શરીર લચકદાર અને પોચું હોય છે. આના સિવાય ભોજન ની જરૂર નથી પડતી અને બધાજ રોગો સામે રક્ષણ આપે છે. સદંતર યોગ કર્યા પછી જો યોગ છૂટી જાય તો  પણ શરીર માં કોઈ જાત ની તકલીફ નથી થતી અને હાથ-પગ પણ નથી દુખતા. જ્યારે પણ સ્ફૂર્તિવાળું કામ હોય ત્યારે આ યોગવાળું શરીર તરત જ સક્રિય થઈ જાય છે.

Image Source

જો ખોરાક ના નિયમ ના પાલન સાથે સુર્યનમસ્કાર અને પ્રમુખ આસન કરવામાં આવે તો ચાર મહિના માં જ તમારું શરીર લચકદાર અને સ્વસ્થ થઈ જશે. તમે દરદરોજ એકદમ ફ્રેશ અને પોતે યુવા છો એવું અનુભવ કરશો. યોગાસન ના નિયમિત અભ્યાસ થી કરોડરજ્જુ સુદ્રઢ બને છે, જેનાથી શિરાઓ અને ધમનીઓ ને આરામ મળે છે. શરીર ના બધા જ અંગ સારી રીતે કામ કરે છે. આજ મસ્તિષ્ક ને સુદ્રઢ કરવાનો પ્રારંભિક ચરણ છે.

પ્રાણાયામ નું મન

Image Source

મસ્તિષ્ક ની કાર્ય ક્ષમતા અને મજબૂતી પ્રાણાયામ થી વધે છે. આમ થવાથી મસ્તિષ્ક માં ઓક્સિજન નું પ્રમાણ વધે છે. પ્રાણાયામ કરતાં રહેવાથી મન માં ક્યારે પણ ઉદાસી, ખિન્નતા અને ક્રોધ નથી રહેતો. મન હમેશા પ્રસસન્નચિત્ત રહે છે. જેનાથી તમારા આજુ બાજુ નું વાતાવરણ ખુશખુશાલ રહે છે. તમે  જીવન માં  ક્યારે પણ હતાશ કે નિરાશ નહીં થાવ. જો તમે ઈચ્છો તો ધ્યાન ને તમારી નિયમિત દિનચર્યા નો હિસ્સો બનાવી ને મસ્તિષ્ક ને મજબૂત બનાઈ શકો છો. મસ્તિષ્ક માં કોઈ પણ પ્રકાર નો વિકાર રહેતો નથી. વ્યક્તિ ની વિચાર કરવાની ક્ષમતા વધે છે. આવા સમયે વ્યક્તિ ની બુદ્ધિ એકદમ તીક્ષ્ણ થઈ જાય છે તેમજ તે જે કઈ પણ બોલે છે તે સમજી વિચારી ને બોલે છે. લાગણી માં આવી ને કશું  બોલતા નથી. યોગ ના પ્રભાવ થી શરીર,મન,અને મસ્તિષ્ક ઉર્જાવાન થાય છે, સાથે જ આપણી વિચાર શક્તિ પણ સુધરે છે. વિચાર શક્તિ સુધારવાની સાથે જ આપણું જીવન પણ બદલાય છે. યોગ થી સકારાત્મક વિચાર આવે છે.

Image Source

જો કોઈ પણ જાત નો માનસિક રોગ હોય તો પણ એ મટી  જાય છે. જેમકે, ચિંતા,ગભરાટ ,બેચેની ,શોક,શંકાળુપ્રવૃતિ, નકારત્મક, ભ્રમ વગેરે.. એક સ્વસ્થ મસ્તિષ્ક જ ખુશખુશાલ જીવન અને ઉજ્જવળ ભવિષ્ય ની રચના કરી શકે છે.  યોગ થી જ્યાં શરીર માં ઉર્જા જાગરત થાય છે ત્યાં જ આપણાં મસ્તિષ્ક ના વચ્ચે ના ભાગ માં છુપાયેલી રહસ્યમય શક્તિ નો ઉદય થાય છે. જીવન માં જો સફળ થવું હોય તો સકારાત્મક ઉર્જા અને મસ્તિષ્ક ની શક્તિ બહુજ જરૂરી છે. જે ફક્ત યોગ થી જ મળે છે. બીજી કોઈ પણ જાત ની કસરત થી નહીં.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment