પાચન થી જોડાયેલ દરેક સમસ્યા થી જોઈએ છે છુટકારો તો આજે જ કરો વજ્રાસન

આજકાલ ની લાઇફસ્ટાઇલ અને ખાવાની  ખોટી આદતોને લીધે ઘણા લોકો ને પાચનની સમસ્યાઓ ઊભી થાય છે. પરંતુ જો તમે કબજિયાત, એસિડિટી અને ગેસની સમસ્યા નો ઉકેલ લાવવા માંગતા  હોવ તો રોજ વજ્રાસન કરવાથી ફાયદો થાય છે. આ આસન કરવાથી તમને પેટની સમસ્યાઓથી રાહત મળે છે.

તો ચાલો જાણીએ આ આસન કેવી રીતે કરવું.

Image Source

આ આસનને વજ્ર આસન એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે હીરા અને વજ્ર ના આકારમાં બેસીને કરવામાં આવે છે.  આ આસન માં બેસી ને  તમે પ્રાણાયામ પણ કરી શકો છો. વજ્રાસન ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે. એટલે જ આ આસન ને જમ્યા પછી જ કરવું.

વજ્રાસન કેવી રીતે કરવું.

Image Source

આ આસન કરવા માટે સૌથી પહેલા ઘૂંટણને પાછળની તરફ વાળી લો. હવે તમારા નિતંબને તમારી એડી  પર રાખો. ધ્યાનમાં રહે કે તમારા બંને પગ એકબીજાને સ્પર્શે નહીં. હવે તમારુ માથુ , ગળુ  અને કરોડરજ્જુને સીધી એક રેખામાં રાખો અને તમારી હથેળીઓને જાંઘ પર રાખો. થોડી વાર આ સ્થિતિમાં બેસો.

વજ્રાસન ના લાભ

Image Source

  • વજ્રાસન કરવાથી તમારા પેટના નીચેના ભાગમાં લોહીનું પરિભ્રમણ વધે છે, જેનાથી પાચનશક્તિ માં સુધારો થાય છે.
  • જમ્યા પછી આ આસન માં બેસવા થી ખોરાક સારી રીતે પચે છે.
  • વજ્રાસન કરવાથી દુખાવા માં  રાહત મળે છે તેમજ પગ અને જાંઘની નસો મજબૂત થાય છે.
  • વજ્રાસન થી કરોડરજ્જુ મજબૂત થાય છે.
  • જે લોકો ને ઘૂટણ ની સમસ્યા હોય તે લોકો એ આ આસન ન કરવું. જો તમારા કરોડરજ્જુ માં કોઈ પ્રોબ્લેમ હોય તો તમારે આ ન કરવું જોઈએ.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *