વર્ષ ૨૦૨૧ રાશિફળ : પાંચ રાશિવાળા વ્યક્તિઓ હશે ભાગ્યશાળી, જાણો નવા વર્ષનું રાશિફળ શું કહે છે?

Image source

વર્ષ ૨૦૨૧ ઘણી રાશિઓ માટે ખુશીનો ખજાનો લઈને આવી શકે છે. જ્યોતિષીના મત મુજબ, ૨૦૨૧માં પાંચ રાશિવાળા વ્યક્તિઓ ખુબ જ ભાગ્યશાળી હશે. કર્ક, સિંહ, કન્યા, ધનુ, અને મીન – આ રાશિના વ્યક્તિઓ માટે નવું વર્ષ લાભકારી રહેશે. આ રાશિના વ્યક્તિઓને માત્ર ઘન જ નહીં પણ તેની કમાણીના સ્ત્રોતમાં વધારો થશે અને સુખ-શાંતિ-સમૃદ્ધિ પ્રાપ્ત થશે. આવો જાણીએ આવનાર નવું ૨૦૨૧ નું વર્ષ ૧૨ રાશિઓ માટે કેવું રહેશે?

મેષ (અ,લ,ઈ) :

૨૦૨૧માં મેષ રાશિવાળાને કરિયરમાં સારા ફળની પ્રાપ્તિ થશે. તેને આર્થિક રીતે અમુક સમસ્યાનો સામનો કરવો પડશે. શરૂઆતી દિવસમાં સ્થિતિ ડગમગશે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં નોકરિયાતને સાવચેતી રાખવી. વ્યાપાર કરનાર માટે આ સમય સારો રહેશે. થોડી સતર્કતા સાથે આખા વર્ષ દરમિયાન કામ કરવા. લગ્નના યોગનું નિર્માણ થશે અને પ્રેમી સાથે અણબનાવ બને એ પહેલા સમયને સમજી લેવો.

વૃષભ (બ,વ,ઉ) :

નોકરિયાતને ઊંચું પદ પ્રાપ્ત થશે. છાપાના બદનામ થઇ શકવાની તૈયારી રાખવી. મોટા લોકોથી બચવું. આર્થિક જીવનના પરિણામ મહેનત કરવાથી મળશે પણ સમયમાં મોડું થઇ શકે છે. પારિવારિક સુખ મળશે અને વિદ્યાર્થી માટે કઠીન સમય રહેશે. બેંક લોનમાં ફાયદો થશે અને લોખંડના વ્યાપારીને નવા ધંધાની તક મળશે.

મિથુન (ક,છ,ઘ) :

નોકરીમાં સાથી કર્મચારી સાથે મળવાથી પરેશાની થશે. ઊંચા કોઇપણ પદ માટે થોડી રાહ જોવી. વ્યાપારી જાતકો માટે આ સમય સારો રહેશે. પૈસાની લેવડ-દેવડમાં સાવચેતી રાખવી. આ સમયમાં સગા જ પૈસા છીનવી શકે છે. પ્રેમી શરીર સંબંધ માટે પરેશાની ઉભી કરી શકે છે. મધ્યમ ધન હાની થવાના યોગ પણ આ રાશિના જાતકોને જોવા મળી શકે છે. એક જ કામના વધુ પ્રયાસોથી સફળતા મળશે.

કર્ક (ડ,હ) :

૨૦૨૧નું નવું વર્ષ કરિયરમાં આગળ વધવાની તક લઈને આવશે. પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. મોટી પરેશાની દૂર થઇ શકે છે. મોટા નિર્ણય લેતા પહેલા વિચારી લેવું. જો તમે કોઈને પ્રેમ કરો છો તો ૨૦૨૧નું આખું વર્ષ બહુ સારું રહેશે. અમુક વ્યક્તિને સ્વાસ્થ્યને લગતી ગંભીર બીમારી લાગી શકે છે પણ સાવધાની રાખવાથી આ ભયને દૂર કરી શકાશે.

સિંહ (મ,ટ) :

વ્યાપારીક દ્રષ્ટિએ રોકાયેલા નાણા પાછા મળશે. વિદ્યાર્થીને વિદેશ જવાની ઈચ્છા પૂરી થશે. આ વર્ષે વ્યસનથી દૂર રહેવાનું સૂચવે છે. વિદેશ જઈને નાણા કમાવવાની તક રહેશે. આ રાશિના જાતકોને લાઈફ પાર્ટનરનો સાથે મળશે. સિંગલ લોકોને આ વર્ષમાં ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે.

કન્યા (પ,ઠ,ણ) :

નોકરી, કરિયર અને વ્યાપારની દ્રષ્ટિએ આ વર્ષ સામાન્ય રહેશે. બિઝનેસમાં પાર્ટનરશીપ થઇ શકે છે. જીવન કષ્ટથી પસાર ન થાય એ ધ્યાન રાખવું. કપટ કરવાના વિચાર મનમાં આવશે પણ લોભ-લાલચથી દૂર રહેવું. પર સ્ત્રી સાથે શરીર સુખ ન માણવું. આ રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. પ્રેમી તરફથી પ્રેમ અખૂટ મળશે.

તુલા (ર,ત) :

તુલા રાશિના જાતકોને ૨૦૨૧માં જોઈતા મુજબનું ફળ મળશે. ઘન લાભ થવાના ચાન્સ મળશે. ધાર્મિક કાર્યમાં ભાગ લો એવા સંજોગો બનશે. વિદ્યાર્થી માટે આ વર્ષ સારું રહેશે. સંતાન માટે આ સારો સમય બનશે. સાચા પ્રેમી માટે આ વર્ષ સારું રહેશે. વિવાહ યોગ બનવાની સંભાવના રહેશે. સ્વાસ્થ્યની સંભાળ અચૂક લેવી.

વૃશ્ચિક (ન,ય) :

કરિયરમાં એક કરતા વધારે અડચણો આવશે. નોકરી છુટી શકે છે પણ મહેનત કરીને જાતને પારખવાનો સમય બનશે. અચાનક ખર્ચ મહિનાનું બજેટ બગાડશે. સંતાન પક્ષમાં સારો સમય રહેશે. વ્યાપારમાં નફો વધુ થઇ શકે છે અને અચાનક ઘન લાભ થઇ શકવાની શક્યતા છે. પ્રેમી માટે આ વર્ષ સામાન્યથી સારું રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ) :

વિદ્યાર્થીને આ વર્ષે પરીક્ષામાં સારું પરિણામ મળશે. જીવનસાથીની તબિયત ખરાબ થઇ શકવાની શક્યતા રહેશે. નાના ભાઈ-બહેનનો સપોર્ટ મળતા અટકતા કામ થઇ શકશે. નોકરીયાત વર્ગ માટે ૨૦૨૧ નું વર્ષ સામાન્યથી વધુ સારું રહેવાની સંભવિત સ્થિતિમાં રહેશે. વિદેશ વ્યાપાર શક્ય બનશે. દારૂનું સેવન કરવાથી બચવું.

મકર (ખ,જ) :

૨૦૨૧ની સાલમાં મકર રાશિના જાતકોને કરીયમાં કઠીન પરિશ્રમ પછી ફળ મળશે. વ્યાપાર માટે આખું વર્ષ શુભ રહેશે, આ વર્ષે કમાણી બમણી થઇ શકે છે. ખર્ચ અને આવક બંને સમાંતર ન થઇ જાય એ ધ્યાન રાખવું. પૈસાની મદદ લેવાની જરૂર જણાશે ત્યારે નજીકના મિત્રથી મદદ મળશે. થોડી સ્વાસ્થ્યની સમસ્યા સર્જાય શકે છે. લગ્નજીવનમાં નીરસતા મહેસૂસ થશે.

કુંભ (ગ,સ,શ,ષ) :

આ વર્ષે ૨૦૨૧માં પાપનો ધડો છલકાશે પણ સારા કર્મોથી બચી જવાશે એટલે સમય પ્રતિકુળ બનશે. ખર્ચ પર કાબુ રાખવો. આર્થિક તંગી સર્જાય એવા કાર્ય ન કરવા. વ્યાપારીઓને વિદેશ યાત્રાના યોગ થઇ શકે છે. જીવનસાથી સાથે સુમેળ રહશે. હદયની કાળજી રાખવી અને ખોરાક લેવામાં ચેતવું.

મીન (દ,ચ,થ,ઝ) :

આ વર્ષથી કરિયરમાં પ્રગતિની ઝડપ વધશે. વ્યાપારના વિસ્તારને વધારી શકાશે. આવકના સ્ત્રોત વધશે અને દિવસો આનંદથી વીતશે. પરિવારમાં ઝઘડાથી બચવું. વિદ્યાર્થીને મન લગાવીને કરેલી મહેનતનું સારું પરિણામ મળશે. લવ મેરેજના યોગ આ વર્ષ દરમિયાન બનશે. જીવનસાથી સાથે સારો સમય વીતશે.

આવા જ અન્ય રસપ્રદ આર્ટિકલ વાંચવા માટે ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો. અહીં અમે દરરોજ અવનવી માહિતી પોસ્ટ કરતા રહીએ છીએ.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *