શું તમે ગરમ કપડાની ખરીદી કરવા ઈચ્છો છો? તો દિલ્લીની આ બજારની મુલાકાત ચોક્કસ લો

woolen market in hindi

Image Source

જો તમે ગરમ કપડા, લેધર જેકેટ, બુટ, કાશ્મીરી શાલ વગેરે ખરીદવાનું વિચારી રહ્યા છો, તો દિલ્લીના આ બજારનું અન્વેષણ જરૂર કરો.

શિયાળો આવતા જ લોકો ગરમ કપડા પહેરવાનું શરૂ કરી દે છે. તેથી નવી દિલ્લી થી લઈને જૂની દિલ્લી સુધીના બજારમાં ગરમ કપડા વહેંચવાના શરૂ થઈ જાય છે. કેમકે દિલ્લીમાં રહેલ ઘણા એવા બજાર છે, જ્યાં લોકો મોટી સંખ્યામાં જુદા જુદા પ્રકારના ગરમ કપડા ખરીદવા માટે આવે છે. તમને દિલ્લીના આ બજારમાં સ્ટોલ, જેકેટ, કોટ, ટોપી, ગરમ મોજાની સાથે ઘણા પ્રકારના ગરમ કપડા સરળતાથી મળી જશે. જો તમે પણ સસ્તા અને સારા ગરમ કપડા ખરીદવા ઇચ્છો છો, તો તમે દિલ્લીના આ બજારનું મુલાકાત લઈ શકો છો.

woolen market in new delhi

Image Source

પહાડગંજ

પહાડગંજ દિલ્લીનું એક એવું બજાર છે, જ્યાં તમને ઘણા પ્રકારના ગરમ કપડા સરળતાથી મળી જશે. જો તમે લેધર જેકેટ, બુટ, કાશ્મીરી શાલ વગેરે ખરીદવા ઇચ્છો છો, તો તમારા માટે આ બજાર એકદમ બેસ્ટ છે. કેમકે અહી તમને તે બધી વસ્તુ ખૂબજ સસ્તી કિંમત પર સરળતાથી મળી જશે. આ ઉપરાંત, આ બજારમાં ગરમ કપડાના માલ વિદેશથી પણ આવે છે. તમે તમારા બજેટ મુજબ અહીંના ગરમ કપડા ખરીદી શકો છો.

chandni chowk market

Image Source

ચાંદની ચોક

ચાંદની ચોકનું બજાર એશિયાનું સૌથી મોટું બજાર છે. અહી તમને શિયાળાના દરેક પ્રકારના કપડા સસ્તી કિંમત પર સરળતાથી મળી જશે. કેમકે ભારતના ઘણા રાજ્યોથી લોકો ખાસકરીને અહી વિન્ટરની ખરીદી કરવા આવે છે. તમને અહી વુલન ટોપ, ગરમ કુર્તી, શાલ વગેરે સરળતાથી મળી જશે. આ ઉપરાંત, ચાંદની ચોકમાં દરરોજ પહેરવા માટે ગરમ સુટ પણ સરળતાથી મળી જશે. જો તમને સાધારણ ગરમ કપડા પસંદ હોય, તો તે પણ વધુ ડિઝાઇનર વુલન કપડા જોઈએ, તો તે પણ સરળતાથી મળશે.

lajpat nagar market

Image Source

લાજપત નગર

લાજપત નગરનું બજાર પણ શિયાળાની ઋતુ માટે ઘણું પ્રખ્યાત છે. અહી તમને તૈયાર વુલન કપડાથી લઈને ઉનથી બનેલ વસ્તુઓ જેમકે ગરમ ધાબળા વગેરે પણ સરળતાથી મળી જશે. તમને ખરીદી કરવાની ઘણી વેરાયટી સરળતાથી મળી જશે. સાથેજ કપડાના સ્ટોલની તો અહી ભરમાર છે. કેમકે દેશ વિદેશથી અહી લોકો આવે છે. હોલસેલની દ્રષ્ટિએ તેના માટે ઘણી વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ થાય છે. પરંતુ ધ્યાન રહે, તે ખૂબજ ભીડ વાળો એરિયો છે તેથી તમારે ઘણી સુરક્ષા રાખવી પડશે.

જનપથ

જનપથ અને તિબેટીયન બજારમાં તમે વિન્ટર કી સસ્તી કિંમત પર સરળતાથી ખરીદી કરી શકો છો. અહી તમને શિયાળાની દરેક જરૂરી વસ્તુઓ જેમકે ઇલેક્ટ્રોનિક વસ્તુથી લઈને વુલન કપડા વગેરે સરળતાથી મળી જશે. આ ઉપરાંત, નવા વર્ષ અને ક્રિસમસની ખરીદી કરવા માટે પણ એક સારું બજાર છે. તિબેટીયન બજારમાં તમે ભેટના રુપે ભારતીય કલાકૃતિઓ, પેઇન્ટિંગ, પિત્તળના વાસણ વગેરે પણ ખરીદી શકો છો.

sarojni nagar market

Image Source

સરોજિની નગર

સરોજની નગરનું બજાર આખી દિલ્હીમાં પ્રખ્યાત છે, જ્યાં તમને વુલન કપડાની સાથે પ્લાઝો, ટોપ અને ઘણા એથનીક ભારતીય પોશાક સરળતાથી મળી જશે. સાથેજ, ડેનિમ થી લઈને લેધર જેકેટ વગેરેની ઘણી વેરાયટી જોવા પણ મળશે. આ ઉપરાંત આ બજારમાં તમને જીન્સ, શોર્ટ વુલન ટોપ અડધી કિંમતમાં સરળતાથી મળી જશે.

આ બજાર ઉપરાંત તમે પાલિકા બજાર, કરોલબાગ, ગ્રીન માર્કેટ, દરિયાગંજ વગેરે સ્થળો પર પણ ગરમ કપડાની ખરીદી કરવા માટે જઈ શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment