દુનિયાની સૌથી નાની છોકરીએ મતદાન કર્યું – ફોટો જોવો તો ખબર પડશે…

ચુંટણીનો માહોલ છે ત્યારે સમય પર વોટીંગ કરવું જરૂરી છે. ૧૮ વર્ષથી ઉપરના કોઇપણ વ્યક્તિ મતદાન કરી શકે છે. ક્યાં પક્ષમાં મત આપવો એ તો ખુદની મનસૂબી પર આધાર રાખે છે પણ વિશેષ એ છે કે આપણા ભાગનું મતદાન તો કરવું જ જોઈએ. છેલ્લે, તમે કોઈ પક્ષને મત આપવા નથી માંગતા તો નોટાના બટન પર ક્લિક કરી શકો છો અથવા અન્ય કોઈ પક્ષની તરફેણમાં મત આપી શકો છો.

એવી રીતે આજે એક કિસ્સો તમને જણાવતા અમે આનંદિત છીએ કારણ કે આ એવો કિસ્સો છે જેનાથી તમે ખુદને મતનું મહત્વ ખબર પડશે. આજ માહિતી જાણવાના છીએ એક એવી છોકરીની જે દુનિયાની સૌથી નાની છોકરી છે. આ  છોકરી પણ મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચી હતી.

લોકસભાની ચુંટણીનું પહેલી ચરણ પૂર્ણ થઇ ગયું છે ત્યારે હજુ અમુક રાજ્યોમાં ચુંટણી બાકી છે. પુરૂષ હોય કે મહિલા અને દિવ્યાંગ પણ મતદાન કરી શકે છે. એવામાં એક મતદાન મથકની અતિ રસપ્રદ એવી તસવીર સામે આવું હતી. જેમાં દુનિયાની સૌથી નાની છોકરીએ પણ મતદાન કર્યું હતું.

આ છોકરીની હાઈટ બહુ નાની છે અને તેનું વામનરૂપ લોકોને તેની તરફ આકર્ષે છે એટલે કે આ નાની છોકરીની ઉંમર તો વધારે છે પરંતુ શારીરિક ખામીને કારણે તે હાઈટમાં વધી નથી છતાં પણ તેને મત કરવાનો ઉત્સાહ તેના કરતા બમણો જોવા મળ્યો હતો. આ છોકરીએ તેની તસવીર સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી અને લોકોને મતદાન કરવા માટેની જાગૃતિ પણ બતાવી હતી.

જો આમ જ દેશના દરેક નાગરિક તેની ફરજનું પાલન કરે તો ભારત દેશને આવનારા સમયમાં વિદેશ કરતા પણ આગળ જતા સમય નહીં લાગે. અહીં અમે જે ઉદારહણ રજુ કર્યું છે તેના પરથી સાબિત થાય છે કે ભારત દેશના દરેક નાગરિકને હક છે કે એ યોગ્ય અને સારા પક્ષને મત આપીને દેશના બંધારણને મજબૂત બનાવે.

દેશના કાયદા અને વ્યવસ્થાથી લઈને આ દેશને સુધારવા સુધીની તમામ જોગવાઈ ચૂંટાયેલા પક્ષને સોંપવામાં આવે છે. એટલે તો અહીં અને આજ એવા મતદાન થકી એવા એક પક્ષની સ્થાપના કરીએ જેનાથી મજબૂત સરકાર બને. આ દુનિયાની સૌથી નાની છોકરી તેના શરીરને લઈને જો મતદાન કરવા માટે જતી હોય તો આપણે પણ મતદાન પ્રત્યેનું જાગૃતિ કેળવીને મતદાન કરવા માટે જવું જોઈએ. “મેરા ભારત મહાન..” આ વાક્યને હંમેશા મહાન રાખવા માટે આપણે પણ કૈંક કરવું પડશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.


Author : Ravi Gohel

Leave a Comment