આ છે દુનિયાની સૌથી મોંઘી ચા પત્તી, કિંમત જાણીને ઉડી જશે હોશ…😲

આસામ માં ઉગતી એક ચા આજકાલ ખુબજ ખબરો માં છે. કારણ છે તેની કીમત. હાલમાં યોજાયેલ એક નીલામી માં આ ચા ૩૯૦૦૧ રુપયા માં વહેંચવામાં આવી છે.  આ દેશમાં લોકો જ્યાં ૫૦૦ રુપયા કિલોગ્રામ માં વહેંચાતી ચા નો પ્રયોગ કરે છે, ત્યાજ આટલી મોંઘી ચા પીવાની હિમ્મત તો થોડા ઘણા લોકોજ કરી શકશે.

આ સ્પેશીયલ ચા નો રંગ હોય છે કઇંક આવો 

આસામ રાજ્ય ના ઉપરી ક્ષેત્ર માં મનોહર ટી ઇસ્ટેટ માં પેદા થનાર આ ચા પત્તીને પારંપરાગત રીતે બનાવામાં આવે છે,  જેનો અર્થ એ થાય કે ક્રશ, ટાયર અને કર્લ (સીટીસી) પ્રક્રિયા નો ઉપયોગ કરવામાં આવતો નથી. મહત્વપૂર્ણ ની વાત તો એ છે જ્યાં સામાન્ય ચા નો રંગ કળા કલર નો હોય છે ત્યાજ આ સ્પેશીયલ ચા નો કલર સોનેરી કલર નો છે. આ કારણે આ ચાપત્તી ને મનોહરી ગોલ્ડ સ્પેશીયાલીટી ટી ના નામથી જાણવામાં આવે છે.

આ ચા તૈયાર કરવામાં લગભગ ૪૦ દિવસ લાગે છે

મેં અને જુન માં પેદા થનાર આ મનોહરી ગોલ્ડ સ્પેશીયાલીટી ટી ને તૈયાર કરવામાં ૪૦ દિવસ નો સમય લાગે છે. આમાં ચા પત્તી ને તોડવાથી લઇ પેકિંગ કરવાની પ્રક્રિયા શામિલ હોય છે. આ પ્રક્રિયા એટલી ધીમી છે કે આખા દિવસ દરમ્યાન ૫૦ ગ્રામ થી વધારે આ ચાપત્તી બનાવી શકાતી નથી.

સવારના સમયે પત્તી ને તોડવામાં આવે છે 

આ સ્પેશીયાલીટી ચાપત્તી ને તોડવાનો એક સમય હોય છે. આ ચા ને સવારે ૪ વાગ્યે થી ૬ વાગ્યે ની વચ્ચે તોડવામાં આવે છે, આવું એટલા માટે કારણકે સુરજ ની કિરણો ના લીધે તેની સુગંધ અને સ્વાદ ખરાબ નાં થઇ જાય. તમને જણાવી દઈએ કે સીટીસી માં ચાપત્તી ને પ્રોસેસ કરવા માટે ફક્ત ૧૮ કલાક નો સમય લાગે છે.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

 

Leave a Comment