દિમાગનું અથાણું કરી નાખે એવા અજીબ માણસોને એકવાર મળો…બધા કરતા સાવ અજીબ છે આ માણસો..

દુનિયા કેવી વિશાળ છે. આ દુનિયામાં માણસો પણ એવા-એવા છે, જે તમે ક્યારેય જોયા ન હોય. વર્લ્ડ રેકોર્ડ બનાવવાના કિસ્સામાં ઘણાના નામ સૌપ્રથમ યાદ આવે. વર્લ્ડ રેકોર્ડમાં તો શરીર પણ કંઈ બાકી રહે ખરૂ!! ચાલો, જાણીએ એવા શખ્સો વિશેની જાણકારી જે તમને નવાઈ પમાડે એવા છે.

નીચે આપેલા તદ્દન નવા કારનામાં રજૂ કરનાર આ વ્યક્તિઓ વિશે માહિતી જાણવા જેવી છે.

(૧) આ છે ઇલાઈન ડેવિડસન. આ શખ્સને પહેલા કોઈ જાણતું ન હતું, પરંતુ તેની હરકતને વિશ્વમાં પ્રસિદ્ધિ અપાવી છે, જેને શરીર પર પીયર્સ એટલે કે છેદ કરાવવામાં બાકી રાખ્યું નથી. જુઓ, તસવીરમાં તમે જોઈ શકો છો તેના ચહેરાની હાલત.

(૨) આ તસવીરમાં, જે તમે જુઓ છો એ કોઇ સામાન્ય માણસનું કામ નથી. બધાનું મોઢું એટલું ખુલે એ અશક્ય હોય છે. આ મહાશયનું મોઢું એટલું બધું ખુલે છે કે, કોલ્ડ્રિંક્સનું કેન પણ તેના મોઢામાં ફસાવી શકે છે. પણ તમારે આવો નાકામ પ્રયાસ ઘરે કરવો નહીં.

(૩) આ છે હવાયેન કાલા કૈવી, જે વિશ્વનો સૌથી અનોખો માણસ છે. કાનની અંદર સૌથી મોટો હોલ કરાવીને તે જગવિખ્યાત બન્યો છે.

(૪) તમાકુ માનવ શરીરને નુકસાન કરે છે. આ વાત બધા જાણે છે પણ આ શખ્સને આ વાતથી કોઈ ફેર પડતો નથી. સૌથી વધુ એક સાથે સિગરેટ પીવાની કોશિશ કરવાનો વર્લ્ડ રેકોર્ડ કેલિફોર્નિયાના જિમના નામે નોંધાયો હતો. તેને મોઢામાં એકસાથે સૌથી વધુ સિગારેટ પીવાનો રેકોર્ડ બનાવ્યો છે.

(૫) આ તસવીર જોઈને માત્ર દર્દ થાય છે. પરંતુ આ શખ્સને કાંઈ જ થતું નથી. આ છે – વેનારન ક્રેગ, જે ખીલાને પથારી સમજીને તેના પર સૂતેલો છે. ધારદાર ખીલા પર સુઈને પણ તેને કંઈ જ થતું નથી.

(૬) વેમ્પાયર વુમનના નામથી ફેમસ મારિયા જેસ ક્રિસ્ટીનને રાતે જોઈએ તો ડર લાગી જાય. તેને શરીરને એવો આકાર આપ્યો છે જે બહુ વિચિત્ર છે.

(૭) આ છે દુનિયાના સૌથી નાના અને સૌથી લાંબા માણસની તસવીર. સૌથી લાંબા આદમી સુલતાન અને સૌથી નાના ચંદ્ર બહાદુર ડાંગી. સાલ ૨૦૧૪માં બંનેને એકબીજા સાથે મુલાકાત થઈ હતી, ત્યારની આ તસવીર છે. નેપાળના ચંદ્ર બહાદુર ડાંગીની લંબાઈ ૫૪.૬ સેમી છે, જ્યારે સુલતાન ૮ ફૂટ ૩ ઇંચ લંબાઈ ધરાવે છે.

(૮) આ મહાશય એચોંટાડવાની બધી વસ્તુને સાઈડમાં મુકીને તેને શરીર પર ચમચી ચિપકાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. જુઓ તસવીર…

છે ને દુનિયામાં અજબ-ગજબ અમુક માણસોને વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો શોખ હોય છે, જેના માટે તે કંઈ પણ કરવા માટે તૈયાર થઇ જાય છે. જેમકે, તમે ઘણા નામો ઉપર વાંચ્યા…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel


Leave a Comment