ભારત દેશમાં એક નવી ટેકનોલોજી આવી – મુંબઈ થી પુના માત્ર ૨૫ મિનીટમાં પહોંચી શકાશે…

લાંબી મુસાફરીની પળોજણમાંથી સરકાર છુટકારો અપાવવા મથી રહી છે, ત્યારે મહારાષ્ટ્ર સરકારે એક નવા પ્રોજેક્ટની જાહેરાત કરી. નવા પ્રોજેક્ટના શ્રી ગણેશ કરીને મંજૂરી આવી ગઈ છે ત્યારે મુંબઈ થી પુણે હવે માત્ર ૨૫ મિનીટમાં પહોંચી શકાશે. કારણે કે, એ માટે હાઇપર લૂપ ટ્રેનની રચના કરવામાં આવશે.

Image Source

આ પ્રોજેક્ટની માહિતી ખરેખર જાણવા જેવી છે કારણ કે આ ટ્રેનની ટેકનોલોજી અધ્યતન નવા રૂપમાં બનાવવામાં આવશે. અત્યાર સુધી મુંબઈ થી પુણે જનારા મુસાફરો કલાકો સુધી મુસાફરી કરીને તેની સફરની મંઝીલ સુધી પહોંચતા, જે હવે માત્ર ૨૫ મિનીટની સફરમાં પૂર્ણ કરવામાં આવશે.

Image Source

મુંબઈ પુના વચ્ચેનું અંતર જે કલાકોમાં પૂર્ણ થતું એ હવે માત્ર ૨૫ મિનીટમાં કાપી શકાશે. એ જ માટે મહારાષ્ટ્રની સરકારે એક સરસ પ્રોજેક્ટ લોન્ચ કરવાનું વિચાર્યું છે. હાઇપર લૂપ ટ્રેનની સુવિધા વિકસાવવામાં આવશે. આ ટ્રેન ટનલની અંદર ચલાવવામાં આવશે. મતલબ કે એક નળી જેવો વિસ્તાર મુંબઈ થી પુના સુધી બનાવવામાં આવશે, જેમાં કોઈ અડચણ વિના પુરપાટ ઝડપે ટ્રેનને દોડાવી શકાશે.

Image Source

અતિ ઝડપથી ટ્રેન દોડી શકશે અને વચ્ચે કોઈ સિગ્નલ કે ક્રોસિંગ પણ નહીં આવે આ રીતે માત્ર ૨૫ મિનીટમાં મુંબઈ થી પુના સુધી પહોંચી શકાશે. આમ સામાન્ય રીતે મુબઈ થી પુના જો બસ મારફત જઈએ તો ૪ કલાક, ટ્રેન મારફત ૩.૫ કલાક, કાર મારફત ૩ કલાક, વિમાન થકી ૪૫ મિનીટ અને હાઈપર લૂપથી માત્ર ૨૫ મિનીટમાં પુને સુધી પહોંચી શકાશે.

Image Source

અત્યાર સુધી આ પ્રોજેક્ટ અમેરિકા સહીતના દેશોમાં કાગળ પર રહ્યો હતો, જેને હવે મહારાષ્ટ્ર સરકાર આગળ ધપાવશે. આમ તો આ હાઇપર લૂપ ટેકનોલોજી નવી ન કહી શકાય કારણ કે છેક જુલ્સ વર્ને ૧૮૯૫માં લખેલી એક વાર્તા ‘અન એકપ્રેસ ઓફ ફ્યુચર’માં પરિવહન માટેની આવી કલ્પના કરી હતી. કદાચ તેની આ સોચને કારણે આ પ્રોજેક્ટનો વિચાર ઉદ્દભવ્યો હોય એવું પણ બની શકે.

Image Source

આ પ્રોજેક્ટ ૨૦૨૩ સુધીમાં તૈયાર કરી દેવામાં આવશે અને લોકો તેનો લાભ લઇ શકશે એવું જાણવા મળ્યું છે પણ આવનારા સમયમાં ખબર પડે કે આ પ્રોજેક્ટ કેટલી હદ સુધી સફળ સાબિત થાય છે. જો આ પ્રોજેક્ટ સફળ થયો તો મહારાષ્ટ્ર સિવાય ગુજરાતમાં પણ આ પ્રોજેક્ટ લાવી શકાય એમ છે. 

Image Source

અમુક એવા શહેરો છે જ્યાં સતત મુસાફરો આવનજાવન કરતા હોય છે, એવી બે જગ્યાઓ વચ્ચેનો મુસાફરી સમય ઘટાડવા માટે આ પ્રોજેક્ટ ખરેખર સાચા અર્થમાં કામ લાગે એમ છે. એટલે તો આ પ્રોજેક્ટથી ૨૦૨૬ સુધીમાં મુંબઈ થી પુના સુધીની સફર કરતા મુસાફરોનો આંકડો ૧૩ કરોડની આસપાસ પહોંચી જશે એવો અંદાજ છે.

Image Source

આ અતિ ખર્ચાળ ટેકનોલોજી છે. સાથે આ હાઇપર લૂપ ટ્રેન માટેનો પ્રોજેક્ટ બનાવવા માટે એક સક્ષમ મોટી એવી કંપનીની જરૂર પણ પડે જેમાં હોશિયાર અને મહેનતુ એન્જિનિયર તેમજ વર્કર હોય. એટલે તો મહારાષ્ટ્ર સરકારે અમેરિકાની એક કંપની ‘હાઇપર લૂપ વન’ને આ કામ સોંપ્યું છે.

એ સાથે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ પર અવનવી માહિતી મળતી રહેશે. તો આ પેજ સાથે જોડાયેલા રહેજો અને તમારા મિત્રો સાથે પણ આ પેજને શેયર કરવાનું ભૂલશો નહીં.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *