દુનિયાના ખૂબસૂરત બગીચા જોઇને તમે અવાચક બની જશો – અહીં રોમેન્ટિક પળોનો અહેસાસ થાય છે…

દુનિયામાં ભગવાને બાગ બગીચા અને કુદરતી સૌંદર્યની અલગ દુનિયા બનાવી હોય એવું લાગે. પ્રકૃતિના ખોળે જવાથી કુદરત હોવાનો અહેસાસ થાય. કુદરતની રચનાની અનુભૂતિ થાય. એમ, આજે દુનિયાભરના ખુબસુરત બગીચા વિશે જાણકારી જોઈએ અને સાથે ખુબ જ અતિ સુંદર એવી બગીચાની તસવીરો જોઈએ.

પૃથ્વી પરની તમામ કુદરતી રચના એ સુંદરતા સાથે જોડાયેલી છે. બાગ-બગીચા, નદી-સરોવર વગેરે કુદરતની અદ્દભુત કારીગરીની કમાલ છે. બાકી કોઇપણ સજીવ ક્યારેય આવું સર્જન ન કરી શકે. આજે તમને એક માહિતી જણાવવી છે, જેમાં અમુક ફોટોગ્રાફરે એવી ક્રિએટીવીટી બતાવી છે જેને લોકો ક્યારેય ભૂલી શકે નહીં. કોઇપણ વ્યક્તિ આ ફોટોગ્રાફરની કલા જોઈને તેની પીઠ પર શાબાસી આપે. દુનિયામાં ઘણા એવા આર્ટિસ્ટો છે, જે પોતાના કામમાં જાતને ખોઈ બેસે છે ત્યાં સુધીનું કામ કરે છે. એવી રીતે વધુ વિગત જાણીએ આજના આર્ટીકલમાં.

ઈન્ટરનેશનલ ગાર્ડન ફોટોગ્રાફર ઓફ ધ યર કોમ્પિટિશનમાં ઘણા વિજેતા બની ગયા છે. અહીં એ ફોટોગ્રાફરના ક્લિક કરેલ દુનિયા વિશેની ચર્ચા કરીએ એ સાથે તેના કેમેરાની કલા નિહાળીએ.

(૧) એલીયમ ફ્લાવર

આ અદ્દભુત તસવીર બ્રિટનના ફોટોગ્રાફર જીલ વેલ્હમને તેના બગીચામાં લીધી છે. જીલ આ વર્ષની ઈન્ટરનેશનલ કોમ્પિટિશનમાં વિજેતા રહ્યા છે. વેલ્હમને આ તસવીર પર ફોટોગ્રાફ પ્રિન્ટીંગ પ્રક્રિયાનો ઉપયોગ કર્યો છે. તેનો એ માટે ૬૯ હજાર રૂપિયાનો પુરસ્કાર દેવામાં આવ્યો છે.

(૨) બ્યુટીફૂલ ગાર્ડન વિજેતા

આ શ્રેણીમાં બ્રિટનના રિચર્ડ બ્લૂમને ખાતે પુરસ્કાર ગયો. બગીચાની ખુબસુરત તસવીર જોઇને મૌસમને પણ ખુશ કરી દે એવી કલાકારી વાપરી છે. રિચર્ડ કહે છે કે આ ખુબસુરત બગીચો સવારની હલકી ધૂપમાં ફ્રેશ થઇ રહ્યો છે.

(૩) બ્રીદિંગ સ્પેસિજ વિજેતા

આકાશ અને જમીનને કેનવાસ પર આકર્ષક અંદાજમાં પ્રેઝેન્ટ કરેલી આ તસવીર એડ્રેપ પોટ્સીની છે. આ ફોટો ઈન્ટરનેશનલ ફોટોગ્રાફીમાં સિલેક્ટ થઇ હતી.

હજુ તો આવી એક નહીં અનેક ફોટો છે, જે ઈન્ટરનેશનલ ફોટોગ્રાફરે ક્લિક કરી છે. કેમેરાની અને ખુદની કમાલ થકી પૃથ્વી પરની અમુક એવી હરકતોને કેમેરામાં કેદ કરી છે જેથી એવું લાગે કે હમણાં તસવીર બોલી ઉઠશે. આજકાલ ફોટોસનો ક્રેઝ એક અલગ ઉંચાઈ સુધી પહોંચી ગયો છે. જેમાં ઘણાખરા નવા ફોટોગ્રાફર પણ બહાર આવ્યા છે. આ કોઈ ફેંકી દીધા જેવી વાત નથી. પણ કેમેરો હાથમાં હોવા છતાં કઈ રીતે ફોટો ક્લિક કરવો એ પણ એક મહત્વની કલાનું બેનમૂન ઉદાહરણ છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel


Leave a Comment