વિશ્વનાં આ ૧૦ માણસો એટલા ઊંચા છે જેને ક્યારેય ટેબલ પર ચડવાની જરૂર પડી નથી..

માનવ શરીર એટલે ઈશ્વરનું સૌથી અદ્દભૂત સર્જન. અજબ – ગજબ વિશ્વની એક અજાયબી એ પણ લાગે છે કે દરેક માણસ અલગ રંગ, રૂપ, કદ એવી અનેક બાબતોમાં ભિન્નતા ધરાવે છે. કોઈ કાળું છે તો કોઈ ધોળું, કોઈ ઊંચું છે તો કોઈ અતિ ઊંચું. પરંતુ અબજો માણસોનાં સમૂહમાંથી અમુક માણસો એવા હોય છે જેને સહજ પણે અલગ તારવી શકાય અથવા તેઓ કંઈક વિશેષ શરીર રચના ધરાવતા હોય છે.

આવા વિશિષ્ટ વ્યક્તિઓને જાણવા આપણે સૌ આતુર હોઈએ છીએ. તો કંઈક એવી જ ચર્ચા ભરી માહિતીનો ખજાનો જોઈએ આજે આ વિશેષ આર્ટીકલમાં. જાણીએ એવી માહિતી જે જાણતા મોં પણ ખુલ્લું રહી જાય અને ઓહો.!! બોલવાનું મન થાય. ફક્ત ગુજરાતીનાં આ આર્ટીકલમાં તમને આજે દુનિયાના ૧૦ એવા માણસો જાણવા મળશે જે વિશ્વમાં સૌથી ઉંચી હાઈટનાં છે.

૧. રોબર્ટ વોડલો

રોબર્ટ વોડલોને “અલ્ટોન જાયન્ટ” ના નામથી પણ ઓળખવામાં આવે છે. અત્યાર સુધીનાં માનવ ઈતિહાસમાં તેઓ સૌથી ઊંચા માણસ છે. ૨૨ ફેબ્રુઆરી ૧૯૧૮ માં જન્મેલા રોબર્ટની ઉંચાઈ ૮ ફૂટ અને ૧૧.૧ ઇંચ જેટલી હતી. તેના વજનની વાત કરીએ તો ૧૯૯ કિલો હતો. પીટ્યુચરી ગ્રંથીમાં અસામાન્ય ફેરફાર થતાં આ સૌથી ઉંચી હાઈટનું તેને બિરૂદ મળેલ. સામાન્ય કરતા સતત હાઈટ વધતા અંતે ૯ ફૂટ જેટલી હાઈટ થઇ ગઈ હતી.

૨. એલીસેની દાસીલવા

એલીસેની દુનિયાની સૌથી ઉંચી મહિલા છે. તેમની ઉંચાઈ ૬ ફૂટ ૮ ઇંચ છે. તેને પણ એ જ સામાન્ય કરતાં વધુ ઊંચાઈની ફરિયાદ હતી.

૩. જોહન કેરોલ

૧૯૩૨માં અમેરિકામાં જન્મેલા જોહન કેરોલને  “ટુ ડાઈમેન્સનલ સીપ્નલ કર્વેચર” ની બીમારી હતી. આ બીમારીને કારણે તેમની ઉંચાઈ ખૂબ વધી ગઈ હતી. જે વધીને ૮ ફૂટ અને ૭ ઇંચ જેટલી થઇ ગઈ હતી.

૪. લીઓનીડ સ્ટેકનિક

૫ ઓગસ્ટ ૧૯૭૦ નાં રોજ યુક્રેનમાં જન્મેલા લીઓનીડ ૮ ફૂટ ૫ ઇંચની ઉંચાઈ ધરાવતા હતાં. ૧૪ વર્ષની વયે મગજની સર્જરી બાદ તેમની ઊંચાઈમાં અસામાન્ય વૃદ્ધિ થઇ હતી. ૪૪ વર્ષની વયે બ્રેઈન હેમ્રેજનાં કારણે તેનું અવસાન થયું હતું.

૫. વેઈનો મીલીરીન

૨૭ ફેબ્રુઆરી ૧૯૦૯ માં ફિનલેન્ડમાં જન્મેલા મીલીરીન ૨૧ વર્ષની ઉમરે પોતાની સદીનાં સૌથી ઊંચા માણસ હતાં. તેની ઉંચાઈ ૭ ફૂટ અને ૩ ઇંચ હતી. પછી તેની ઉંમર જેમ વધી તેમ ૮ ફૂટ ૩ ઇંચ જેટલી થઇ. એ સમયે તેઓ ફિનલેન્ડની આર્મીનાં સૌથી ઊંચા સૈનિક હતાં.

૬. ઈડાઉડ બ્યુપર

ઉડાઉડ તેમના ૨૦ ભાઈઓમાં સૌથી મોટા હતાં. તેમનો જન્મ કેનેડામાં થયો હતો. તેઓ સરકસમાં કામ કરતાં હતાં. રાક્ષક, રેસલર, ડરાવતો માણસ જેવાં પાત્રો તેઓ નિભાવતા હતાં. ૮ ફૂટ ૩ ઇંચ ઉંચાઈ અને ૧૭૦ કિલો વજન ધરાવતા ઈડાઉડ દુનિયાનાં સૌથી તાકાતવાર રેસલર મનાય છે.

૭. સુલ્તાન કોસન

૧૦ ડીસેમ્બર ૧૯૮૨ માં જન્મેલા સુલ્તાન કોસન તુર્કી ખેડૂત છે. જેનું નામ ગીનીશ બૂકમાં નોંધાયેલું છે. તેમની ૮ ફૂટ ૩ ઇંચની ઉંચાઈનાં કારણે તેને ચાલવામાં મુશ્કેલી પડતી હતી.

૮. વિકાસ ઉપલ

૧૯૮૬માં જન્મેલા વિકાસ ઉપલ ભારતનાં રહેવાસી હતાં. તેઓ ભારતનાં તે સમયનાં સૌથી ઊંચા માણસ હતાં. વર્ષ ૨૦૦૭માં બ્રેઈન ટ્યુમરનાં ઓપરેશન વખતે તેમનું અવસાન થયું. તેના મૃત્યુ સમયે તેઓ ૮ ફૂટ અને ૧૦ ઇંચના હતાં.

૯. ડોન કોહલર

૧ સપ્ટેમ્બર ૧૯૨૫ માં અમેરિકામાં જન્મેલા ડોન તેનાં પરિવારથી ઘણાં ઊંચા હતાં. દસ વર્ષ સુધી તેમની ઉંચાઈ સામાન્ય હતી. પરંતુ મૃત્યુ સુધી તેઓ દુનિયાનાં સૌથી ઊંચા માણસ ગણાતા હતાં.

૧૦. બર્નાડે કોઈન

૨૭ જુલાઈ ૧૮૧૭માં જન્મેલા કોઈનની ઉંચાઈ ૮ ફૂટ કરતાં વધુ હતી. જયારે તેઓ ૭ ફૂટનાં હતાં ત્યારે તેમને આર્મીમાં લેવામાં ઇનકાર કરવામાં આવ્યો હતો.

અમુક સ્પેશ્યલ કેસમાં આવી અસામાન્ય ઉંચાઈની વૃદ્ધિ જોવા મળે છે. દુનિયામાં તો કરોડોની સંખ્યામાં માનવો રહે છે. પરંતુ આટલી ઉંચી હાઈટ ધરાવતા ઇન્સાનની વાત જાણવી પણ નવીન વાત છે. અમે તમારા સુધી આવી જ મજેદાર રસપ્રદ વાતોનું લીસ્ટ લઈને આવતા રહીશું. તો તમે પણ “ફક્ત ગુજરાતી” નાં પેઇઝ ને લાઇક કરવાનું ભૂલતા નહીં….

Author : Payal Joshi

Leave a Comment