ચાલી ચાલીને ઘસાઈ ગયા મજુરોના ચપ્પલ, પોલીસે કરી મદદ અને રોડ કિનારે જ ઉભી કરી ચપ્પલની દુકાન

આગરા ગ્વાલિયર નેશનલ હાઈવે પર પોલીસે ચંપલની દુકાન ચાલુ કરી છે. આ ચપલો એવા મજૂરો માટે છે જે રોડ ઉપર તડકામાં પગપાળા ચાલી રહ્યા છે. માથા ઉપર વજન ઉપાડી આ મજૂરો સતત ચાલી રહ્યા છે. દિલ્હી એનસીઆરમાં લોકડાઉનમાં જીવન રોકાઈ ગયું છે, તો રોજીરોટી ના પણ સંકટ છે.  હવે આ મજૂરો તપતા બપોરમાં પગપાળા જ ઘરે જઈ રહ્યા છે. એવામાં સતત ચાલવા ને લીધે તેમના ચપલો તૂટી ગયા છે. એવામાં ઘણા મજૂરો તપતા રોડ પર ખુલ્લા પગે ચાલી રહ્યા છે.

image source

એવા મજૂરો માટે આગરા પોલીસ રાહત નો સામાન લઈને આવી છે. એવા મજૂરોને પોલીસ ચંપલ આપી રહી છે. જેનાથી તેમની કિલોમીટર લાંબી મુસાફરીમાં થોડીક રાહત મળે. આગરા પોલીસ મજૂરોને કેટલીય જોડી ચંપલ મફતમાં વહેંચી રહી છે. આગરાના સિઓ વિકાસ જયશવાલે કહ્યું કે તે મજૂરો બહારથી આવી રહ્યા છે તેમના બાળકો અને વૃદ્ધો ખુલ્લા પગે ચાલી રહ્યા છે અને એમના માટે અમે કોશિશ કરી રહ્યા છે કે ચપ્પલ આપવામાં આવે. તેમને જમવાના પેકેટ અને પાણી પણ આપી રહ્યા છીએ.

image source

જણાવી દઈએ કે સરકાર અને પ્રશાસન તરફથી વારંવાર અપીલ થતા મજૂરો છતાં ઘરે જઈ રહ્યા છે. બીજા સ્થાનોમાં હવે તેમનો આશરો છીનવાઇ ચૂક્યો છે. પચાસ દિવસની બેરોજગારી બાદ ખાવા માટે પૈસા નથી બચ્યા કે પૈસા ખર્ચવા માટે પણ નથી બન્યા. ઉત્તર ભારતમાં હવે ગરમીનું પ્રચંડ રૂપ જોવા મળ્યું છે અને કોરોના સંક્રમણની ઝડપ રોકાવાનું નામ નથી લઈ રહી.

image source

પાછલા ઘણા દિવસોથી હરિયાણા, દિલ્લી અને પંજાબના હઝારો પ્રવાસીઓનો કાફલો આગ્રાના રસ્તાઓ પર તેના વતન તરફ જઈ રહ્યા છે. તેના ખિસ્સામાં ભાડા માટેના પૈસા નથી. અને ઘણા પાસે ખાવાના પર ફાફા છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment