મિત્રો સાથે જિંદગીની મજા માણવા માટે આ છે ભારતના અદ્દભુત ફરવાલયક સ્થળ

દરરોજની નિતમિત ચક્ર પર ચાલી રહેલી લાઈફ એક સમય આવતા બોરિંગ લાગવા લાગે છે. જ્યારે પણ આ અનુભવ થવા લાગે ત્યારે સમજવું કે જિંદગીમાં હવે રીફ્રેશમેન્ટની જરૂર છે. રીફ્રેશમેન્ટ માટેનો થોડો સમય લાઈફને હળવી ફૂલ બનાવી દે છે અને સાથે જીવવાના જોશમાં વધારો કરે છે. આપ પણ જિંદગીમાં ભાગદોડથી કંટાળ્યા હોય તો આજે જ નજીકના બેસ્ટ ફ્રેન્ડસ સાથે ટુર પ્લાન કરો.

આજના આર્ટીકલમાં તમને જણાવવા માટે અમારી પાસે અદ્દભુત માહિતી છે. જો તમે મિત્રો સાથે મળીને ફરવા જવાનું વિચારી રહ્યાં છો તો આ આરીકલની માહિતી આપને ખુબ પસંદ આવશે. આપના બજેટ મુજબ ફરવાનો પ્લાન કરો ભારતમાં આવેલા સાત ડેસ્ટીનેશન પર… ચાલો, જોઈએ વધુ વિસ્તારથી માહિતી આગળ…

મિત્રો સાથે ફરવા માટે ભારતની સાત સૌથી અદ્દભુત જગ્યાઓ :

મિત્રો સાથે ફરવાની મજા કંઇક અલગ જ હોય છે અને એ સમયને ક્યારેય ભૂલી શકાતો નથી. તો આપ પણ બનાવો આપના કિંમતી સમયને ગોલ્ડન ટાઈમ…

Image Source

(7) સ્પીતી ઘાટી, હિમાચલ પ્રદેશ :

આ ઘાટી હિમાચલ પ્રદેશમાં આવેલી છે અને અહીંના લોકેશન પર ફરવાની મજા કંઇક અલગ જ છે. સમુદ્ર તટથી ૧૨,૫૦૦ ફૂટની ઉંચાઈ પર આ સ્થાન આવેલું છે. આ ઘાટી હિમાચલ પ્રદેશનું મુખ્ય પર્યટક સ્થળ છે. અહીં વર્ષના ૨૫૦ દિવસ તો બરફ જ રહે છે અને અહીંનું વાતાવરણ પણ એ મુજબનું રહે છે.

મિત્રો સાથે ફરવાની મજા અહીં બહુ જ છે. અહીં ઘુમાવદાર રસ્તાઓ છે અને બરફથી ઢંકાયેલા પર્વતો છે. આ ઘાટી ભારત દેશની સૌથી ઠંડી જગ્યા છે અને ખુબસુરત જગ્યા પણ છે.  અહીં ઉનાળામાં જ રસ્તાઓ ચાલુ હોય છે એટલે અહીં જવા માટેનો સમય ગરમીના દિવસો જ ઉત્તમ છે. બાકી અહીં રસ્તાઓ પણ બરફથી ઢંકાયેલા હોય છે.

આપની જાણકારી માટે જણાવી દઈએ કે સ્પીતી ઘાટી ઓછી વસ્તીવાળો વિસ્તાર છે. એડવેન્ચરના શોખીન લોકો માટે આ જગ્યા સ્વર્ગ સમાન છે. અહીં ટ્રેકિંગ ટ્રેલ્સ છે, જ્યાં તમે મિત્રો સાથે ટ્રેકિંગ કરવાનો આનંદ ઉઠાવી શકો છો.

ફરવા માટેનો ઉત્તમ સમય :

  • મે થી અડધા ઓક્ટોબર સુધી

Image Source

(6) ઋષિકેશ, ઉત્તરાખંડ :

ઉત્તરાખંડ રાજ્યના દહેરાદૂન જીલ્લામાં આવેલું  ઋષિકેશ ફરવા માટેનું સ્થળ છે અને સાથે ભારતનું એક ધાર્મિક પર્યટક સ્થળ પણ છે. ઋષિકેશ હિંદુઓ માટેનું પવિત્ર સ્થળ માનવામાં આવે છે. અહીં આપ ફરવા માટે બિન્દાસ્ત જઈ શકો છો અને રોમાંચક એક્ટીવીટીઝની મજા માણી શકો છો.

એડ્રેનાલાઈન પમ્પીંગ એડવેન્ચર સ્પોર્ટ – રાફટીંગ માટે પ્રસિદ્ધ જગ્યામાંથી એક છે એટલે અહીં આપ સૌથી સારી રીતે રાફટીંગનો આનંદ લઇ શકો છો. આપની જાણકારી માટે જણાવીએ તો ઋષિકેશની ગંગા નદીમાં રાફટીંગ કરવું એ ઘણા લોકોનો શોખ હોય છે. એટલા માટે દુનિયાભરમાંથી અહીં સાહસીક માણસો આવે છે. અહીં આપ મિત્રો સાથે મળીને કેમ્પીંગની મજા પણ માણી શકો છો.

ફરવા માટેનો ઉત્તમ સમય :

  • ફેબ્રુઆરી થી મે ના શરૂઆતિ દિવસો સુધી

Image Source

(5) અલ્મોડા, ઉત્તરાખંડ :

ઉત્તરાખંડના કુમાઉ ક્ષેત્રમાં આવેલ અલ્મોડા રાજ્ય હિલ સ્ટેશન માટે પ્રસિદ્ધ છે.  મિત્રો સાથે હિલ સ્ટેશન પર ફરવાના શોખીન લોકો માટે આ જગ્યા જન્નત જેવી છે. ભારતમાં અનેક સ્થળોએ હિલ સ્ટેશન આવેલા છે પણ આ જગ્યા પર મિત્રો સાથે ફરવાની મજા કંઇક વિશેષ છે.

અહીં આપ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની છબીને નિહાળી શકો છો. સાથે શાનદાર ભોજન, વન્ય જીવન અને કુદરતી વાતાવરણ સાથે રીફ્રેશ થઇ શકો છો. કુદરતી સૌંદર્યને માણવા અનેજ જોવા જાણવા ઇચ્છતા લોકો માટે અલ્મોડા હિલ સ્ટેશન બેસ્ટ ડેસ્ટીનેશન છે.

ફરવા માટેનો ઉત્તમ સમય :

  • માર્ચ થી મે ના વચગાળાનો સમય

Image Source

(4) જીમ કોર્બેટ નેશનલ પાર્ક, ઉત્તરાખંડ :

જીમ કોર્બેટ નેશનલ પાર્ક જૂની એવી રાષ્ટ્રીય ઉદ્યાનની જગ્યા છે. ૧૯૩૬માં બંગાળના વાઘની રક્ષા માટે હૈલી નેશનલ પાર્કના રૂપમાં આ પાર્કની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર પછી આજના સમયમાં આ નેશનલ પાર્ક જીમ કોર્બેટ નેશનલ પાર્કના નામથી પ્રસિદ્ધ બન્યું છે. અહીં જંગલ સફારીની મજા લઇ શકો છો અને આપ જિંદગીના રોમાંચિત દિવસોની મજા માણી શકો છો. અહીં વન્યજીવોની એક કરતા અનેક પ્રજાતિઓ જોવા મળે છે.

અહીં પાર્કમાં લગભગ ૫૦ પ્રજાતિઓ, ૫૮૦ પક્ષિયોંની પ્રજાતિઓ અને જાનવરની તેમજ સરીસૃપની પણ અનેક પ્રજાતિઓ જોવા મળે છે. ૫૦૦ થી વધુ વર્ગ મીટરમાં ફેલાયુલું આ નેશનલ પાર્ક મિત્રો સાથે સફારી રાઈડના શોખીન માટે બેસ્ટ ઓપ્શન છે. અહીં બહુ જ નજીકથી આપ વાઈલ્ડ લાઈફને એન્જોય કરી શકો છો.

ફરવા માટેનો ઉત્તમ સમય :

  • ઓક્ટોબર થી માર્ચ નો મધ્ય સમય

Image Source

(3) લેહ લદાખ, જમ્મુ કશ્મીર :

લદાખને ભારતનું સ્વર્ગ માનવામાં આવે છે. ફરવાના શોખીનો માટે આમ તો પહેલેથી જ જમ્મુ કશ્મીર ફેવરીટ લોકેશન રહ્યું છે. લેહ લદાખમાં એડવેન્ચરની કોઈ કમી નથી કારણ કે અહીં ઊંચા નીચા રસ્તાઓ, ખુબસુરત બરફવર્ષા અને સાહસિક ગતિવિધિઓને કારણે આ જગ્યા ભારત તેમજ વિદેશી લોકો માટે વર્ષોથી આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.

ચાદર ટ્રેક લેહ લદાખનું સૌથી કઠીન અને સાહસિક ટ્રેકમાંથી એક છે. આ ટ્રેકને ચાદર ટ્રેક એટલા માટે કહેવામાં આવે છે કારણ કે જાંસકર નદી ઠંડીની મૌસમમાં બરફ બની જાય છે અને સફેદ ચાદર પથરાઈ જાય છે.  અહીં જિંદગીમાં રોમાંચનો એકદમ નજીકથી અનુભવ કરી શકાય છે.

ફરવા માટેનો ઉત્તમ સમય :

  • જાન્યુઆરી થી ફેબ્રુઆરી

Image Source

(2) અંદમાન, કેન્દ્ર પ્રદેશ :

અંદમાન ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. આ દ્વીપસમૂહ છે અને અહીં રજાનો સમય બહુ સારી રીતે પસાર કરી શકાય છે સાથે મિત્રો સાથે ફરવાની મજા પણ બહુ જ છે.  તમે એકદમ શાંતિનો અનુભવ કરવા ઈચ્છો છો તો આ જગ્યા આપના માટે બેસ્ટ છે. અંદમાન નિકોબારના દ્વીપસમૂહમાં ૫૭૨ નાના અને મોટા દ્વીપ મળીને અંદમાન નિકોબારનો સંપૂર્ણ  વિસ્તાર બને છે.

અહીં આપ પાણીમાં રહેતા જીવને બહુ જ નજીકથી નિહાળી શકો છો અને સુંદર માછલીના જીવનને જાણી શકો છો. એ સિવાય અહીં ઘટાદાર વૃક્ષો,  જીવજંતુ તેમજ સમુદ્રીજીવનને મહેસૂસ કરી શકો છો. ભારતમાં ફરવા માટેની બેસ્ટ જગ્યામાંથી આ એક જગ્યા રોમાંચથી ભરપૂર છે.

ફરવા માટેનો ઉત્તમ સમય :

  • મે થી સપ્ટેમ્બરનો મધ્ય સમય

Image Source

(1) હમ્પી, કર્ણાટક :

જો તમે ટ્રીપને એક અલગ જ રીતને પ્લાન કરવા માંગો છો હમ્પી સૌથી સારું ડેસ્ટીનેશન છે. અહીં પ્રતિષ્ઠિત મંદિર અને પ્રાચીન સ્મારક તેમજ પ્રાચીન ખંઢેરનો ખજાનો છે. પ્રાચીન સમયને યાદ કરતા કરતા આપ પણ ગજબની ફીલિંગ્સને મેહેસૂસ કરીને ફરવાની મજા માણી શકો છો અને એટલા માટે જ બન્યું છે હમ્પી!

હમ્પીની યાત્રામાં પ્રાચીન મંદિરો આવેલા છે અને એથી વિશેષ પ્રાચીન સ્મારકો પણ મૌજુદ છે. અહીં મિત્રો સાથે ક્લાયમ્બીંગ કરવાની મજા બહુ જ છે. કર્ણાટકમાં હમ્પી જોવાની મજા સાથે અહીંની વાનગીઓ પણ સુપ્રસિદ્ધ છે. જો આપ પણ જિંદગીના અમુક દિવસોમાં ટુર પ્લાન કરીને રીફ્રેશમેન્ટની મોમેન્ટ જીવવા માંગો છો તો આ લોકેશન પર જવા માટેનો પ્લાન અવશ્ય કરો.

ફરવા માટેનો ઉત્તમ સમય :

  • ઓક્ટોબર થી ફેબ્રુઆરી

ભારતની આ સાત જગ્યાઓ મિત્રો સાથે ફરવા માટે જ! આ એવા ગજબ લોકેશન્સ છે કે જ્યાં આપ રીફ્રેશમેંટ માટે જઈ શકો છો અને એથી વિશેષ મિત્રો સાથે ફોટોશૂટ કરવાની મજા પણ અનેરી માણી શકો છો. તો હવે પહેલું ફેમસ સોંગ યાદ આવે ને કે, “જહાં ચાર યાર મિલ જાયે વહીં રાત હો ગુલઝાર…મેહફિલ રંગીન જમે… નજર દેખે નયે ચમત્કાર, જહાં ચાર યાર મિલ જાયે વહીં રાત હો ગુલઝાર…”

આવા જ અન્ય રસપ્રદ આર્ટીકલ ગુજરાતી ભાષામાં વાંચવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ પેજ સાથે જોડાયેલા રહેજો અને મિત્રો સાથે પણ આ પેજને શેયર કરવાનું ભૂલશો નહીં.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *