ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓના વાળની સમસ્યા વધી જાય છે, જેને સ્વસ્થ રાખવાની કેટલીક ટિપ્સ જાણો

Image Source

ગર્ભાવસ્થા દરમિયાન વાળની સારસંભાળ કરવી એટલી સરળ હોતી નથી પરંતુ જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તમારા વાળની સમસ્યા દૂર થશે.

ગર્ભાવસ્થામાં સ્ત્રીઓના શરીરમાં ઘણા ફેરફાર થાય છે. હોર્મોન્સના બદલાવને કારણે ત્વચા અને વાળ સાથે જોડાયેલ સમસ્યાઓ પણ આ સમયગાળા દરમિયાન જોવા મળી શકે છે. જ્યાં ગર્ભાવસ્થામાં એસ્ટ્રોજનની માત્રા વધારે હોવાથી કેટલીક સ્ત્રીઓને વાળ મોટા અને ચમકદાર થવા લાગે છે. તેમજ કેટલીક સ્ત્રીઓને વાળની સમસ્યા સામે સંઘર્ષ કરવો પડે છે. તેની પાછળ તાણ, હોર્મોન્સની વધઘટ અને કેટલીક દવાઓનું સેવન કરવાથી વાળ પાતળા થવા લાગે છે અને ખરવા લાગે છે. ગર્ભાવસ્થા દરમિયાન વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઘણી સ્ત્રીઓ મોંઘા શેમ્પૂનો ઉપયોગ કરે છે પરંતુ તેનાથી કોઈ ખાસ ફરક પડતો નથી. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે વાળને મજબુત બનાવવા માટે કઈ કઈ સરળ ટિપ્સ નો ઉપયોગ કરી શકીએ છીએ

ગર્ભાવસ્થા દરમિયાન:

ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાંથી વધારે માત્રામાં એસ્ટ્રોજન નીકળે છે જે કેટલીક સ્ત્રીઓ માટે નુકશાનકારક પણ હોઈ શકે છે. વાળ ખરવા તેની એક આડ અસર છે, હોર્મોન્સના બદલાવને કારણે હેર ફોલિકલ્સ સંવેદનશીલ બની જાય છે.તેનાથી વાળ ખરવા લાગે છે અને ખૂબ પાતળા થવા લાગે છે. આ સ્થિતિને ‘ટેલોજન એફલુવિયમ’ કહે છે જે સ્ત્રીઓને પેહલા ત્રિમાસિક ગાળામાં થઈ શકે છે.

ગર્ભાવસ્થા પછીના અને અન્ય તત્વ:

નિષ્ણાત જણાવે છે કે કેટલાક કેસમાં સ્ત્રીઓને પ્રદુતીના એક થી ત્રણ મહિના પછી પણ વાળ ખરી શકે છે. આ ઉપરાંત, બર્થ કંટ્રોલ પિલ્સ, કસુવાવડ, ગર્ભપાત અથવા સ્થિર જન્મને કારણે પણ વાળ ખરવા લાગે છે.

વાળનું ધ્યાન કેવી રીતે રાખવું:

સામાન્ય રીતે ગર્ભવતી સ્ત્રીઓ જે શેમ્પૂ અને કન્ડીશનરનો ઉપયોગ કરે છે તેમાં પારાબેસ, પ્રિઝર્વેટિવ અને સુગંધ ભળેલા હોય છે. સ્ત્રીઓ જ્યારે શેમ્પૂ કરે છે ત્યારે તેમાના તત્વ મૂળમાં જવા લાગે છે અને વાળને નુકશાન પહોચાડે છે. ડોકટર સ્ત્રીઓને આ વાળના ઉત્પાદનોના ઉપયોગથી બચવાની સલાહ આપે છે. તેમના મતે જે વાળના ઉત્પાદનમાં હાર્શ કલિંજર, ઓઈલ અને સેલીસિલિક એસિડ જોવા મળે છે તેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

ગર્ભાવસ્થા દરમિયાન સ્ટ્રેટનિંગ અથવા પરમીનેન્ટ ટ્રીટમેન્ટ કરાવવી નહિ, તેમાં ફોર્મલીડહાઇડ હોય છે જેને ગર્ભાવસ્થા દરમિયાન અસુરક્ષિત માનવામાં આવે છે. ગર્ભાવસ્થામાં જો તમે તમારા વાળના ઉત્પાદનોને બદલવા માંગો છો તો પેહલા ડોકટરની સલાહ લેવી.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment