૩૦ વર્ષ પછી ‘મા’ બનવાનું વિચારતી સ્ત્રીઓ એકવાર વિચારજો, આ કારણો સામે આવીને ઉભા રહેશે

સમય બદલાય છે, વર્ષો વીતે છે એમ માણસ નહીં પણ માણસની જીવનસરણી બદલાય છે. હાલ અત્યારે સ્ત્રીઓ-પુરૂષોની જેમ જીવવા લાગી છે, કરિયર બનાવવા લાગી છે અને ઘરની તમામ જવાબદારીને એકલહાથે ઉઠાવવા લાગી છે, ત્યારે લગ્ન પછી ફેમિલી પ્લાનીંગ પણ વિચારીને કરવા લાગી છે.

જીવનની ભાગદોડમાં સમય કેમ પસાર થઇ જાય છે એ ખબર પડતી નથી અને સ્ત્રી ૩૦ વર્ષની ઉંમર સુધી પહોંચી જાય છે. અમુક એવી પણ સ્ત્રી છે જે ૩૦ વર્ષ પછી ફેમિલી પ્લાનીંગ માટે વિચારતી હોય છે. તો એ સ્ત્રીઓ માટે આજનો લેખ ખુબ અગત્યનો છે.

શું તમે જાણો છો ૩૦ વર્ષ પછી પ્રેગનેન્સીમાં ઘણા બધા કોમ્પ્લીકેશન્સ આવી શકે છે. આ ઉંમર એટલે કે ૩૦ વર્ષ પછી ચાઈલ્ડ બર્થમાં નાની કે મોટી સમસ્યાઓ ગંભીર પણ બની શકે છે. તો એ કોમ્પ્લીકેશન્સ ક્યાં છે પણ જાણી લઈએ :

(૫) અસ્થાનિક પ્રેગનેન્સી :

૩૫ વર્ષની ઉંમર પછી મહિલાઓને એક્ટોપિક એટલે કે અસ્થાનીક પ્રેગનેન્સી થવાનો ખતરો વધી શકે છે. ગર્ભ ગર્ભાશયની બહાર એટેચ થવાનો અને અવિકસિત થવાનો ખતરો વધી શકે છે. સાથે મહિલાઓના શરીરમાં પણ અમુક પ્રકારની સમસ્યાઓ સર્જાય શકે છે. તો ૩૦ વર્ષ પછીની ઉંમરમાં પ્રેગનેન્સી વખતે ડોકટરી સલાહ અવશ્ય લેવી જોઈએ.

(૪) બાળકનું વજન :

બાળકના વજન સમયે તેનું વજન ૨.૫ કિલોગ્રામથી ઓછું હોય તો બાળકને લો-બર્થ-વેટ બેબી માનવામાં આવે છે. આમ જોઈએ તો ગર્ભના અધૂરા વિકાસમાં આવું થાય છે અથવા તો સમય પહેલા બાળકનો જન્મ થાય તો આવું થાય છે. એ માટે જ ૩૦ વર્ષની ઉંમર પછી પ્રેગનેન્સીમાં ડોક્ટરના સુઝાવ મુજબ ચાલવું સારું રહે છે.

(૩) હાઈબ્લડપ્રેશર :

Close-up of doctor measuring pressure of pregnant woman

પ્રેગનેન્સી દરમિયાન જો સ્ત્રીને હાઈબ્લડપ્રેશરની સમસ્યા છે તો એ ગંભીર પરિણામ આવી શકવાની નિશાની છે. આ સ્થિતિને પ્રીક્લેમપ્સિયા કહેવામાં આવે છે. આ વખતે માથાનો દુઃખાવો, આંખમાં તકલીફ થવી, શ્વાસની સમસ્યા જેવી ગંભીર સમસ્યા ઉદ્દભવતી શકે છે. ૩૦ થી ૪૦ વર્ષની ઉંમરમાં આ તકલીફથી બચવા પ્રેગનેન્સી સમયે ડોક્ટરની વિઝીટ લેવી જરૂરી બને છે.

(૨)  ડાયાબિટીસ :

૩૦ થી ૪૦ની ઉંમર વચ્ચે જેસ્ટેશનલ ડાયાબીટીસની સમસ્યા જોવા મળે છે. પ્રેગનેન્સીના આ સમયમાં બ્લડ શુગર લેવલ અપ-ડાઉન થતું રહે છે. તો બાળકના જન્મ સમયે ડાયાબીટીસનું લેવલ ચેક કરાવતું રહેવું જોઈએ.

(૧) ડિલીવરી રિસ્ક :

પ્રેગનેન્સીના ૩૭ અઠવાડિયા પહેલા બાળકનો જન્મ થાય તો તેને પ્રીમેચ્યોર ડીલીવરી અથવા પ્રી-ટર્મ લેબરની કેટેગરીમાં મુકવામાં આવે છે. આ સમસ્યા ગંભીર કહી શકાય કે બાળકને વિકસિત થવામાં બહુ સમય લાગે છે અને અમુક કિસ્સામાં બાળક કુપોષણવાળું પણ બની શકે છે. આ ડીલીવરી રિસ્કને ઘટાડવા માટે ૩૦ થી ૪૦ વર્ષની વચ્ચેની ઉંમરમાં ચાઈલ્ડ પ્લાન કરતી વખતે ડોકટરી તપાસ ચોક્કસપણે કરાવી લો.

આ પાંચ એવા મુદ્દાઓ છે જે ૩૦ વર્ષની ઉંમર પછી પ્રેગનેન્સી કોમ્પ્લીકેશન્સ કહેવાય છે. આ કારણોથી બચવા માટે ડોક્ટરના માર્ગદર્શન મુજબ ચાલવામાં ફાયદો થાય છે.

દરેક મહિલા આ માહિતીને તેના મિત્રો સાથે જરૂરથી શેયર કરજો જેથી તેને પણ અગત્યની માહિતી મળી રહે. આથી વધુ અન્ય અગત્યની માહિતી જાણવા માટે ફેસબુક પેજ ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહેજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

By continuing to use the site, you agree to the use of cookies. more information

The cookie settings on this website are set to "allow cookies" to give you the best browsing experience possible. If you continue to use this website without changing your cookie settings or you click "Accept" below then you are consenting to this.

Close