ગર્ભાવસ્થાની શરૂઆતમાં સ્ત્રીઓએ ન ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો કઈ કઈ ?

ગર્ભાવસ્થા દરમિયાન ખાસ કરીને સ્ત્રીઓને પોતાના ખાન પાન ઉપર વધારે ધ્યાન આપવું પડે છે. કારણકે અમુક એવી વસ્તુઓ પણ હોય છે. કે જેનું સેવન કરવાથી સ્ત્રીઓને અને તેમના બાળકને નુકશાન થતું હોય છે. તો આજે આપને જણાવીશું કે સ્ત્રીઓએ ગર્ભાવસ્થા દરમિયાન એ વસ્તુઓ ન ખાવી જોઈએ. જેના કારણે તેમના બાળકને અસર થાય છે.

એલોવેરા

એલોવેરા આપણી સ્કીન અને સ્વાસ્થ્ય માટે ઘણુંજ ફાયદાકારક હોય છે. જે સૌ કોઈ જાણતાજ હશે. પરંતુ આપને જણાવી દઈએ કે એલોવેરાનું જ્યુંસ જો સ્ત્રીઓ ગર્ભાવસ્થા વખતે પીવે તો તેમના માટે ખુબજ જોખમકારક સાબિત થઈ શકે છે. અને બાળકને ભારે નુકશાન પહોચાડે છે. જેથી સ્ત્રીઓએ ગર્ભાવસ્થા દરમિયાન એલોવેરાથી દૂર રહેવું જોઈએ. જેથી તેમનું બાળક અને તે સુરક્ષીત રહેશે.

પપૈયું

પપૈયું સૌથી ગરમ ફળ માનવામાં આવે છે. અને તે સ્ત્રીઓના શરીર માટે વધારે ગરમ હોય છે. કારણકે પપૈયામાં વધું પ્રમાણમાં એંજાઈમ્સ નામના તત્વ હોય છે.જે સીધું ગર્ભાશય પર અસર કરે છે. જેના કારણે મીસકેરેજ પણ થઈ શકે છે. જેથી ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓએ પયૈયું ખાવનું ટાળવું જોઈએ.

ઈંડા

ઈંડા આપણા શરીર માટે સૌથી પૌષ્ટિક આહાર છે. પરંતુ આપને જણાવી દઈએ કે ઈંડાનું સેવન શરીર માટે ખુબજ ગરમ હોય છે. જેના કારણે સ્ત્રીઓએ ગર્ભાવસ્થા દરમિયાન ઈંડા ખાવનું ટાળવું જોઈએ. જે બાળક માટે સારુ રહેશે.સાથેજ માયોનઝ પણ એટલુંજ ગરમ પડે છે. જેથી ગર્ભાવસ્થા સમયે માયોનીઝથી બનેલું જંકફૂડ પણ ટાળવું જોઈએ.

પાઈનેપ્પલ

અનાનસ ખાવામાં ખુબજ ટેસ્ટી હોય છે. પરંતુ ગર્ભાવસ્થા સમયે જો અનાનસ ખાવું સ્ત્રીઓ માટે ખુબજ નુકશાન કારક સાબિત થાય છે. જેમા અનાનસની સીધી અસર તમારા ગર્ભાશય પર પડી શકે છે. અને અનાનસને કારણે મીસકેરેજ થવાની પણ સંભવના હોય છે. જેથી શક્ય બને ત્યા સુધી ગર્ભાવસ્થા સમયે સ્ત્રીઓએ અનાનસ ખાવાનું ટાળવું જોઈએ.

આ સીવાય ગર્ભાવસ્થા સમયે સ્ત્રીઓએ બહારનું જંકફૂડ છોડીને ઘરનું ખાવાનું વધારે ખાવું જોઈએ. કારણકે બહાર નું જંકફૂડ ખાવાથી ફુડ પોઈઝનીંગ જેવી ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. અને ગર્ભાવસ્થા દરમિયાન ફુડ પોઈઝનિંગની સ્ત્રીઓ પર સાથેજ તેમના બાળકો પર પણ ખુબ ગંભીર થતી હોય છે.

ઉપરાંત મેદાની ચીજવસ્તુઓ પણ ખાવાની ટાળની જોઈએ. કારણકે મેદો ખુબજ ભારે ખોરાક હોય છે. જેથી પચવામાં પણ ભારે પડે છે. જેના કારણે બાળક પર તેની અસર પડી શકે છે. સ્ત્રીઓ પર પણ તેની ખરાબ અસર થઈ શકે છે.

શક્ય બને ત્યા સુધી સ્ત્રીઓએ તે ખોરાક લેવાનું ટાળવું જોઈએ, કે જે તેમના શરીર માટે વધું પ્રમાણમાં ગરમ છે. કારણકે વધારે પડતી ગરમ વસ્તુ ખાવાથી બાળક પર ગંભીર અસર પડી શકે છે. અને મીસકેરેજ થવાની પણ શક્યતા રહે છે.

ખાસ નોંધ : કોઈ પણ આરોગતા પેહલા તમારા ડોક્ટર ની સલાહ આવશ્યક છે

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ronak Bhavsar & FaktGujarati Team

Leave a Comment