ફીટ-તંદુરસ્ત રહેવા માટે મહિલાઓ 15 મિનિટમાં કરી શકે છે આ કસરત

આમ તો મહિલાઓ સ્વસ્થ રહેવા માંટે કોઈ પણ કસરત નથી કરતી. તેમનો બધો સમય ઘર ના કામ માં અને પરિવાર નું ધ્યાન રાખવા માં જ જતો રહે છે. તેમની પાસે એટલો પણ સમય નથી હોતો કે તેઓ જિમ કે પાર્ક માં જઈ ને કસરત કરી શકે. એટલે જ તેમને મચકોડ, શરીર અકડાઈ જવું અને કમર દર્દ જેવી બીમારીઑ થાય છે. કારણકે તેઓ કોઈ શારીરિક વ્યાયામ નથી કરતી. 

કસરત કરવી સ્વાસ્થ્ય માંટે સારી હોય છે. અને મહિલાઓ એ તેને પોતાના રૂટિન માં જરૂર થી શામેલ કરવા જોઈએ. જેથી તે પોતે પણ હેલ્થી રહી શકે અને પરિવાર નું પણ ધ્યાન રાખી શકે. 

આજે તમને એવી કસરત વિશે કહેવા જઈ રહ્યા છીએ કે જેને તમે 15 મિનિટ માંટે ઘરે જ કરી શકો છો. ફક્ત 15 મિનિટ ની આ કસરત તમે ઘરે જ કરી શકો છો. 15 મિનિટ ની આ કસરતથી તમે ઘણી બીમારી થી બચી શકો છો. અને મોટાપા થી છુટકારો મેળવી શકો છો. 

ચાલો જાણીએ 15 મિનિટ ના વર્ક આઉટ વિશે 

શોલ્ડર ટેપ્સ 

તમારા બંને હાથ ને ખભા ની સિધ માં રાખો. પગ ને બેન્ચ પર પાછળ રાખો. તમારું શરીર માથા થી લઈ ને પગ સુધી સીધું રાખવું. તમારો ડાબો હાથ ઉઠાવી ને જમણા હાથ ના ખભા પર અડો. અને જમણા હાથ ને ડાબા હાથ ના ખભા પર અડો. આ સમય દરમિયાન તમારું શરીર હલવું ન જોઈએ. આ પ્રક્રિયા ને 50 સેકંડ સુધી કરો. આ કસરત ને તમે જેટલી જડપ થી કરશો તેટલી જ તમારા માંટે ફાયદાકારક રહેશે. કસરત નો એક સેટ પૂરો કરી ને 10 સેકંડ નો બ્રેક લેવો. તે પછી ફરીથી આ કસરત કરવી. આવું ત્રણ વખત કરવું. 

પુશ અપ્સ

છાતી ને મજબૂત કરવા માંટે પુશ અપ્સ ને સારી એવી કસરત માનવામાં આવે છે. તેને કરવા માંટે પેટ ના બળે જમીન પર સૂઈ જાવ. હવે હાથ, કોણી અને કુલ્લા ને જમીન થી ઉપર ની તરફ ઉઠાવો. જ્યારે તમારું આખું શરીર હથેળી અને પંજા ના બળ પર જમીન થી ઉપર ની તરફ થઈ જાય, તો ધીરે ધીરે છાતી ને જમીન ની તરફ લઈ જાવ. અને ફરી થી ઉપર આવો. શરૂઆત માં આવું કરવું થોડું અઘરું લાગશે પણ ધીરે ધીરે શરીર ને તેની આદત પડી જશે. એક વાર માં પુશ અપ્સ ન થાય તો ધીરે ધીરે કરો. 

ઇન્કલાઇન બેન્ચ પ્રેસ વર્કઆઉટ 

આમ તો આ વર્કઆઉટ છાતી અને ખભા માંટે ખૂબ જ લાભદાયી છે.  પણ ઘણા લોકો આ વર્કઆઉટ ને કરી નથી શકતા. આવા લોકો ઇન્કલાઇન બેન્ચ પ્રેસ વર્કઆઉટ કરી શકે છે. જે મહિલાઓ ઓછી કસરત કરે છે. અથવા તો જે મહિલાઓ નું શરીર લચીલું નથી. તેમની માંટે આ કસરત ખૂબ જ સારી છે. ઇન્કલાઇન બેન્ચ પ્રેસ વર્કઆઉટ, પ્રેસ વર્કઆઉટ થી અલગ છે. આમાં તમારા હાથ ને ખભા થી દૂર એક મીડિયમ સાઇઝ ના બેચ પર રાખવું. 

કુલ્લા અને કમર નો હિસ્સો હવા માં હોય છે. અને શરીર નું અડધું વજન હાથ પર હોય છે અને બાકી નું વજન પંજા પર હોય છે. પંજા એકબીજા સાથે જોડાયેલા હોય છે. બેન્ચ પ્રેસ કરતાં સ્વાસ ભરો અને ઉપર ની તરફ જતા જ સ્વાસ છોડો. આ રીતે કસરત નો પૂરો સેટ કરો. 15 મિનિટ આ કસરત કરવાથી તમારી છાતી અને ખભા મજબૂત થાય છે. 

વાઇડ સ્ટાન્સ પુશ અપ્સ 

આ કસરત થી તમારા શરીર માં ફૂર્તિ અને મજબૂતી આવે છે.  આ કસરત કરવા માંટે તમારે પેટ ના બળે જમીન પર સૂઈ જાવ. હાથ અને પગ ને ખભા ની સિધ માં મૂકો. ધ્યાન રહે કે આ કસરત કરતાં સમયે તમારા શરીર માં ફૂર્તિ હોવી જોઈએ. તમારા માથા ને પણ ખભા ની સિધ માં મૂકો. એટલે તમારા માથા થી લઈ ને પગ સુધી બધુ જ ખભા ના સિધ માં હોવું જોઈએ. હવે તેના પછી હાથ પર વજન રાખતા એક વાર શરીર ને ઉપર ઉઠાવો. અને પછી નીચે ની બાજુ લઈ જાવ. 50 સેકંડ માં જેટલી કરી શકો તેટલી આ કસરત કરો. 

અહી બતાવેલ બધી જ કસરત સરળ છે. અને તેને કરવામાં સમય પણ ઓછો લાગે છે. તમે તેને ડેઈલિ રૂટિન માં પણ શામેલ કરી શકો છો. સાથે જ પોતાના પરિવાર ને પણ સ્વસ્થ રાખી શકો છો. 

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *