મોબાઈલ વગરની દુનિયા કેવી હોય? – આ ઈતિહાસ ખાસ વાંચવા લાયક છે.. – “કહાની ટેલીફોનની..”

અગાઉના જુના જમાનાથી લઇ આજ સુધીનાં યુગમાં ક્રાંતિકારી ફેરફારો થયા છે. આ સમયમાં ટેકનોલોજીનો ફાળો મહત્વનો છે. ભારત અને અન્ય બીજા દેશોમાં પણ ઘણી ખરી નવી નવી ટેકનોલોજીનો વિકાસ થયો છે. એ બધી પ્રકારની ટેકનોલોજીમાં હાલનાં સમયની રેડીયો કિરણો દ્વારા ચાલતી ઇલેક્ટ્રિક આઈટેમ સૌથી વધુ આગળ છે.

એવી એક ઇલેક્ટ્રિક ડિવાઈસની આજે આપણે વાત કરીશું. જેને સમગ્ર વિશ્વમાં ચિત્રકાર માફક રંગ પૂર્યા છે. અર્થાત્ વિશ્વની છબી બદલાવી નાખી છે. ટેલીવિઝન ક્ષેત્રે તો વિશ્વ આગળ વધ્યું જ પણ એક ઉપકરણ એવું જેનું નામ આવતા જ એવું લાગે કે, હા!! આ તો મને ખબર છે? અને મારી ખુદ પાસે પણ છે.

જી હા..!! તમે સમજી ગયા હોય એવું લાગે છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ આપણા હાથમાં રમતું રમકડું – જે હાલની જીવન જરૂરિયાત ચીજ બની ગઈ છે. એ માત્ર અને માત્ર – “મોબાઈલ”. એ મોબાઈલનું જાતીય મૂળ એટલે ટેલીફોન. ફક્ત તમે જ નહીં, હું પણ તેનાથી ટેવાયેલ છું. કોઈ બિઝનેસ માટે ઉપયોગ કરે છે, કોઈ પોતાની નોકરીનાં ડેટા તેમાં સાચવે છે, તો કોઈ વગર કામના બેવકૂફની જેમ સમય બર્બાદ કરતાં પણ ઘણાં જોવા મળે છે. પણ જવા દઈએ એ વાતને!! – અંતે ટેકનોલોજી છે તો ઉપયોગ કરે છે. પછી ભલે ને તેને મતલબથી ઉપયોગ કરીએ કે બેમતલબ.

એમ, આજના આર્ટીકલમાં પણ “ફક્ત ગુજરાતી” ની લેખક ટીમ જાણકારી ભરેલ આર્ટીકલ લાવ્યા છે. અદ્યતન યુગની એક આવિષ્કારી શોધ વિશેની વાત જે જાણતા નવીનતા અનુભવાય એવી છે. ક્યાં એ શોધ અને ક્યાં હાલની નાની અમથી ટચ સ્ક્રીનની ડિવાઈસ!!

મહાન વૈજ્ઞાનિક “એલેકસેન્ડર ગ્રેહામ બેલ”. જેનો જન્મ ૩ માર્ચ ૧૮૪૭માં સ્કોટલૅન્ડમાં થયો હતો. ગ્રેહામ બેલે ખૂદે કરેલ ટેલીફોનના આવિષ્કારથી તે ખૂદ જાણીતા થયા હતાં. તેમની આ શોધને કારણે જ આજ આપણે મોબાઈલનો ઉપયોગ કરી શકીએ છીએ. ગ્રેહામ બેલની આ શોધ પાછળની કહાની એકદમ રોચક છે. તમને પણ જાણીને નવાઈ લાગશે કે, આ કેવું છે યાર….!!!

ગ્રેહામ બેલની માં અને પત્ની બંને કાને સાંભળી શકતા ન હતાં. મતલબ કે બંને સ્ત્રી બહેરાશની ક્ષતિ ધરાવતી હતી. જેથી ઘરમાં સામાન્ય કોમ્યુનીકેશન માટે પણ તકલીફ પડતી હતી. આ તકલીફને ગ્રેહામે તકલીફ નહીં, પ્લસ પોઈન્ટ ગણીને સમજ્યો. જેથી પરિણામ રૂપે વૈજ્ઞાનિકનું બિરૂદ મળ્યું. સામાન્ય રીતે ઘરમાં પડતા કોમ્યુનીકેશનનાં પ્રોબ્લેમને સોલ્વ કરવાના અનેક પ્રયત્નો કર્યા. પરિણામે બેલની સમગ્ર બુદ્ધિશક્તિ કંઈક નવા ઉપકરણોની શોધમાં ટ્રાન્સફર થઇ ગઈ.

બેલને ધીમે ધીમે સાઉન્ડ વિજ્ઞાનમાં વધુ પડતી રૂચી આવતી ગઈ. એમ, ફળરૂપે આજના યુગનો દુનિયા બદલાવનાર વિચાર તે સમયમાં બેલને આવ્યો હતો. કહેવાય છે ને, સફળતા માટે ખૂબ જ આત્મવિશ્વાસ જોઈએ. એ રીતે બેલને અખૂટ આત્મવિશ્વાસ આવી ગયો કે, આ શોધથી દુનિયાને કંઈક નવું મળશે. ટેલીફોન તાર દ્વારા સિગ્નલને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાય છે. આ વાતની નોંધ બેલનાં દિમાગમાં સુજી ગઈ હતી અને આ જ વિચાર થોડા સમય પછી સફળ બન્યો.

એ સફળતા પહેલા બેલે ઘણો સમય પ્રયોગ કરવામાં વિતાવ્યો હતો. એ સફળ શોધ માટે  ગ્રેહામ બેલે તેમનાં જેવો કુશળ, તેજ દિમાગી સહાયક “થોમસ વોટ્સન” નામક માણસને રાખ્યો હતો. શરૂઆતી દૌરમાં ઘણાં ખરા તારોને એક સાથે જોડ્યા અને નવા ઉપાયો કર્યા પણ સફળતા મળી ન હતી. ૧૦ માર્ચ ૧૮૭૬ના દિવસે બેલ તેમનાં રૂમમાં કામ કરી રહ્યા હતાં. એ રીતે તેના સહાયક બિલ્ડીંગનાં ત્રીજા માળે તેનું કામ કરી રહ્યા હતાં. ત્યારે અચાનક એક ઘટના બની. જે ઘટનાથી બેલની શોધમાં નવો વળાંક આવી ગયો. ત્યારે ખબર નહીં કેવી રીતે અચાનક તારનો સમૂહ જોડ્યો. એ દરમિયાન પ્રયોગ કરતાં બેલનાં પેન્ટ પર હલકું તેજાબ પડ્યું. મદદ માટે વોટ્સનને બોલાવવા પોકાર કરી. ત્રીજા માળે બેઠેલા વોટ્સનને આ અવાજ તેમની બાજુમાં રાખેલા સાધનમાંથી આવતો સંભળાયો અને એ યંત્ર સાથે લાગેલો તાર પણ સીધા બેલનાં રૂમ સુધી જતો હતો.

એ બાદ તો ઈતિહાસ બની ગયો. ત્યાંથી બેલને શોધમાં સફળતા મળી. એ સૌપ્રથમ વાર ટેલીફોન પર થયેલ વાતચીત હતી. બાદ જેવી શોધ થઇ કે તરત જ બેલે તેમની પેટન્ટને રજીસ્ટર કરાવી લીધી. ત્યારબાદ ૧૮૭૭ના સમયમાં એક ટેલીફોન કંપની ચાલું કરી દીધી હતી. આજે બેલની કંપની AT & T નામથી ઓળખાય છે. આ વિજ્ઞાનિકને ખરેખર માનવા પડે હો..!!

ગ્રેહામ બેલના આ સિવાયના કિસ્સાઓ પણ જગવિખ્યાત છે. માત્ર ૧૩ વર્ષની ઉંમરે ગ્રેહામ બેલ ગ્રેજ્યુએટ થઇ ગયા હતાં. ગ્રેહામ બેલની આ જાણકારી સાંભળી તમને જરા અજુગતું લાગશે કે, તે ૧૬ વર્ષની ઉંમરે એક સંગીત શિક્ષક તરીકે મશહૂર હતાં. ૨૩ વર્ષની વયમાં તેને એક પિયાનો બનાવ્યો હતો. જેનો આવાજ દુર અંતર સુધી સાંભળી શકાતો હતો.

ટેલીફોન શોધની અંદર ૧૯૧૫નાં રોજ પહેલો ફોન કોલ કરવામાં આવ્યો હતો. ત્યારથી લઇ આજનાં સમયમાં ટેલીફોનની શોધ અમર બની ગઈ. ટેલીફોનનાં શોધક બેલ ખુદ તેમનાં રૂમમાં ટેલીફોન રાખવાનું પસંદ ન કરતાં. એ ટેલીફોનને કારણે તેના કોઈ કામમાં દખલ પડે એ તેમને ગમતું ન હતું.

છે ને..રોચક તથ્ય કહાની – ટેલીફોનની. એ ગ્રેહામ બેલને ટેલીફોન પસંદ ન હતો અને અત્યારનાં માણસોને મોબાઈલ વિના ચાલતું નથી. છેલ્લા ઉંમરનાં તબક્કામાં એનીમિયા બીમારીને કારણે બેલનું મૃત્યુ થયું. એ વખતમાં પૂર્વ અમેરિકાની તમામ કંપનીઓએ બેલના મૃત્યુને માન આપવા માટે બે મિનીટ માટે તમામ ફોન લાઈન બંધ કરી દીધી હતી. ૧૯૨૨ સાલના ૨ ઓગસ્ટનાં દિવસે આ પ્રુથ્વી પરથી તેને રજા લીધી હતી.

ગ્રેહામની ટેલીફોન શોધ જીવંત દુનિયાના આવનારા સમયમાં પણ યાદગાર બનીને રહેશે. એ જુના જમાનાનાં એક ટેલીફોનનું નવું રૂપ એટલે જ  – “મોબાઈલ”.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *