મહાભારત પેહલા આ લોકો ને કોઈ ઓળખતું ન હતું, મહાભારતે બદલી આ એકટરોની જિંદગી

1988 માં, આઈબીઆર ચોપરાના મહાભારતે ટેલિવિઝનની દુનિયામાં તહેલકો મચાવી દીધો હતો. જે જમાનામાં આવા શો નું સફળ થવાની ગેરેંટી લઈ ના શકતા ત્યારે બીઆર ચોપડા એ મહાભારત બનાવ્યું હતું. તેમાં જ ઘણા સિતારાઓ નું કરિયર ઉજ્જવળ કરી દીધું હતું. મહાભારતમાં એવા ઘણા જાણીતા નામો હતા જેમણે મહાભારત થી ટીવીમાં ડેબ્યુ કર્યું હોઈ. ના કોઈ ઓળખ કે ના કોઈ ખબર, પરંતુ મહાભારતે હમેશા માટે આ સિતારાઓ ની જિંદગી બદલી નાખી.

રાજ બબ્બર

જાણીતા એક્ટર રાજ બબ્બર મહાભારતમાં રાજા ભરતના રોલમાં જોવા મળ્યા હતા. તેને એ સમયે કોઈ જાણતું ના હતું પરંતુ મહાભારત એ પહેલી સીરીયલ હતી જેમાં તેમણે કામ કર્યું હતું. હાલ રાજ બબ્બર બોલીવુડના જાણીતા એક્ટર છે અને તેને ઘણીબધી હિટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

વર્ષા ઉસગાંવકર

મહાભારત માં રાજકુમારી ઉત્તરા ના રૂપમાં વર્ષા એ ખુબ જ સારું કામ કર્યું હતું. વર્ષાએ મરાઠી સિનેમા માં તો ઘણું કામ કર્યું પરંતુ ટીવી પર તેને બીઆર ચોપડા ની મહાભારતથી ઓળખ મળી. ત્યારબાદ તેમણે દૂધ કા કર્જ, દોસ્તી,તિરંગા જેવી ફિલ્મો માં કામ કર્યું.

દેબાશ્રી રોય

મહાભારત માં સત્યવતીનું પાત્ર તો કોઈ ભૂલી જ ના શકે. તે જમાના માં આ પાત્રને ટીવી પર જીવિત કર્યું હતું દેબાશ્રી રોયે, જેમણે મહાભારત દ્વારા તેનું ડેબ્યુ કર્યું. રાજ બબ્બરની રીતે દેબાશ્રી પણ ફિલ્મોમાં લગાતાર એક્ટીવ રહી હતી. તેણે 36 ચૌરંગી લેન જેવી એવોર્ડ વિજેતા ફિલ્મમાં કામ કર્યું હતું.

નાજનીન

નાઝનીને બીઆર ચોપરાના મહાભારતમાં કુંતીની ભૂમિકા ભજવી હતી. આ શો તેનું ટીવીમાં ડેબ્યૂ કરવાનું માધ્યમ બન્યું હતું. નાજનીન ને કુંતીના રૂપમાં ખુબ જ લોકપ્રિયતા મળી. તેણીએ મહાભારત સિવાય બીજી ઘણી ફિલ્મોમાં એક સારી એવી છાપ છોડી છે.

રોમા માણેક

ગુજરાતી એક્ટ્રેસ રોમાં માણેકે પણ મહાભારત દ્વારા ટીવી ની દુનિયામાં કદમ રાખ્યું હતું. તે મહાભારતમાં રાણી માદ્રી બની હતી, જે નકુલ અને સહદેવની માં હતી. મહાભારત બાદ તેણે ઘણી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું પરંતુ જેવી સફળતા મહાભારત માં મળી એવી બીજે ક્યાય પણ જોવા ના મળી.

ડબ્બુ મલિક

અનુ મલિકના ભાઈ અને અરમાન અને અમાલ મલિકના પિતા ડબ્બુ મલિક પણ બીઆર ચોપડાની મહાભારતનો એક અહેમ હિસ્સો હતા. મહાભારતમાં યુવા ભીષ્મ પિતામહ ના રૂપમાં ડબ્બુ મલિકે એક્ટિંગ કરી હતી. આ સિવાય ડબ્બુ  એ બાજીગર, તિરંગા,બેટા હો તો એસા જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment