આ હોમ મેડ ફેસ માસ્ક થી તમારા પણ ગાલ થશે ગુલાબી ગુલાબી, ફરક જણાશે ફક્ત 7 દિવસ માં

Image source

ગુલાબી અને મુલાયમ હોઠ બધા ને જ પસંદ હોય છે. પણ ઘણા ઓછા લોકો જાણતા હોય છે કે હોઠ ને કેવી રીતે ગુલાબી અને મુલાયમ રાખી શકાય.

ચહેરા ની રંગત અને નિખાર લાવા માટે જરુરી નથી કે તમે મોંઘા ફેશિયલ નો જ ઉપયોગ કરો. અથવા તો બ્યુટિ ટ્રીટમેન્ટ નો સહારો લો. પણ આ બધી ટ્રીટમેન્ટ કરાવ્યા પછી પણ પરમેનન્ટ નિખાર માંટે તમારે ધ્યાન રાખવું પડે છે. જો કે ઘણી વાર આવી ટ્રીટમેન્ટ થી તમારી ત્વચા ને નુકશાન પણ થાય છે. જ્યારે તમે હર્બલ ટ્રીટમેન્ટ થી ચહેરા ની રંગત મેળવી શકો છો.

મોંઘા પ્રોડક્ટ ની જરૂર નથી

Image source

ચહેરા ની ખૂબસૂરતી અને સાફ ત્વચા ની સાથે ગુલાબી ગાલ સૌ ને ગમે છે. પણ ઘણા લોકો ને એવું લાગે છે કે આ ઈચ્છા પૂરી કરવા માંટે તમારે મોંઘા જ પ્રોડક્ટ નો ઉપયોગ કરવો પડશે. જ્યારે વાસ્તવ માં એવું નથી.

તમે ઘરે બેઠા પણ ગુલાબી ગાલ મેળવી શકો છો. તેની માંટે તમારે બીટ થી બનેલ હર્બલ ફેસ માસ્ક નો ઉપયોગ કરવો. તમે આ પેક ને ખૂબ સરળતાથી ઘરે બનાવી શકો છો.

આ રીતે બનાવો બીટ માંથી ફેસ પેક

Image source

બીટ નો ફેસ પેક બનાવા માંટે તમે એક બીટ લો તેને ધોઈ ને તેની 2 સ્લાઇસ કાપી લો. હવે આ સ્લાઇસ ને છોલીને છીણી નાખો. છીણેલા બીટ માં એક ચમચી મલાઈ અને એક ચમચી ગુલાબ જળ નાખો. હવે આ ત્રણેય વસ્તુ ને મિક્સ કરી દો. અને ચહેરા ની સાથે ગરદન પર પણ આ ફેસ માસ્ક લગાવો. એક વસ્તુ એ ધ્યાન રાખો કે ફેસ માસ્ક લગાવતા પહેલા તમે ફેસ વોશ થી ફેસ સાફ કરી લો. જેથી ફેસ પર જામેલ ધૂળ,ગંદકી અને માટી સાફ થઈ જાય.

આટલા સમય સુધી લગાવી રાખવો આ ફેસ માસ્ક

Image source

આ માસ્ક ને 20-25 મિનિટ સુધી ફેસ પર લગાવો. ત્યાર બાદ પાણી થી ફેસ વોશ કરી લેવો. ત્યારબાદ રુ ને ગુલાબ જળ માં બોળી ને ચહેરા અને ગરદન ને સાફ કરો.

આ રીતે ચહેરો સાફ કરવાથી ચહેરા પર ની ચીકાશ અને વધુ પડતો રંગ પણ સાફ થાય છે સાથે જ તે રોમ છિદ્રો ને પણ બંધ કરે છે. કારણકે તે પ્રાકૃતિક ટોનર છે.

ફક્ત એક જ અઠવાડિયા માં દેખાશે ફરક

Image source

જો તમે ફક્ત એક અઠવાડિયા સુધી રોજ આ ફેસ પેક નો ઉપયોગ કરશો તો તમારા ચહેરા પર નિખાર અને રંગત બંને જ નોધી શકશો. તેની સાથે જ ચહેરા પર ના ડાઘ, પીંપલ ના નિશાન જેવી સમસ્યા ઓ દૂર થાય છે.

બીટ ની સાથે મધ અને મલાઈ મિક્સ કરી ને બનાવેલ ફેસ પેક ત્વચા ને પોષણ આપે છે. આ પેક ને લગાવ્યા પછી ત્વચા જે શિયાળા માં સુકાઈ જાય છે તે આ ફેસ પેક થી નથી થતી. અને તમારી ત્વચા  પ્રાકૃતિક રીતે મુલાયમ રહેશે.

બધા જ હર્બલ પ્રોડક્ટ છે.

Image source

આ પેક ને તૈયાર કરવા માં જે વસ્તુ નો ઉપયોગ કરવામાં આવે છે તે બધી જ હર્બલ છે. એટલે જ તમારી ત્વચા પર કોઈ પણ પ્રકાર ની સાઇડ ઇફેક્ટ નથી થતી.

જો તમારી ત્વચા ઘણી સંવેદનશીલ છે તો માર્કેટ માં મળતા કોસ્મેટિક વસ્તુ ને વાપરતા પહેલા ઘણો વિચાર કરવો પડે છે. જ્યારે તમે કોઈ પણ પ્રકાર ના ડર વગર આ ફેસ પેક નો ઉપયોગ કરી શકો છો.

ડ્રાય અને ઓઈલી સ્કીન માંટે રાખવું ધ્યાન

Image source

જો તમારી ત્વચા ખૂબ ડ્રાય રહેતી હોય તો તમે આ ફેસ પેક નો ઉપયોગ કરી ને ગાલ પર નિખાર પણ લાવી શકો છો અને ડ્રાયનેસ પણ દૂર કરી શકો છો. એટલે જ તમે જ્યારે આ  ફેસ પેક તૈયાર કરો છો ત્યારે તમે મધ નાખો.

જો તમારી ત્વચા તેલીય છે તો આ પેક બનાવતી વખતે તેમા મલાઈ ન નાખતા એલોવેરા જેલ નાખો. તેનાથી તમારી ત્વચા તેલીય નહીં રહે અને ચમકશે.

ખાસ નોંધ : ઉપરોક્ત માહિતી પ્રદાન કરવા માટે અમે સંપૂર્ણ કાળજી લીધી છે. તેમ છતાં, વાચકોને ચેતવણી આપવામાં આવી છે કે કંઇપણ સેવન અથવા ઉપયોગ કરતા પહેલા, તમારા ચિકિત્સક અથવા ડોક્ટર ની સલાહ  આવશ્યક છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Leave a Comment