જયારે છોકરીઓ 18 વર્ષની થઇ જાય છે ત્યારે શા માટે આપવામાં આવે છે આ 4 અર્થવિહીન સલાહ 

અઢાર વર્ષની ઉંમર ખૂબ નાની ઉંમર હોય છે અને આ ઉંમરમાં છોકરીઓમાં ઘણા બદલાવ જોવા મળે છે. અને આ જ એક કારણ છે કે આ ઉંમરમાં છોકરીઓને ઘણી બધી સલાહ આપવામાં આવે છે તે સાંભળીને અને વિચારીને આપણને હસવું પણ આવી જાય છે.

આ વાતમાં કોઈ બેમત નથી કે અઢાર વર્ષની ઉંમરમાં જીવન આપણું કોઈ અલગ જ પડાવ પર જોવા મળે છે. એવું એટલા માટે થાય છે કારણ કે આ ઉંમરમાં છોકરીઓને એવું લાગે છે કે હવે અમારી ઉંમર એવી થઈ ગઈ છે કે અમે અમારી જિંદગી થી જોડાયેલા કોઈ પણ નિર્ણય જાતે લેવા માટે એકદમ તૈયાર છીએ. આ ઉંમરમાં છોકરીઓ ન માત્ર પોતાની આસપાસનો ખુશનુમા માહોલનો અહેસાસ કરે છે, પરંતુ સ્કૂલથી લઈને કોલેજ સુધીનો સફર પણ તેમની માટે ખૂબ જ ખાસ હોય છે.

આજ એક કારણ છે કે આ ઉંમરમાં માતા-પિતા સગા સંબંધીઓ અને આસપાસના વ્યક્તિઓ જોડેથી ઘણી બધી સલાહ પણ સાંભળવા મળે છે. જેને સાંભળીને આજના સમયમાં વિચારીને જ ખૂબ હસવું આવી જાય છે. અને જો તમે પર ૧૮ વર્ષના હોવ તો આ બધી વાતો પર ભૂલથી ઓણ વિશ્વાસ ન કરવો.

સ્કૂલ છોડ્યા પછી ક્યારેય પાક્કા મિત્રો નથી બનાતું

ઘણા લોકોનો હજુ પણ એવું માનવું છે કે સ્કુલ પછી ક્યારેય પણ સાચા દોસ્ત બની શકાતું નથી એવું એટલા માટે છે કારણ કે આ ઉંમરમાં યુવાનો પોતાના ભવિષ્યની ચિંતામાં લાગેલા રહે છે અને જેના લીધે મિત્રોની વચ્ચે કોમ્પીટીશન ની ભાવના ઉત્પન્ન થઈ જાય છે પરંતુ આ વાતો સંપૂર્ણપણે ખોટી છે. ઉંમરના દરેક પડાવ માં આપણને ઘણા બધા લોકો મળે છે જેની સાથે આપણે એક તારો સંબંધ બનાવીએ છીએ અને જૂના દોસ્તો થી સારું તો બીજું કઈ હોય પણ શકતો નથી તેથી તેનો અર્થ એ નથી કે 18 – 19 ની ઉંમર માં પહોંચ્યા પછી આપણને કોઈ નવા દોસ્ત મળશે નહીં.

જમવાનું છોડી દો….. તે માની જશે

આ ઉંમરમાં જો આપણો પાર્ટનર કે આપણા બેસ્ટ ફ્રેન્ડ સાથે ઝઘડો થઈ જાય છે તો ઘણા લોકો ગુસ્સામાં ખાવા-પીવાનું છોડી દે છે. આવું એટલા માટે થાય છે કારણ કે તેમને લાગે છે કે સમસ્યાઓનું સમાધાન માત્ર ખાવા-પીવાનો છોડવાથી થશે પરંતુ આવા સમયમાં આપણે સમજવું ખૂબ જ જરૂરી છે અને તે દરમિયાન તમારે તમારા મિત્ર સાથે વધુ સમજદારી દર્શાવીને વાત કરવી જોઈએ.

જ્યાં પ્રેમ હોય તેવા સંબંધમાં મહેનત કેવી?

આ ઉંમરમાં છોકરીઓના મિત્ર તેમને એવી સલાહ આપે છે કે જો તારે પોતાનો સંબંધ બનાવી રાખવા માટે જો તારે વધુ મહેનત કરવી પડે તો તમારો પાર્ટનર તમને વધુ પ્રેમ કરતો નથી પરંતુ અમુક ઉંમર પછી તમને સમજમાં આવશે કે સંબંધને જાળવી રાખવા માટે દરેક કપલે કંઈકને કંઈક મહેનત તો કરવી જ પડે છે.

દિલ તૂટી જશે

આ વાતમાં કોઈ જ બેમત નથી કે આ ઉંમરમાં છોકરા અને છોકરી એકબીજા તરફ ખૂબ જ જલ્દી થી આકર્ષિત થઇ જાય છે, પરંતુ અમુક છોકરીઓ ને એવું લાગે છે કે જો આપણે પાર્ટનર ઉપર વધુ ધ્યાન નહીં આપીએ તો તે તેમને દગો આપશે. પરંતુ આપણે દરેક સંબંધમાં સમય આપવો ખૂબ જ જરૂરી છે એ પણ સાચું છે કે જો તમે તમારા સંબંધમાં બિલકુલ પણ તેમને નહીં આપો તો તે ખરેખર તૂટી જશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment