શું દૂધ પિતા પહેલા તેને ઉકાળવું જરૂરી છે ?…વાંચો જાણવા જેવી માહિતી

બાળકોથી માંડીને વૃદ્ધો દૂધ પિવાનું રાખે છે. ઉપવાસમાં અમુક લોકો તો માત્ર દૂધ ઉપર પણ રહેતા હોય છે. દૂધ પીવાથી આપણું સ્નાસ્થ્ય સારુ રહેતું હોય છે. જોકે આપણે ત્યા મોટા ભાગે લોકો દૂધને ઉકાળીને પીવાનું પસંદ કરે છે. જોકે એ વાત પણ સાચી છે કે બેક્ટેરીયાનો નાશ કરવા માટે આપણે દૂધને ઉકાળવું જોઈએ. પરંતુ આ વાત માત્ર કાચા દૂધ પર લાગુ થતી હોય છે.

આજકાલ તો બજારમાં પેકેટમાં પણ દૂધ મળતા હોય છે. જે દૂધ પહેલાથી પેશ્ચરાઈઝ્ડ હોય છે. આવા દૂધને ઉકાળવાની જરૂર નથી હોતી. કારણકે તેમા પહેલાથીજ બેક્ટેરિયાને નાશ કરી દેવામાં આવ્યા હોય છે. સાથેજ તે દૂધ તમે વગર કોઈ ચીંતાએ પી શકો છો. કારણકે તેમા બેક્ટેરિયાની સંભાવના નિહવત હોય છે. સાથેજ આપણા સ્વાસ્થ્ય માટે પણ તે ઘણુંજ સારુ રહેતું હોય છે.

એક સર્વેમાં એવું સામે આવ્યું છે કે પેશ્ચરાઈઝડ દૂધને કાચા દૂધની સરખામણીએ વધારે સમય સુધી આપણે સંગ્રહ કરી શકીએ છીએ. કાચા દૂધને જો તમે ઉકાળ્યા વગર પીશો તો તેમા રહેલા કોલાઈ, સાલ્મોનેવા અને અન્ય હાનિકારક બેક્ટેરિયા શરીરમાં પ્રવેશ કરતા હોય છે. જે આપણાને ગંભીર રીતે બીમાર કરી શકે છે. જેના કારણે કાચા દૂધને હંમેશા ઉકાળીને પીવું જોઈએ..

પેશ્ચરાઈઝ્ડ દૂધ અને કાચા દૂધનો તફાવત

જો કાચા દૂધ વીશે વીગતવાર વાત કરીએ તો આપણે તે દૂધ ઘર પાસે આવેલ ડેરી માથી લેતા હોઈએ છે. આ દૂધ ગાય કે ભેસનું હોઈ શકે છે. તમે પણ જો છૂટક દૂધ લેવાનું રાખો છો તો તમારે પણ તે દૂધમાં રહેલા બેક્ટેરિયાને ખતમ કરવા માટે તે દૂધને ઉકાળવું જોઈએ. આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે કાચા દૂધનું સેવન બાળકો માટે તેમજ ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ હાનિકારક હોય છે.

તો બીજી તરફ જે દૂધ તમને પેકેટમાં મળી રહેતું હોય છે તે દૂધ પેશ્ચરાઈઝ્ડ દૂધ હોય છે. જેના કારણે તેમા રહેલી અશુદ્ધી અને તેમા રહેલા બેક્ટેરિયા પણ નાશ પામી ગયા હોય છે. જેથી પેશ્ચરાઈઝ્ડ દૂધને તમે ઉકાળ્યા વગર પીશો તો પણ તામારા શરીર માટે તે ઘણું ફાયદેમંદ હોય છે.

દૂધ ક્યારે ઉકાળવું જોઈએ ?

પેશ્ચરાઈઝડ દૂધ પહેલાથી શુદ્ધ હોય છે. તે બધીજ પ્રક્રિયામાંથી પસાર થઈને ગ્રાહક સુધી પહોચતું હોય છે. જેથી તે દૂધને તમે વારંવાર ઉકાળશો તેમા રહેલા પોષકતત્વો તમે ગુમાવી દેશો. કાચુ દૂધ પણ તમે 10 મીનીટમાં 100 ડિગ્રી કરતા વધારે તાપમાન પર ઉકાળશો તો તેમા રહેલા પોષક તત્વો પણ નાશ પામી જતા હોય છે. આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે દૂધમાં ભરપૂર માત્રામાં વિટામીન ડી રહેલું હોય છે. જેના કારણે આપણા શરીરને ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી રહેતું હોય છે. પરંતુ જો વારંવાર તમે દૂધ ઉકાળશો તો તેમા રહેલા વીટમીન પણ નાશ પામી જાય છે. જેના કારણે આગળ જતા આપણા હાડકાઓને નાજુક થઈ શકે છે.

દૂધને કેવી રીતે ઉકાળશો ?

જો તમને દૂઘ ઉકાળવાની આદત છે તો તમે પેશ્ચરાઈઝ્ડ મીલ્ક પણ ઉકાળી શકો છો. પરંતુ તેને 10 મીનીટ કરતા વધારે ન ઉકાળતા. તે સિવાય તમે ચાર થી 5 મીનીટ સુધી એક ગ્લાસ જેટલું દૂધ ઉકાળશો તે પણ ઘણું ફાયદાકારક રહેશે. જોકે કાચા દૂધને એક વાર ઉકાળ્યા પછી તેને ફ્રીજમાં મુકી શકો છો. પરંતું તેને પણ વાંરવાર ન ઉકાળવું જોઈએ.

પેશ્ચરાઈઝડ દૂધ તો તમારે જેટલી માત્રામાં જોઈતું હોય તેટલા માત્રામાં લઈને તેને ઉકાળવાની જગ્યાએ ગરમ કરવાનું રાખજો. પરંતુ કાચું દૂધ તમે ઉકાળી શકો છો. પરંતુ દૂધ વારંવાર ઉકાળવાથી તેમા રહેલા બધાજ પૌષ્ટીક ગુણો નાશ પામતા હોય છે. જેથી તે દૂધ પીને પણ તમને કશો ફાયદો નહી થાય. માટે શક્ય બને તો દૂધને ઉકાળીને પીવા કરતા ગરમ કરીને પીવાનું રાખજો..

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *