પ્રેમ કરતાં પહેલા દોસ્તી કરવી શા માટે છે જરૂરી? એવું તો ક્યું કારણ છે, જે ઘણાને ખબર નથી…

તમે અવારનવાર સાંભળ્યું હશે કે, પ્રેમ સંબંધ પહેલા એ વ્યક્તિ સાથે સારી ‘દોસ્તી’ હોવી જરૂરી છે, પણ આવું શા માટે કહેવામાં આવે છે એ જવાબ બહુ ઓછા લોકો પાસે હશે!! વેલ, ડોન્ટ વરી હમ હૈ ના…આપકો સબ કુછ બતાને કે લિયે…

આમ જોઈએ તો રીલેશન ‘રબર’ માફક કામ કરે છે, ક્યારેક બંને સાઈડથી ખેંચીને નિભાવવામાં આવે છે અને અમુક રીલેશન એવા હોય છે, જેમાં કોઈ એક વ્યક્તિએ ખેંચીને રાખ્યો હોય છે અર્થાત્ રીલેશનની શરૂઆત થાય ત્યારથી રીલેશનની કેર કરવી પડે છે. રીલેશન એક ઝાડ છે, જે લાગણી નામનું ‘ખાતર’ માંગે છે અને તેને કેરીંગ નામનું ‘પાણી’ પીવડાવું પડે છે.

તમે જરા વિચાર કરો તો ખબર પડશે કે, તમે જેને પ્રેમી બનાવવા ઈચ્છો છો એ વ્યક્તિ તમારા હદયની વધુ નજીક હશે અને જે વ્યક્તિ તમને ખુબ ગમે છે એ તમારી સાથે સારી એવી દોસ્તીનું કનેક્શન પણ રાખે છે. દુશ્મનને કોઈ પ્રેમ કરવા જાય પણ નહીં!!

બેસ્ટ ફ્રેન્ડ જ ‘પ્રેમી’ બને તો લાઈફમાં રંગત આવી જાય છે અને લાઈફ મેધધનુષની જેમ કલરફૂલ મજેદાર બની જાય છે. બે વ્યક્તિ વચ્ચેનું બોન્ડીંગ સ્ટ્રોંગ બને છે અને વિશેષ કે રીલેશનમાં સમજદારી હોય છે એટલે એકબીજાને અનુસરીને રહેવામાં તકલીફ પડતી નથી.

શા માટે જરૂરી છે પ્રેમ પહેલા દોસ્તી?

પ્રેમ એ દોસ્તીનું જ અપડેટ અને લેટેસ્ટ વર્ઝન છે એવું કહી શકાય. સ્ત્રી-પુરૂષ પહેલા દોસ્ત બનશે તો પ્રેમ કરવાની ખુબ મજા પડશે અને પ્રેમીની તમામ આદતોથી અવેર પણ થઈ શકાય છે. દોસ્તી કોઇપણ સાથે રાખી શકાય પણ પ્રેમ તો કોઈ એક ને જ થાય છે; એટલે જયારે દોસ્તી સુધી સવાલ રહે તો દોસ્તીમાં જ વ્યક્તિની પરખ કરી લેવી જોઈએ.

પ્રેમનું બીજું નામ છે અતૂટ ભરોષો. પ્રેમી ભારોષાપાત્ર હોવું જોઈએ અને એ ભરોષો બધા પર આવી શકતો નથી, પણ જો કોઈ દોસ્તને જ પ્રેમી બનાવીએ તો તેના પર ભરોષો મૂકી શકાય છે. એટલે સારામાં સારું પ્રેમી બનવા માટે ફર્સ્ટ રીકવાયરમેન્ટ ‘ફ્રેન્ડશીપ’ હોય છે. જેને પહેલાથી જાણીએ છીએ તેની સાથે લાઈફ સેટ કરવામાં બહુ તકલીફ પડતી નથી. દોસ્તની એક એક બાબતથી જાણીતા હોવાને કારણે લવ લાઈફમાં ક્રેક પડતા અટકાવી શકાય છે.

દોસ્ત સાથે જ પ્રેમ થવામાં આ છે ફાયદાઓ :

દોસ્ત સાથે પ્રેમ કેવી રીતે થઈ જાય એ ખબર નથી પડતી. મોટાભાગના કિસ્સામાં એવું બને છે કે, સાથે હરતા-ફરતા કે સાથે નોકરી કે અભ્યાસ કરતુ કોઈ વ્યક્તિ ગમવા લાગે એટલે કે કોઈ વ્યક્તિનું સાથે હોવું એ ગમે એ પ્રેમ થયો છે એવું સાબિત કરે છે. અજાણ્યા લોકો સાથે રહેવાનો અનુભવ પણ અજાણ્યો હોય છે. જાણીતા દોસ્ત સાથે પ્રેમ થાય એવો અનુભવ અનેરો હોય છે.

કોઇપણ માણસ સંપૂર્ણ હોતો નથી અને કોઇપણ માણસને સંપૂર્ણ રીતે જાણી શકાતું નથી પણ એકબીજાને સાથે રહેવામાં એકદમ રોમાંચક આનંદ આવે એ રીતે અનુકુળ થઈ શકાય છે. આ જ મુખ્ય ફાયદો છે કે, દોસ્ત સાથે પ્રેમ થાય તો…

તો હવે સમજાયું ને આ કારણ, આથી જરૂરી છે કે રીલેશનશિપને આગળ લઈ જવા અને ફ્રેન્ડશીપને લવશિપમાં કન્વર્ટ કરવા માટે બે વ્યક્તિઓ વચ્ચે દોસ્તીનું અમેઈઝીંગ બોન્ડીંગ જરૂરી છે. તમે પણ જો કોઈને પ્રેમ કરતા હોય તો એ વ્યક્તિને પહેલા સારામાં સારું દોસ્ત બનાવો, તેની સાથે જિંદગીને માણો, તેના સાથને મહેસૂસ કરો ત્યાર બાદ રીલેશનને ‘લવ’ સુધી લઈ જશો તો લાઈફ રોજબરોજ જીવવા જેવી લાગશે.

રીલેશનશિપના અન્ય લેખ વાંચવા માટે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment