ડોક્ટરના હેન્ડરાઈટીંગ વાંચવા અઘરા કેમ હોય છે? આ પાછળનું કારણ કંઈક આ મુજબનું છે

ડોકટરે લખેલું પ્રિસ્ક્રિપ્શન જોઇને દરેકના મનમાં એક વિચાર જરૂરથી આવે છે કે, ડોકટર આવા અક્ષરોમાં શું લખતા હશે? ઘણા લોકો તો એવું વિચારે છે કે ડોકટર ખરાબ અક્ષરોની અંદર એવું લખે છે જે માત્ર એ જ જાણી શકે –  પણ આ પાછળનું કારણ તમને ખબર છે?

આજના લેખમાં તમને એ જાણવા મળશે કે આખરે એવું તો કયું કારણ છે જેને લીધે ડોકટરોના હેન્ડરાઈટીંગ ખરાબ થઇ જાય છે અને અક્ષરો વાંચવા માટે પણ મહેનત કરવી પડે છે. આ માહિતી જાણવા માટે આ લેખને અંત સુધી વાંચવાનું ભૂલતા નહીં.

ડોક્ટરની હેન્ડરાઈટીંગ વાંચવા અઘરા હોય છે?

ડોકટરીના પ્રોફેશનમાં એવું નથી કે બધા ડોકટરોના હેન્ડરાઈટીંગ ખરાબ જ હોય છે પણ મોટાભાગના ડોકટરોના હેન્ડરાઈટીંગ વાંચવા અઘરા બનતા હોય છે અને સામાન્ય માણસને વાંચવામાં ખુબ જ તકલીફ પડે છે. પરંતુ આવું થવા પાછળનું કારણ આ મુજબનું છે…

ડોકટરના હેન્ડરાઈટીંગ ખરાબ થઇ જવા પાછળનું કારણ :

કદાચ તમને એવું લાગતું હશે કે ડોકટરોને માત્ર પ્રિસ્ક્રીપ્શન જ લખવાના હોય છે તો તમને જણાવી દઈએ કે એક સામાન્ય માણસની તુલનામાં એક ડોક્ટરને વધુ પડતું લખવાનું બનતું હોય છે. ડોકટર તેના અભ્યાસથી લઈને પેસેન્ટની ટ્રીટમેન્ટ સુધી સૌથી વધુ લખવાનું કાર્ય કરતા હોય છે. એવામાં સારા હેન્ડરાઈટીંગથી લખવાનો સમય બહુ ઓછો મળે છે. દરરોજ અનુભવવી પડતી સમયની કમીને કારણે તે એકદમ ઝડપથી લખવાની આદત ટેવાય ગયા હોય છે અને એ અસર આપણને હેન્ડરાઈટીંગ પર જોવા મળે છે.

ખુબ જ તણાવ ભરેલ દિવસ રહેતો હોય છે :

ડોકટરો એકસાથે ઘણા લોકોની ટ્રીટમેન્ટ કરવાની હોય છે અને એ સાથે તેની પર્સનલ લાઈફ પર ધ્યાન આપવાનું હોય છે. આ કારણથી વાત કરીએ તો ડોકટરોનું આખા દિવસોનું રૂટીન એવું સેટ હોય છે કે જેમાં તેને નવરાશનો બહુ ઓછો સમય મળતો હોય છે. આખા દિવસ દરમિયાન તણાવ અને થાકના કારણે સમય જતા કોઇપણ ડોકટરના હેન્ડરાઈટીંગ થોડા અંશે સમજવા અઘરા થઇ જાય એવા બની જતા હોય છે.

દરરોજની ફાસ્ટ લાઈફમાં કાગળ પર દવાઓ લખવી અથવા રીપોર્ટ લખવો એ ડોકટરોની આદત બની ગઈ હોય છે જેને કારણે એ એકદમ ઝડપથી લખવા માટે ટેવાયા હોય છે. બસ, આ જ કારણ છે જેને લીધે ડોકટરે લખેલ દવા મેડીકલવાળા સિવાય અન્ય લોકોને સમજમાં આવતી નથી અને આપણને ડોક્ટરના હેન્ડરાઈટીંગ વાંચવામાં પણ તકલીફ પડે છે.

આ લેખને લઈને તમારૂ પણ કોઈ મંતવ્ય હોય તો કમેન્ટ બોક્ષમાં જરૂરથી જણાવજો. આવી જ અન્ય માહિતી જાણવા માટે ફક્ત ગુજરાતી ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *