શું તમે જાણો છો દુલ્હનના વિદાય સમયે ચોખા ફેકવાનો રિવાજ કેમ કરવામાં આવે છે? જાણો શું છે તેનું મહત્વ 

ભારત એક એવો દેશ છે જ્યાં દરેક ધર્મ અને દરેક સંપ્રદાયનો સંગમ જોવા મળે છે, આ જ કારણ છે કે ભારત સંપૂર્ણ દુનિયામાં પોતાની સંસ્કૃતિ અને વિરાસત માટે ખૂબ જ જાણીતો છે. એટલું જ નહીં દરેક ધર્મના પોતાના અલગ રીત રિવાજ છે, અને તેનું પોતાનું જ એક મહત્વ છે. માત્ર આ અંતર ભારતના લગ્નમાં જોવા મળે છે. ખરેખર તો દરેક ધર્મમાં લગ્નને લઇને અલગ-અલગ રિવાજ હોય છે. એવામાં હિન્દુ ધર્મમાં થતા લગ્ન માં પણ અલગ અલગ રીત રિવાજ  હોય છે તેમાંથી જ એક વિદાય સમયે દુલ્હન દ્વારા ચોખા ફેંકવાનો રિવાજ છે, આ રિવાજમાં ઘરેથી નિકળતી વખતે દુલ્હન પાછળની તરફ ચોખા ફેંકે છે. અને દુલ્હન દ્વારા કામ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

શું છે ચોખા ફેંકવાનો રિવાજ?

લગ્નનો દરેક રિવાજ આપણામાં ખૂબ જ ખાસ હોય છે, પરંતુ ચોખા ફેંકવાનો રિવાજ દરેક દુલ્હન અને તેમના પરિવારના લોકો માટે ખૂબ જ ભાવુક સમય હોય છે, કારણ કે દુલ્હન હંમેશા માટે પોતાનું પિયર છોડીને સાસરે જવાની હોય છે અને આ રિવાજને દુલ્હનને જ્યારે ડોલીમાં બેસવાના પહેલા કરવામાં આવે છે. આ રિવાજમાં દુલ્હન જ્યારે ઘરથી બહાર નીકળે છે ત્યારે તેમની બહેન મિત્ર અથવા ઘરની કોઇ મહિલા ચોખા ની થાળી પોતાના હાથમાં લઈને તેમની સામે ઉભી રહે છે.

ત્યારબાદ દુલ્હન તે જ થાળીમાં ચોખા ઉઠાવીને પાછળની તરફ ફેંકે છે, દુલ્હન પાંચ વખત પાછળ જોયા વગર કામ કરવાનું હોય છે. આ ચોખાને એટલી જોરથી પાછળ ફેંકવાના હોય છે કે પાછળ ઉભેલા દરેક પરિવાર ઉપર તે પડે, આ દરમિયાન દુલ્હન પાછળ ઘરની મહિલાઓ પોતાના પાલવ ફેલાવીને ચોખાના દાણાને ભેગા કરે છે, એવું માનવામાં આવે છે કે જ્યારે દુલ્હનના ચોખા ફેંકે છે ત્યારે જેમની પાસે પણ તે ચોખા આવે છે તેમને સંભાળીને રાખવાના હોય છે.

આ રિવાજને કેમ કરવામાં આવે છે?

એક માન્યતા અનુસાર દીકરી ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે જે ઘરમાં દીકરી હોય છે ત્યાં હંમેશા માતા લક્ષ્મીજી વાત કરે છે. એટલું જ નહીં તે ઘરમાં હંમેશા ખુશી બની રહે છે. માનવામાં આવે છે કે પાછળની તરફ જ્યારે દુલ્હન ચોખા ફેંકે છે તો તેની સાથે તે પોતાનું ઘર ધન-સંપત્તિ થી ભરેલું રહે તેવી કામના કરે છે.

એક માન્યતા એ પણ છે કે ભલે કન્યા પોતાના પિયર ને છોડીને જઈ રહી હોય, પરંતુ તે પોતાના પિયર ને આ ચોખા દ્વારા દુઆ માંગે છે, એવામાં દુલ્હન દ્વારા ફેંકવામાં આવેલ ચોખા હંમેશા પિયર વાળા લોકોની પાસે દુઆ બનીને રહે છે.

આ રિવાજને ખરાબ નજરથી દુર રાખવા માટે પણ કરવામાં આવે છે, માનવામાં આવે છે કે દુલ્હન પિયર છોડીને જાય છે ત્યારબાદ પરિવારના લોકોને કોઈની ખરાબ નજર ન લાગે તેના કારણે પણ આ રિવાજ કરવામાં આવે છે.

આ રિવાજને લઇને એક માન્યતા છે જે કહે છે કે એક પ્રકારથી આ દુલ્હન દ્વારા પોતાના માતા-પિતાને ધન્યવાદ કહેવાની એક રીત છે, દુલ્હન પિયરના લોકો માટે આ રિવાજ ના રૂપમાં દુવાઓ આપીને જાય છે, કારણકે તેમને બાળપણથી લઈને મોટા થવા સુધી તેમની માટે ઘણું બધું કર્યું હોય છે જેનો આભાર તે આ રીતે વ્યક્ત કરે છે.

આ રિવાજમાં કેમ કરવામાં આવે છે ચોખા નો ઉપયોગ?

આમ તો ચોખાને ધર્મનું પ્રતિક માનવામાં આવે છે તેથી તેને ધન રૂપી ચોખા પણ કહેવામાં આવે છે, એટલું જ નહીં ચોખાને ધાર્મિક પૂજા અને ઘરમાં પવિત્ર સામગ્રી પણ માનવામાં આવે છે. એવામાં જ્યારે દુલ્હન વિદાય થાય છે ત્યારે તે પોતાના પરિવારના સુખ અને સંપન્નતાભર્યા જીવનની કામના કરે છે, તે જ કારણે આ રિવાજમાં ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Image Credit: ShaadiSaga, Qoura, Freepik.com

Leave a Comment